શું તમે એમ.બી.એ (MBA) કરવા માંગો છો ? તો આ લેખ તમારા માટે છે. જાણો એમબીએ (MBA) વિશે ની પુરી માહીતી.

એમબીએ (MBA) કઈ રીતે કરવું ? જાણો એમબીએ (MBA) વિશે ની પુરી માહીતી.

એમબીએ (MBA) શું છે?:- માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે એમબીએ (MBA). આ કોર્સ ભારત તથા વિદેશમાં સૌથી વધુ પસંદગીનો પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાંનો એક કોર્સ છે. પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ મુખ્યત્વે બે વર્ષનો હોય છે. આ કોર્સમાં સાયન્સ, કોમર્સ, માનવતા વગેરે જેવાના તમામ પ્રવાહોના વિદ્યાર્થીઓ પોતાનું કરિયર બનાવી શકે છે.

સામાન્ય રીતે એક રેગ્યુલર એમબીએ (MBA) અથવા પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (PGDM) બે-વર્ષનો કોર્સ હોય છે. આ કોર્સને ૪ થી ૬ સેમેસ્ટરમાં વિભાજીત કરવામાં આવે છે. પરંતુ, કેટલીક ખાનગી સંસ્થાઓ છે કે, જે એક વર્ષ માટે પણ પીજીડીએમ (PGDM) નો પ્રોગ્રામ આપે છે.

એમબીએ (MBA) નું પૂર્ણ નામ:- માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (Master Of Business Administration)

એમબીએ (MBA) કરવા માટેની યોગ્યતા :- એમબીએ (MBA) માસ્ટરની ડિગ્રી જે વિદ્યાર્થીઓ એ પ્રાપ્ત કરવી હોય, તો તેઓ એ કેટલીક યોગ્યતાઓ પુરી કરવી પડે છે.

 • • ગ્રેજ્યુએશન પછી વિદ્યાર્થીઓ એમબીએ (MBA) કરી શકે છે. પછી ભલે વિદ્યાર્થીએ કોઈપણ વિષયથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હોય, ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછું ૫૦ % માર્કસ સાથે વિદ્યાર્થીએ પાસ કરવું જરૂરી છે. જ્યારે અનામત વર્ગના વિદ્યાર્થીઓ એ ઓછામાં ઓછા ૪૫ % માર્ક્સ સાથે પાસ થવું જરૂરી છે.
 • છેલ્લા વર્ષના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પણ એમબીએ (MBA) માટે અરજી કરવા યોગ્ય છે, જો કે, આ માટે વિદ્યાર્થીએ સંસ્થામાંથી નિર્ધારિત સમયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી પુરી કરવાનો કોઇ પુરાવો આપવો પડશે .

એમબીએ (MBA) કરવા માટેનો સિલેબસ:- બે વર્ષનો રેગ્યુલર એમબીએ (MBA) નો કોર્સ હોય છે. આ કોર્સને ૪ થી ૬ સેમેસ્ટરમાં વિભાજીત કરવામાં આવે છે. એમબીએ (MBA) સિલેબસ સામાન્ય વિષયો માટે નીચે મુજબ છે:

સેમેસ્ટર I એમબીએ (MBA) સિલેબસ:-

 • સંગઠનાત્મક વર્તન (Organizational Behavior)
 • માર્કેટિંગ મેનેજમેન્ટ (Marketing Management)
 • માત્રાત્મક પદ્ધતિઓ (Quantitative Methods)
 • હ્યુમન સંસાધન મેનેજમેન્ટ (Human Resource Management)
 • સંચાલકીય ઇકોનોમિક (Managerial Economics)
 • બિઝનેસ કમ્યુનીકેશન (Business Communication)
 • ફાયનાન્સ હિસાબ (Financial Accounting)
 • ઇન્ફર્મેશન ટેકનોલોજી મેનેજમેન્ટ (Information Technology Management)

સેમેસ્ટર II એમબીએ (MBA) સિલેબસ:-

 • ઓર્ગેનાઇજેશન અસરકારકતા અને ફેરફાર (Organization Effectiveness and Change)
 • મેનેજમેન્ટ અકાઉંટીગ (Management Accounting)
 • મેનેજમેન્ટ સાયન્સ (Management Science)
 • ઓપરેશન મેનેજમેન્ટ (Operation Management)
 • વ્યવસાયનું ઇકોનોમિક પર્યાવરણ (Economic Environment of Business)
 • માર્કેટિંગ રીસર્ચ (Marketing Research)
 • ફાયનાન્સિલ મેનેજમેન્ટ (Financial Management)
 • મેનેજમેન્ટ ઓફ ઇનોર્મેશન સિસ્ટમ (Management of Information System)

સેમેસ્ટર III એમબીએ (MBA) સિલેબસ:-

 • બિઝનેસ ઇથિક અને કોર્પોરેટ સોસિયલ જવાબદારી (Business Ethics & Corporate Social Responsibility)
 • સ્ટ્રેટેજીક વિશ્લેષણ (Strategic Analysis)
 • કાનૂની બિઝનેસ વાતાવરણ (Legal Environment of Business)
 • ઇલેક્ટિવ કોર્સ (Elective Course)

સેમેસ્ટર IV એમબીએ (MBA) સિલેબસ:-

 • પ્રોજેક્ટ સ્ટડી (Project Study)
 • આંતરરાષ્ટ્રીય બિઝનેસ પર્યાવરણ (International Business Environment)
 • સ્ટ્રેટેજીક મેનેજમેન્ટ (Strategic Management)
 • ઇલેક્ટિવ કોર્સ (Elective Course)

એમબીએ (MBA) કેટલા વર્ષનો કોર્સ છે.:- એમબીએ (MBA) નો કોર્સ ૨ વર્ષનો કોર્સ છે. અને આ કોર્સમાં કુલ ૪ સેમેસ્ટર છે. તેમજ દરેક સેમેસ્ટરનો સમયગાળો ૬ મહિનાનો હોય છે. આ, કોર્સમાં વિદ્યાર્થીને બિઝનેશ ને લગતી માહીતી આપવામાં આવે છે.

 • એક્ઝિક્યુટિવ એમબીએ (MBA) કોર્સ / ઇએમબીએ (EMBA) કોર્સ (Executive MBA Program/ EMBA Program)
 • ફુલ ટાઇમ એક્ઝિક્યુટિવ એમબીએ (MBA) કોર્સ (Full-Time Executive MBA Program)
 • બે વર્ષનો ફુલ ટાઇમ એમબીએ (MBA) કોર્સ (Two Year Full Time MBA Program)
 • પાર્ટ ટાઇમ એમબીએ (MBA) કોર્સ (Part Time MBA)
 • ઇવનિગ (સેકન્ડ સિફટ) એમબીએ (MBA) કોર્સ (Evening (Second Shift) MBA Programs)
 • મોડ્યુલર એમબીએ (MBA) કોર્સ (Modular MBA Program)
 • ડિસ્ટન્સ લર્નિંગ એમબીએ (MBA) કોર્સ (Distance Learning MBA Program)
 • એમબીએ (MBA) ડ્યુઅલ ડિગ્રી કોર્સ (MBA Dual Degree Program)
 • બ્લેન્ડેડ લર્નિંગ કોર્સ (Blended Learning Program)
 • મીની એમબીએ (MBA) કોર્સ (Mini MBA Program)

એમબીએ (MBA) માટેના શ્રેષ્ઠ વિષય:-

એમબીએ (MBA) કરવાવાળા વિદ્યાર્થીઓ બીજા વર્ષમાં તેમની વિશેષતા અનુસાર એમબીએ (MBA) કોર્સની પસંદગી કરી શકે છે.

 • માર્કેટિંગ (Marketing)
 • ફાઇનાન્સ (Finance)
 • હ્યુમન રિસોર્સ ઇન્ટરનેશનલ બિઝનેસ (Human Resource International Business)
 • ઓપરેશન (Operations)
 • સપ્લાય ચેઇન મેનેજમેન્ટ (Supply Chain Management)
 • હેલ્થ કેર મેનેજમેન્ટ (Health Care Management)
 • ઇન્ફોરમેશન ટેકનોલોજી (Information Technology)
 • રુરલ મેનેજમેન્ટ (Rural Management)
 • એગ્રીબિઝનેશ મેનેજમેન્ટ (Agribusiness Management)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *