ટોઇંગ ક્રેન ભ્રષ્ટાચાર મામલે નિયમાનુસાર તપાસ નહી કરનાર અધિક પોલીસ કમિશ્નર સામે FIR નોંધો – ફરિયાદી સંજય ઇઝાવા.

તા.૧૯.૧૦.૨૦૨૦ના રોજ સુરત શહેર કમિશ્નરશ્રી ને અરજી નં:CPSUR/૨૧૧૦૨૦/૦૦૧૭ થી “લોકડાઉન અને ત્યાર પછીના દિવસોમાં ટોઈંગ કેન બંધ હોવા છતા સત્તાનો દુર-ઉપયોગ કરીને લાખોના પેમેન્ટની ચૂકવણી કરવા બદલની કાર્યવાહી કરવા બાબત”ની ફરીયાદ અરજદારશ્રી સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવેલ હતી.

પ્રથમ ફરિયાદ પછી તારીખ ૧૯.૧૨.૨૦૨૦ ના રોજ ફરીથી આ અંગે વિગતવાર મુદા અને પુરાવા સાથે ફરીયાદ મે.પોલીસ મહાનિર્દેશકશ્રી, ગુજરાત રાજય, મે.અધિક મુખ્ય સચિવશ્રી, ગુજરાત રાજય અને મે.પોલીસ કમિશ્નરશ્રી, સુરત શહેરને કરેલ છે.

સદર અરજીની તપાસ તથા આગળની કાર્યવાહી જાણવા માટે અરજદારે તા:૨૩.૧૧.૨૦૨૦ના રોજ તથા તા:૩૧/૧૨/૨૦૨૦ના રોજ આર.ટી.આઇ. એકટ ૨૦૦૫ મુજબ જાહેર માહીતી અધીકારી, પોલીસ કમીશ્નરશ્રી, સુરત શહેરનાઓને અરજી કરેલ અને એ અરજીના જવાબ રૂપે તા:૦૮/૧૨/૨૦૨૧ તથા તા:૨૯/૦૧/૨૦૨૧ના રોજ તપાસ અધિકારી શરદ સિંઘલ. આઈ.પી.એસ. અધિક પોલીસ કમિશ્નરશ્રી, ટ્રાફીક અને ક્રાઈમ, સુરત શહેરનાઓ જવાબ આપેલ જે મુજબ “નીર્ણય પ્રક્રિયા પૂર્ણ કરેલ ન હોય ત્યારે માહિતી આપવાથી નિર્ણય ઉપર અસર થવાની શકયતા રહેલી હોય તો માહિતી આપી શકાય નહી”

તપાસ અધિકારી શરદ સિંઘલ. આઈ.પી.એસ. અધિક પોલીસ કમિશ્નરશ્રી, ટ્રાફીક અને ક્રાઈમ, સુરત શહેરનાએ અરજદારને અરજદારની અરજીનો સંતોષ કારક જવાબ નહી આપતા અરજદારે સદર અધુરી માહીતીની વિરુધ્ધમાં માહીતી અધીકાર અધિનિયમ 2005 ની કલમ ૧૯(૧) મુજબ પ્રથમ અપીલ તા: ૦૪/૦૨/૨૦૨૧ના રોજ દાખલ કરેલી. જે અપીલના અનુસંધાને અરજદારને તા: ૦૩/૦૩/૨૦૨૧ના રોજ પ્રથમ અપીલ અધિકારી અને મે.પોલીસ કમિશ્નરશ્રી, સુરત શહેરનાઓ દ્વારા સાંભળવામાં આવેલ. અને પ્રથમ અપીલ અધિકારી દ્વારા સામાવાળા:- શરદ સિંઘલ. આઈ.પી.એસ. અધિક પોલીસ કમિશ્નરશ્રી, ટ્રાફીક અને ક્રાઈમ, સુરત શહેરનાઓને તા:૩૧/૧૨/૨૦૨૦ની RTI અરજીમા માંગ્યા મુજબતી તપાસની ઉપલબ્ધ માહીતી પુરી પાડયા અને બાકીની તપાસ ઝડપથી પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું. અને પ્રથમ અપીલ અધિકારી દ્વારા અપીલનો નીકાલ કરવામાં આવેલ.

અરજદાર ધ્વારા જે મુદાની માહિતી માંગવામાં આવેલ છે, ફરીયાદ તા:-૨૦/૧૦/૨૦૨૦ના રોજ મેં, પોલીસ કમિશ્નરશ્રીમાં રજૂ કરવામાં આવેલ છે. ફરીયાદની તારીખ પછી આજદિન સુધી અંદાજે ૨૬૦ દિવસથી પણ વધારે દિવસ વીતી ચુકેલ હોવા છતા તપાસ અઘીકારી તરફથી તપાસ પુર્ણ થયેલ નથી. તારીખ ૧૪.૦૬.૨૦૨૧ ના રોજના તપાસ અધિકારી શરદ સિંઘલ. આઈ.પી.એસ. અધિક પોલીસ કમિશ્નરશ્રી, ટ્રાફીક અને ક્રાઈમ, સુરત શહેરનાઓના પત્ર નંબર -૬૭૩ માં દર્શાવેલ મુજબ “ હાલમાં અરજીની તપાસ ચાલુ હોય અને નિર્ણય પ્રક્રિયા પૂર્ણ થયેલ ના હોય તો માહિતી આપવાથી નિર્ણય ઉપર અસર થવાની શક્યતા હોય જેથી માહિતી આપી શકાઈ નહી”

નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા લલીતા કુમારી વિરુધ્ધ યુ.પી. સરકાર સામેના ચુકાદા મુજબ અને ગૃહ મંત્રાલય ગુજરાત ધ્વારા આપવામાં આવેલ સુચના મુજબ પ્રાથમીક આદેશની જરૂર ના હોય છતા પણ આજદીન સુધી તપાસ પૂર્ણ કરી નથી અને પોતાની ફરજમાં બેદરકારી દાખવેલ છે.

નામ. સુપ્રિમ કોર્ટના લલીતા કમારી વિરૂધ્ધ ઉત્તરપ્રદેશ સરકારના કિસ્સામાં નામ. સુપ્રિમકોર્ટે માર્ગદર્શિકા સુચવતો ચુકાદો તથા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા: ૧૬/૧૨/૨૦૧૩ના પત્ર ક્રમાંક:જી-૧(ક્રાઈમ)/ટે-૧/યાદી /૩૫૦૫/૨૦૧૩ને ધ્યાને લેતા ગુજરાત સરકાર ગૃહ વિભાગ તરફથી પરીપત્ર ક્રમાંક:વસફ/૧૦૨૦૧૫/૭૨૧૦/એસ તા:૦૬/૦૨/૨૦૧૬ના પરીપત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે, “ભ્રષ્ટાચાર સબંધિત કેસો કે જેમાં ઘટના બન્યાના લાંબા સમય બાદ એફ.આઈ.આર.ની નોંધણી ફરીયાદી તરફથી કરાવવામાં આવે તેવા સંજોગોમાં તથા અન્ય જરૂર જણાય તેવા કેસોમાં એફ.આઈ.આર.ની નોંધણી પૂર્વે કોગ્નીઝેબલ ગુનો બને છે કે કેમ, તે અંગેની જરૂર જણાયે યોગ્ય પ્રાથમીક તપાસ કરી શકાશે અને ત્યારબાદ પ્રાથમીક તપાસ વધુમાં વધુ એક સપ્તાહમાં પૂર્ણ કરી યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે.”

અરજદાર સંજય ઇઝાવાની ફરીયાદ અરજી અને અરજી બાબતે કરેલી આર.ટી.આઇ.ની અરજી અને આર.ટી.આઈ.ની અરજીના જવાબો પરથી સ્પષ્ટપણે ફલીત થાય છે કે તપાસ અધિકારી શરદ સિંઘલ આઈ.પી.એસ. અધિક પોલીસ કમિશ્નરશ્રી, ટ્રાફીક અને ક્રાઈમ, સુરત શહેરનાઓને સોપવામાં આવેલ તપાસ એક સપ્તાહમાં પૂર્ણ કરવાની હોય છે ,પરંતુ સામાવાળાએ સદર તપાસ આજદીન સુધી પર્ણ કરેલ નથી અને તપાસ પૂર્ણ કરી ગુનો રજી. કરી એફ.આઈ.આર. નોંધેલ નથી. આવું કુત્ય કરીને સામાવાળા નામ. સુપ્રિમકોર્ટના હુકમનું તથા ગુજરાત સરકાર ગૃહ વિભાગ તરફથી રજુ પરીપત્રના હુકમનું ઉલ્લંઘન કરેલ છે. અને પોતાની ફરજમાં ઘોર બેદરકારી દાખવેલ છે જેથી કરીને તપાસ અધિકારી શરદ સિંઘલ. આઈ.પી.એસ. અધિક પોલીસ કમિશ્નરશ્રી, ટ્રાફીક અને ક્રાઈમ, સુરત શહેરનાઓને આઇ.પી.સી.: કલમ- ૧૬૬/એ મુજબનું કૃત્ય કરેલ હોય, જેથી કરીને તપાસ અધિકારી વિરૂધ્ધમાં એફ.આઈ.આર નોંધીને કાયદેસરની તપાસની હુકમ કરવા માંગણી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *