સુરત જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર અધિકારી એન.સી.ગાવીત ને ગુજરાત માહિતી આયોગ દ્વારા ફટકારવામાં આવેલ દંડ નું કારણ જાણો.

સુરત જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઇન્ચાર્જ ઇન્ડસ્ટ્રીયલ પ્રોમોશન અધિકારી એવા એન.સી.ગાવીતને ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા ₹ ૪૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત અરજદાર સંજય ઇઝાવા દ્વારા તારીખ ૦૧.૦૭.૨૦૨૦ ના રોજ સુરત જીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી MSME ઉત્પાદન સેક્ટરમાં ગુણવત્તા પ્રમાણિત કરવા અંગે ઇન્ડસ્ટ્રીયલ પોલીસી ૨૦૧૫ મુજબ ઉદ્યોગકારોને આપવામાં આવેલ સબસીડી અંગે માહિતી માંગવામાં આવેલ હતી. અરજદાર સંજય ઇઝાવાની રજુવઆત મુજબ જે યોજના અંતર્ગત હજારો લોકો એ સબસીડી માટે અરજી કરેલ હોવા છતાં સબસીડી મેળવનાર ઉદ્યોગપતિઓ બોહું જ ઓછું છે. પણ એની સામે સબસીડીની રકમ મોટાપાયે ખર્ચ થઇ ગઈ એવી માહિતી મળેલ છે.

ઉદ્યોગપતિઓને સબસીડી આપ્યા વગર મોટી રકમનો ઉપયોગ થઇ રહ્યો હોઈ એવું લાગી રહ્યું છે. લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર માંથી થતો હોવાની વાતો સાંભણવા મળે છે. આ અંગે સત્ય હકીકત જાણવા માટે કરવામાં આવેલ અરજીમાં જાહેર માહિતી અધિકારી અને સુરત જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઇન્ચાર્જ ઇન્ડસ્ટ્રીયલ પ્રોમોશન અધિકારી એવા એન.સી.ગાવીત દ્વારા અધિનિયમની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં વિલંબ કરીને માહિતી અરજદારને નહી આપવા માટેનું કાવતરું રચવામાં આવેલ હતું.

માહિતી અધિકાર અધિનિયમ મુજબ ત્રાહિત વ્યક્તિની માહિતી હોય તો સબ સેક્શન- ૧૧ મુજબ દિન ૧૦ ની અંદર ત્રાહિત વ્યક્તિને જાણ કરીને માહિતી આપવા અંગે અભિપ્રાય જાણી લેવું જોઈએ. પણ અહિયાં એક મહિના સુધી જાહેર માહિતી અધિકારી દ્વારા સબ સેક્શન- ૧૧ મુજબની કોઈ કાર્યવાહી નહી કરતા ગુજરાત માહિતી આયોગ દ્વારા અધિનિયમ કલમ -૨૦(૧)ની જોગવાઈઓ મુજબ રૂ. ૪૦૦૦/- નો દંડ કરવામાં આવેલ છે. આયોગના હુકમ મુજબ જાહેર માહિતી અધિકારી અને સુરત જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઇન્ચાર્જ ઇન્ડસ્ટ્રીયલ પ્રોમોશન અધિકારી એવા એન.સી.ગાવીત આ દંડની રકમ પોતાના ભંડોળ માંથી ભરપાઈ કરવાની રહેશે. અથવા એન.સી.ગાવીતના પગારમાંથી કપાત કરીને ભરપાઈ કરવાની રહેશે.

માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ની જોગવાઈઓ મુજબ કામ નહી કરનાર ભ્રષ્ટ અધિકારીઓને આ પ્રકારના દંડ અને કાયદેસરની કાર્યવાહી વધુ થશે તો ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે એ નિશ્ચિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *