ટોઇંગ ક્રેન દીઠ નક્કી કરેલ રકમની ઉઘરાણી માંગતો વાયરલ ઓડીઓની તપાસ માં ACP બી.એન. દવે કોથળા માંથી બિલાડું કાઢ્યું.

નવેમ્બર ૨૦૨૦ મહિનામાં સુરત ટ્રાફિક પોલીસના ટોઇંગ ક્રેનના ડ્રાઈવર ગોપાલ અને કેહવાત પત્રકાર ભાવિક વચ્ચે હપ્તો આપવા માટેની તકરારવાળો ઓડીઓ કલીપ વાયરલ થયેલ હતો. જે અંગે નાયબ પોલીસ કમિશ્નરશ્રી, ટ્રાફિક દ્વારા તપાસનો હુકમ કરવામાં આવેલ હતો. જે અંગે તપાસ બી.એન.દવે, મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી, રીજીયન-૨, ટ્રાફિક શાખા, સુરતને સોપવામાં આવેલ હતી. તારીખ ૨૯.૦૧.૨૦૨૧ ના રોજ તપાસ અધિકારી બી.એન.દવે દ્વારા રજુ કરેલ તપાસ અહેવાલ માં ટોઇંગ ક્રેન સંચાલન માં કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર અંગેની વાત નકારી દેવામાં આવેલ છે.

કેહવાતા પત્રકાર ભાવિક દલાલ અને ક્રેન નંબર -૬ ના મજૂર ગોપાલ ડીગે વચ્ચેની વાતચીતમાં, “અન્ય બધા ક્રેન વાળા મહીને પૈસા આપે છે અને ફક્ત ગોપાલ ને કેમ પેટમાં દુખે છે, પૈસા ઘરમાંથી થોડા આપવાના છે, પૈસા ના આપે તો બધાની હાજરીમાં માર મારા, તમે લોકો માલ કમાતા નથી એવું કઈ નથી તો પૈસા કેમ નથી આપતા, શું દર મહીને શેઠને કેવું પડશે પૈસા આપો એમ ?” આ પ્રકારે હપ્તા ઉધરાવવાની વાતો ૨:૩૪ મિનીટના ઓડીઓમાં સ્પષ્ટ સંભળાય છે.

તપાસ અધિકારી બી.એન.દવે દ્વારા રજુ કરેલ તપાસ અહેવાલ માં ટોઇંગ ક્રેનના અમુક મજૂરોને ભાવિક દલાલ દ્વારા અલગ અલગ ભાવના મોબાઈલ હપ્તામાં અપાવવામાં આવેલ હતા. લોકડાઉન ના હિસાબે ડ્રાઈવરો અને મજૂરો હપ્તા આપતા નોહતા જે કારણે ભાવિક અને ગોપાલ વચ્ચે ગુસ્સામાં ફોન પર વાત થયેલ છે.

જયારે ૨:૩૪ મિનીટ વાળા ઓડીઓમાં કસસે પણ મોબાઈલ ના હપ્તા અંગે કોઈ વાતચીત થયેલ નથી. “બધા ક્રેન વાળા મહીને પૈસા આપે છે અને ફક્ત ગોપાલ ને કેમ પેટમાં દુખે છે, પૈસા ઘરમાંથી થોડા આપવાના છે, પૈસા ના આપે તો બધાની હાજરીમાં મારા, તમે લોકો માલ કમાતા નથી એવું કશું નથી, તો પૈસા કેમ નથી આપતા, દર મહીને શેઠને કેવું પડશે પૈસા આપો એમ ?” આવી વાતચીત સંભાળીને આ કોઈ મોબાઈલ ના હપ્તા ઉધરાવવાની વાત નથી પણ આ જરૂર ટોઇંગ ક્રેન દ્વારા ઉઠાવી લાવેલ વાહનોને રસીદ આપ્યા વગર ભ્રષ્ટાચારથી લેવામાં આવેલ રકમમાંથી ભાવિક પોતાનો ભાગ માંગે છે એવું ચોકકસ ખબર પડે છે. છતાં તપાસ અધિકારી દ્વારા ખોટી કહાની બનાવીને તમામને બચાવી લેવામાં આવ્યા છે.

માહિતી અધિકાર અધિનિયમ દ્વારા મળેલ માહિતી જાહેર કરીને અરજદાર અને જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા કેહવામાં આવ્યું છે કે “નિષ્પક્ષ તપાસ કરવાના બદલે ઓડીઓની વાતચીતને મળતી નહી એવી કહાની ઉભી કરી ભાવિક નામના તોડબાજ એવા કેહવાતા પત્રકાર અને અગ્રવાલ અજેન્સીના અન્ય મજૂરોને બચાવવા માટેનો પ્રયત્ન કરનાર તપાસ અધિકારીનો પણ આ ભ્રષ્ટાચારમાં ભાગ હોય શકે છે.” આ અંગે ACB અને DGP માં ફરી ફરિયાદ કરવામાં આવશે. ટોઇંગ ક્રેન સંચાલન માં નીચે થી ઉપર સુધી ભ્રષ્ટાચાર થાય છે. એટલે સત્યના માર્ગે તપાસ અને કોઈ ઠોસ કદમ ઉઠાવવાનું અધિકારીઓ ટાળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *