જાણો કોઈ પણ બીમારીને મહામારી ક્યારે અને કેવી રીતે જાહેર કરવામાં આવે છે?

જાણો કોઈ પણ બીમારીને મહામારી ક્યારે અને કેવી રીતે જાહેર કરવામાં આવે છે?

 • મ્યુકોરમાઈકોસીસને દેશમાં ૬ કરતાં વધારે રાજ્યોએ મહામારી જાહેર કરી.
 • આ બીમારીના દેશમાં અત્યાર સુધી ૭૨૫૧ કેસ ઓન પેપર જોવા મળેલા છે, તેમજ કુલ ૨૧૯ લોકોના મોત પણ નોંધાયા છે.

હજી આપણા દેશના લોકો કોરોના વાઈરસની બીજી લહેરમાંથી બહાર પણ આવ્યા નથી અને ત્યાં તો એ સાથે સાથે મ્યુકોરમાઈકોસીસનું એટલે કે બ્લેક ફંગસનું જોખમ વધવા લાગ્યું છે. મ્યુકોરમાઈકોસીસને દેશમાં ૬ કરતાં વધારે રાજ્યોએ મહામારી જાહેર કરી દિધી છે. તમે શું એ વાત જાણો છો કે, કેવી પરીસ્થિતિમાં કોઇ પણ બીમારીને મહામારી જાહેર કરવામાં આવે છે, આ પાછળનું મુખ્ય કારણ શું હોય છે? ચાલો જાણીએ આ લેખના માધ્યમ દ્વારા.

સૌથી પહેલા મહામારી એટલે શું છે, તે જાણીએ…

કોઈપણ બીમારીના સંક્રમણ દ્વારા ખુબ જ વધારે સંખ્યામાં લોકોને અસર થાય છે, અને આ બીમારીની અસર સામાન્ય કરતા વધારે હોય એ સમય પર તે બીમારીને મહામારી (epidemic) જાહેર કરવામાં આવે છે, વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) ના જણાવ્યા પ્રમાણે. જ્યાં સુધી કોઈ એક વિસ્તાર, જગ્યા અથવા જનસંખ્યા સુધી આ બીમારી સીમિત હોય ત્યાં સુધી મહામારીની કેટેગરીમાં આ બીમારીને રાખવામાં આવે છે. કોઈપણ બીમારીને મહામારી જાહેર કરવા પાછળ તે બીમારીથી થતા મોતની સંખ્યા અને તે બીમારીથી સંક્ર્મીત થતા લોકોની સંખ્યા ઉપર પણ નિર્ભર કરે છે.

Happy Hypoxia શું છે અને તે કોવિડ-૧૯ યુવાન રોગીઓને કેવી રીતે કરે છેપ્રભાવિત?

જાણો કોને કહેવામાઅં આવે છે વૈશ્વિક મહામારી ….

કોરોનાને પણ એક વૈશ્વિક મહામારી પણ કહેવામાં આવે છે આ વાત તમે જરૂર સાંભળી હશે. જે બીમારીને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવે છે, તે બીમારી એક દેશથી બીજા દેશ અથવા અન્ય દેશોમાં પણ અસર કરે છે અથવા તો ફેલાય છે. વૈશ્વિક મહામારી દુનિયાના જુદા જુદા દેશોમાં એક જ સમયે લોકોમાં ફેલાતી એક જ બીમારીને કહેવામાં આવે છે. કોરોનાને વૈશ્વિક મહામારી વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) ના દ્વારા જાહેર કરવામાં આવે છે.
કોઈપણ બીમારીના અચાનક અથવા તો ગમે તે સમયે ફેલાવાથી તેને મહામારી જાહેર કરવામાં આવતી નથી. ખુબ મુશ્કેલ હોય છે કોઈ પણ બીમારીને મહામારી જાહેર કરવાની પ્રક્રિયા. ખૂબ જ સમજી વિચારીને આ નિર્ણય લેવામાં આવે છે. કારણ કે, દુનિયામાં કોઈ પણ બીમારીને મહામારી જાહેર કરતાં તેનો ભય ફેલાઇ જાય છે. એ વાતનું પણ જોખમ રહે છે કે મહામારી કોઈ પણ બીમારીને જાહેર કર્યા પછી પલાયન કરવાનું લોકો શરૂ કરી દે છે. તે રીતે જ પલાયન કરવાથી લોકોમાં સંક્રમણનું જોખમ ખુબ વધારે જોવા મળે છે.

આ રીતે કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી હતી…

વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) ના ડોક્ટર ટેડરોઝે વર્ષ ૨૦૨૦ ના ફેબ્રુઆરીના અંત સુધીમાં કહ્યું કે, વૈશ્વિક મહામારી બનવાની ક્ષમતા કોરોના વાઈરસમાં ખુબ વધારે છે. પરંતુ કોરોનાને હાલ મહામારી એટલા માટે જાહેર ના કરી શકાય કારણ કે, અત્યાર સુધીમાં એવા કોઇ પુરાવા સામે નથી આવ્યા કે બીજા દેશોમાં તે ખુબ વધારે ઝડપથી ફેલાયો હોય.

કોઇ પણ બીમારીને મહામારી જાહેર કરવાનું કારણ શું હોય છે?

તેની પાછળ ઘણાં કારણો હોય છે જ્યારે કોઈ પણ બીમારીને કોઈ પણ દેશ અથવા રાજ્ય મહામારી જાહેર કરે છે ત્યારે. એલર્ટ મોડ પર સરકાર, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્વાસ્થય એજન્સીઓ આવી જાય છે, જ્યારે કોઇ પણ બીમારીને મહામારી જાહેર કરવામાં આવે ત્યારે. સાથે સાથે જ્યારે કોઈપણ દેશ અથવા રાજ્યમાં સારવારની ક્ષમતા ના હોય તો તે દેશ અથવા રાજ્યમાં મદદ કરવામાં આવે છે.

કાર્યસ્થળ પર મહિલાઓના જાતીય શોષણથી રક્ષણ માટે કાયદો, અને જવાબદાર અધિકારીઓની ફરજો.

બ્લેક ફંગસની દવા કઈ કઈ કંપનીઓ હાલમાં બનાવે છે?

 • ભારત સીરમ
 • બીડીઆર ફાર્મા
 • સિપલા
 • લાઈફ કેર
 • માઈલેન
 • સન ફાર્મા

બ્લેક ફંગસની દવા વધુ ૫ કંપનીઓને બનાવવાની મંજૂરી આપવામાં આવશે.

 • એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ
 • લાઈકા ફાર્માસ્યુટિકલ
 • એમક્યોર ફાર્માલ્યુટિકલ
 • ગુફિક બાયોસાયન્સ લિમિટેડ
 • નેટકો ફાર્મા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *