શું મકાન વર્ષો સુધી ભાડે આપવાથી કબ્જો ગુમાવવો પડે છે ? માલિક અને ભાડુઆત કેસ પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય.

મકાન માલિક અને ભાડુઆત કેસ પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય. જરૂર વાંચજો આ લેખ.

મકાનમાલિક અને ભાડૂઆતોના ઝઘડાઓ કોઈ પણ જગ્યા પર સામાન્ય વાત છે. વિવાદ વધતો જાય છે ત્યારે આ મામલો કોર્ટમાં પણ જાય છે અને નિર્ણય પણ આવે છે. પરંતુ સુપ્રીમ કોર્ટ સમક્ષ એક કેસ આવ્યો જેને કોર્ટે ‘ક્લાસિક’ કેસ કહ્યો છે. ન્યાયિક પ્રક્રિયાનો ખોટો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેના આધાર પર સુપ્રીમ કોર્ટે તેને ‘ક્લાસિક કેસ’ ની સંજ્ઞા આપી છે.

ભાડૂઆત ભરે દંડ અને 11 વર્ષનું ભાડુ પણ :- સુપ્રીમ કોર્ટે એક મકાન માલિક અને ભાડુઆત વચ્ચે થતા વિવાદોના ઉકેલ માટે ભાડુઆત વિરુદ્ધ એક મહત્વનો ચુકાદો આપ્યો છે. જેણે મકાન માલિકને તેની મિલકતથી ત્રણ દાયકા સુધી દૂર રાખ્યો હતો. કોર્ટે ભાડૂઆત પર ૧ લાખ રૂપિયાનો દંડ વસૂલવા ની સાથે સાથે અદાલતે બજારના રેટ પર ૧૧ વર્ષનું ભાડુ પણ આપવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદા બાદ હવે ભાડુઆતો અને મકાન માલિકોએ કોર્ટના ધક્કા નહીં ખાવા પડે.
મકાન માલિક અને ભાડુઆતનો ક્લાસિક ચુકાદો.. :- મકાન માલિક અને ભાડૂઆતનો ક્લાસિક કેસ ન્યાયાધીશ કિશન કૌલ અને બેંચના આર સુભાષ રેડ્ડીએ ક્લાસિક મામલામાં જણાવ્યું હતું કે કોઈના હકને લૂંટવા માટે કોઈ કેવી રીતે ન્યાયિક પ્રક્રિયાનો ખોટો ઉપયોગ કરી શકે છે. આ કેસ આનું ઉત્તમ ઉદાહરણ છે. આ મામલો પશ્ચિમ બંગાળના અલીપુરમાં આવેલી એક દુકાન સાથે સંબંધિત છે. સુપ્રીમ કોર્ટની બેંચે આદેશ આપ્યો હતો કે કોર્ટના આદેશના ૧૫ દિવસની અંદર મકાન માલિકને સોંપવામાં આવે.

બજાર રેટ પર આજ સુધી ભાડુ પણ ચૂકવવું પડશે :- કોર્ટે ભાડૂઆતને આદેશ આપ્યો કે માર્ચ ૨૦૧૦ થી અત્યાર સુધી ત્રણ મહિનાની અંદર બજાર રેટ પર જે પણ ભાડુ બને છે, તે મકાન માલિકને ચુકવવું. એ સિવાય અદાલતી કાર્યવાહીમાં સુપ્રીમ કોર્ટે ભાડૂઆતને ન્યાયિક સમય બગાડવા અને મકાનમાલિકની કાર્યવાહીમાં ખેંચીને લેવા બદલ એક લાખ રૂપિયા દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટનું એવું કહેવુ છે કે આર્બિટ્રલ ટ્રિબ્યૂનલ પાસે ટ્રાન્સફર ઑફ પ્રોપર્ટી એક્ટ, ૧૮૮૨ હેઠળ આવતા વિવાદોનો ચુકાદો આપવાનો અધિકાર છે. જો કે સ્ટેટ રેંટ કંટ્રોલ લૉઝ હેઠળ થતા વિવાદોને આર્બિટ્રેશનમાં ન મોકલી શકાય અને તેનો ચુકાદો કાયદા અંતર્ગત કોર્ટ દ્વારા જ કરવામાં આવશે.

રેશનાલિઝમ સમાજને નાગરિક અને ધર્મ સમાજને ઝનૂની ભક્ત આપે છે. રમેશ સવાણી IPS ના આ લેખ સાથે તમે કેટલા સહમત છો ? [ભાગ-1, 2 અને 3]

શું હતો આખો મામલો :- ખરેખર આ મામલો ૧૯૬૭ નો છે, જ્યારે લબન્યા પ્રવા દત્તાએ અલીપુરમાં તેની દુકાન ૨૧ વર્ષ માટે ભાડે આપી હતી. ભાડાની લીઝ સમાપ્ત થયા પછી, ૧૯૮૮ માં મકાન માલિકે ભાડૂઆતને દુકાન ખાલી કરવા માટે કહ્યું. પરંતુ આ બન્યું નહીં. ત્યારે ૧૯૯૩ માં સિવિલ કોર્ટમાં ભાડૂઆતને હાંકી કાઢવા માટે કેસ દાખલ થયો હતો, જેનો નિર્ણય ૨૦૦૫ માં મકાન માલિકની તરફેણમાં આવ્યો હતો.

આ પછી, ૨૦૦૯ માં કેસ ફરીથી દાખલ કરવામાં આવ્યો હતો અને ૧૨ વર્ષ સુધી કેસ ખેંચાયો હતો. આ કેસ દેવાશીષ સિંહા નામના વ્યક્તિએ દાખલ કર્યો હતો, જે ભાડૂઆતનો ભત્રીજો હતો. દેવાશિષે દાવો કર્યો હતો કે તે ભાડૂઆતનો બિજનેસમાં ભાગીદાર પણ છે. પરંતુ કોર્ટે દેવાશિષની અરજી નામંજૂર કરી દીધી હતી અને એને માર્ચ ૨૦૨૦ થી માર્કેટ રેટ પર તેને ભાડુ ચૂકવવા માટે પણ કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો એટલા માટે મહત્વનો હોય છે, કારણ કે સરકાર આખા દેશમાં ભાડાના મકાન પર જોર આપી રહી છે અને ભાડુઆતો માટે ઘણા નિયમો સરળ બનાવી રહી છે. મકાન માલિક અને ભાડુઆતો વચ્ચે થતા વિવાદને મધ્યસ્થતા દ્વારા પ્રશ્ન ઉકેલવા માટે તેમની વચ્ચે બનાવવામાં આવેલા એગ્રીમેન્ટમાં તેના ક્લૉઝ હોય તે જરૂરી છે. એટલા માટે ભાડુઆત અને મકાન માલિકો વચ્ચેના ઢગલાબંધ કેસ કોર્ટ સુધી પહોચી ન શકે.

ફાધર સ્ટેન સ્વામી સરકારને આંખના કણાની માફક શામાટે ખટકતા હતા? રમેશ સવાણી IPS ના લેખ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *