૫ એવા રૂમ છોડ, વાતાવરણમાં ઓક્સિજનો વધારો કરે છે તેમજ સાથે સાથે હવામાં રહેલાં ઝેરને વાયુને શોષી લે છે.

૫ એવા રૂમ છોડ, જે નાસા (NASA) દ્વારા જણાવેલા છે જાણો તેના વિશે, કારણ કે આ છોડ વાતાવરણમાં ઓક્સિજનો વધારો કરે છે તેમજ સાથે સાથે હવામાં રહેલાં ઝેરને વાયુને શોષી લે છે.

તંદુરસ્ત રહેવું એ સૌથી જરૂરી છે આ કોરોનાનાં સમયગાળામાં. જેથી કોઇને પણ કોરોનાવાઈરસથી સંક્રમીત થાય તો પણ તેમનું શરીર કોરોના સામે રક્ષણ મેળવી શકે છે. પરંતુ આ માટે તેના ફેફસાં મજબૂત હોવા ખુબ જરૂરી છે, તેમજ સાથે સાથે ભરપૂર ઓક્સિજનવાળી સ્વસ્છ હવા પણ ખુબ જરૂરી છે.

તો આવો જાણીએ એવા ૫ રૂમ છોડ વિશે, જે ફક્ત હવામાં ઓક્સિજન જ નહી વધારતા પરંતુ ફોર્મેલ્ડિહાઈડ (formaldehyde), ટોલ્યુએન (toluene) ઝાયલિન (xylene), બેન્ઝિન (benzene) તેમજ ટ્રાઇક્લોરેથિલિન (trichloroethylene) જેવા નુકશાનકારક વાયુને પણ પોતાની અંદર શોષી લે છે.

નાસા (NASA) કે જે યુ.એસ. ની સ્પેસ એજન્સી છે, જેમણે ઘણા પ્રયોગો કર્યા પછી આ પ્લાન્ટના વિશેષ ગુણધર્મો શોધી કાઢ્યા છે.
ચાલો તો જાણીએ ક્યા છે આ છોડ અને તેમની શું વિશેષતાઓ છે.

૧. એરેકા પામ (Areca Palm):- 

 • એરેકા પામ (areca palm) પણ બીજા પ્લાન્ટની જેમ હવામાં રહેલ કાર્બનડાયોક્સાઇડ લઈને વાતાવરણમાં ઓક્સિજન આપે છે. એરેકા પામ (areca palm) તેની આસપાસની હવામાં રહેલ ઝાયલિન (xylene), ટોલ્યુએન (toluene) તેમજ ફોર્મેલ્ડિહાઈડ (formaldehyde) ને પોતાની અંદર સમાવી લે છે.
 • કઇ રીતે સંભાળ રાખવીઃ હળવા પ્રકાશ અને એકદમ ઓછા પાણીમાં પણ એરેકા પામ (areca palm) ઉગી જાય છે. કોઇ પણ વ્યક્તિએ પોતાના ખભાની ઉંચાઈ સુધી ચાર છોડ ઘરમાં રાખવા.
 • આ છોડ રાખવાની જગ્યાઃ મુખ્ય ઓરડામાં

૨. સ્નેક પ્લાન્ટ (Snake plant or Mother-in-law’s tongue):-

 • આ છોડને ‘સાસ કી જુબાન’ પણ સામાન્ય લોકોની વચ્ચે કહેવામાં આવે છે. રાત્રે ઓક્સિજન બનાવવા માટે આ છોડ ખુબ જાણીતો છે. એક વ્યક્તિ માટે એક રૂમમાં એક રૂમમાં યોગ્ય માનવામાં આવે છે.
 • કઇ રીતે સંભાળ રાખવીઃ બારીમાંથી આવતા સૂર્ય પ્રકાશમાં સ્નેક પ્લાન્ટ સારી રીતે ઉગે છે. આ પ્લાન્ટને વિકમાં માત્ર એક વાર જ પાણી આપવાની જરૂર પડે છે.
 • આ છોડ રાખવાની જગ્યાઃ બેડરૂમમાં રાખી શકાય છે.

૩. મની પ્લાન્ટ (Money Plant):-

 • મની પ્લાન્ટ એકદમ ઓછા પ્રકાશમાં સરળતાથી અને ઝડપથી ઉગે છે. મની પ્લાન્ટના આ પ્રકારના ગુણધર્મો હોવા છતાં નાના બાળકો તેમજ પાલતું પ્રાણીઓ માટે ઝેરી માનવામાં આવે છે. મની પ્લાન્ટ પાંદડા ખાવાથી બાળકોને ઝાડા ઉલ્ટી, મોંઢામાં ચાંદા પડી જવા જેવા રોગ થાય છે. એક વ્યક્તિ માટે ૧૮ ઈંચનો મની પ્લાન્ટનો છોડ ઘરમાં યોગ્ય માનવામાં આવે છે.
 • કઇ રીતે સંભાળ રાખવીઃ સીધા સૂર્ય પ્રકાશની જરૂર મની પ્લાન્ટને નથી હોતી. આ પ્લાન્ટને વિકમાં ફક્ત એક વાર પાણીની જરૂર પડે છે.
 • આ છોડ રાખવાની જગ્યાઃ કોઈપણ રૂમમાં રાખી શકાય છે આ છોડને, પરંતુ બાળકો અને પાલતું પ્રાણીઓ પહોંચી ના શકે એ વાતનું ખાસ ધ્યાન રાખવું.

૪. સ્પાઇડર પ્લાન્ટ (Spider Plant):-

 • રિબન પ્લાન્ટના નામથી પણ સ્પાઈડર પ્લાન્ટને ઓળખવામાં આવે છે. આ પ્લાન્ટની ઉંચાઈ અંદાજે ૬૦ સેન્ટિમીટર અથવા બે ફૂટ જેટલી હોય શકે છે. ૨ ડિગ્રી સેલ્સિયસ સુધીની ઠંડક પણ આ છોડ સહન કરી લે છે. આ પ્લાન્ટના પાંદડા નોન ટોક્સિસ હોય છે નાના બાળકો માટે અને પાલતું પ્રાણીઓ માટે એટલે કે આ પાનથી તેઓને કોઈ જ પ્રકારનું નુકસાન થતું નથી. ​​​​​​​
 • કઇ રીતે સંભાળ રાખવીઃ વિકમાં માત્ર એક વાર જ સ્પાઈડર પ્લાન્ટને પાણી આપવાની જરૂર પડે છે. આ છોડને પાણી નાખતા પહેલા માટી ભેજવાળી છે કે નહીં તે જાણી લેવું ખુબ જરૂરી છે, જો માટી ભેજવાળી હોય તો પાણી એક-બે દિવસ પછી આપો.
 • આ છોડ રાખવાની જગ્યાઃ આ છોડ બેડરૂમ અથવા લિવિંગ રૂમમાં રાખી શકાય છે.

૫. એલોવેરા (Aloe Vera):-

 • એલોવેરા એ કોઇ પણ ધરના રસોડાની બારી અથવા કિચન ગાર્ડનનો સૌથી ઉપયોગી છોડ છે. તેમજ આ છોડના પાંદડા આસપાસની હવા માંથી ફ્લોર વાર્નિશ, વાર્નિશ તેમજ ડિટર્જન્ટમાં જોવા મળતા ફોર્માલ્ડિહાઇડ, ટોક્સિન અને બેન્ઝિને પોતાની અંદર શોષી લે છે. ​​​​​​​
 • કઇ રીતે સંભાળ રાખવીઃ આ છોડ તડકામાં સારી રીતે ઉગે છે. તેમજ આ છોડને પાણી આપવાની પણ ખુબ ઓછી જરૂર પડે છે.
 • આ છોડ રાખવાની જગ્યાઃ બારીવાળી જ્ગ્યા અથવા તો જ્યાં સુર્ય પ્રકાશ આવતો હોય એવી જગ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *