હનીટ્રેપ દ્વારા સૈન્ય ના અધિકારીઓને જાળમાં ફસાવી જીતવામાં આવે છે યુદ્ધ. જાણો ભારતના સૈનિકો જોડે હનીટ્રેપ કઈ રીતે કરવામાં આવે છે.

શું છે હનીટ્રેપ, જાણોકેવી રીતે જાળમાં ફસાય જાય છે સેનાના લોકો…

આજકાલ શહેરમાં હનીટ્રેપના કિસ્સા વધી રહ્યા છે.દુનિયાના દરેક દેશ હંમેશાં તેના દુશ્મનને હરાવવાનો પ્રયત્ન કરતા રહે છે. હંમેશાં કોઈ સીધી રીતે યુદ્ધ નથી થતું અને દરેક વખતે તે ફક્ત યુદ્ધના મેદાનમાં જ પરાજિત થાય છે. ગુપ્ત રીતે પણ દુશ્મનને પરાજિત કરી શકાય છે. આ ગુપ્ત રમતમાં એક ખુબ જ મોટી વિશાળ ભૂમિકા ભજવે છે- હનીટ્રેપ.

જેમ કે નામ થી જ સૂચવે છે, હનીનો અર્થ મધ અને ટ્રેપ એટલે જાળ. એક આવી મીઠી જાળ જેમાં ફસનાર વ્યક્તિને અંદાજો પણ નથી હોતો કે તે ક્યાં ફસાય ગયો છે અને કોનો શિકાર બનવાનો છે. સુંદર મહિલા એજન્ટો સૈન્ય ના અધિકારીઓને તેમની સુંદરતાની જાળમાં ફસાવે છે અને તેમની પાસેથી મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી લે છે.

પાકિસ્તાની ખુફિયા (ગુપ્ત) એજન્સી ISI પણ ઘણીવાર ભારતીય સૈન્ય, વાયુસેના અને નૌકાદળ સાથે સંકળાયેલા લોકોને પણ હનીટ્રેપમાં ફસાવવાની પ્રયાસ કરતી રહે છે. તાજેતરના એક કેસમાં, એરફોર્સના અરૂણ મારવાહને હનીટ્રેપમાં ફસાવી દેવામાં આવ્યો હતો અને તેમની પાસેથી ઘણી બધીજાણકારી પ્રાપ્ત કરી લેવામાં આવી હતી.

સામાન્ય રીતે આવી જાણકારીનો ઉપયોગ આતંકવાદી હુમલામાં કરવામાં આવે છે. દુશ્મન આવી માહિતીનો ઉપયોગ ક્યાં કરશે તે તેના પર આધાર રાખે છે કે તે માહિતી શું છે અને તે કેટલી ગુપ્ત છે. આજે અમે તમને જણાવીશું કે સોશિયલ મીડિયા પર કેવી રીતે લોકોને ફસાવવામાં આવે છે, લોકોએ કેવી જાગૃતિ દાખવવી જોઇએ, તો ચાલો જાણી લઈએ એના વિશે…

સરકારી ફરજ બજાવતા અધિકારીઓ માટે ફરજ રૂપી રસ્તામાં નડતરરૂપ મોટો પથ્થર રાજકીય નેતાઓ જ હોય છે. આ કડવી વાસ્તવિકતા દર્શાવતો ડો.ચિંતન વૈષ્ણવનો લેખ.

સોશિયલ મીડિયા દ્વારા ફસાવવામાં આવે છે :- અત્યાર સુધીના ટ્રેન્ડ પર નજર કરવામાં આવે તો, એ ખબર પડે છે કે સોશિયલ મીડિયા દ્વારા સેના સાથે સંકળાયેલા લોકોનેફસાવવામાં આવે છે. તે જરૂરી નથી કે જે છોકરી સામે વાત કરી રહી છે, તે ખરેખર એક છોકરી જ હોય. કેટલીકવાર પુરુષ એજન્ટ મહિલા બનીને પણ વાત કરે છે. એના માટે નકલી પ્રોફાઇલ બનાવવામાં આવે છે. તેઓ એટલા વાસ્તવિક લાગે છે કે તેમના પર વિશ્વાસ કરી લેવામાં આવે છે.

સોશિયલ મીડિયાના યુગમાં હનીટ્રેપના ઘણા બધા કિસ્સા વધી રહ્યા છે, કેમકે યુવતીઓ જેને ટાર્ગેટ બનાવે છે, તેવા વ્યક્તિને યુવતીની કોઇ વિગતો કે માહિતી હોતી નથી. એવી છોકરીઓના મોહજાળમાં ફસાઇને વ્યક્તિ યુવતીઓની નજીક જાય છે અને છેવટે બ્લેકમેઇલિંગ પણ શરૂ થાય છે.

વિશ્વાસ પ્જીત્વા માટે નંબરોની આપ-લે :-સેના સાથે સંકળાયેલા લોકોનો વિશ્વાસ જીતવા માટે મોબાઈલ નંબરોની આપ-લે પણ કરવામાં આવે છે અને વોટ્સએપ જેવા ટૂલ્સથી ચેટિંગ પણ કરવામાં આવે છે. આ પ્રકારની ચેટિંગ દરમિયાન, અતરંગ ફોટા, ખૂબ જ અંગત રાજ વગેરે જાણી લેવામાં આવે છે અને તે પછી બ્લેકમેલ કરવામાં એનો ઉપયોગ કરવામાં આવે છે.

ઘણી વાર તેઓ પોતાને બતાવે છે વિદેશી :-ઘણા કેસમાં એવું જોવામાં આવ્યું છે કે છોકરી પોતાને કોઈ યુરોપિયન દેશ અથવા પછી કોઈ અમેરિકાના રહેવાસી તરીકે વર્ણવે છે. ઘણી વાર છોકરી પોતાને અખબાર અથવા મેગેઝિન સાથે સંકળાયેલ હોવાનું બતાવે છે. આવી સ્થિતિમાં, આ લોકો સૈન્ય અધિકારીઓને થોડી ઘણી માહિતી આપવાનાં બદલામાં સારા પૈસા પણ ઓફર કરે છે. પ્રતિષ્ઠાન સ્થાપનોની તસવીરો શેર કરવાનું પણ કહેવામાં આવે છે.

હનીટ્રેપમાં કોઇ પણ વ્યક્તિ જો યુવતીઓની લાલચમાં આવીને એક વખત નાણાં આપે છે ત્યાર પછી તે ફસાતો જાય છે.આમ તો હનીટ્રેપ માટે ખાસ કોઇ કલમ કાનૂનમાં નથી, પરંતુ ઘણા લોકો આબરૂ કે ઈજ્જતજવાના ભયના કારણે ફરિયાદો નોંધાવતા નથી, જેના કારણે ગુનેગારો વધુ ગુના આચરતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

રેશનાલિઝમ સમાજને નાગરિક અને ધર્મ સમાજને ઝનૂની ભક્ત આપે છે – રમેશ સવાણી IPS ના આ લેખ સાથે તમે કેટલા સહમત છો ? [ભાગ-1]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *