કોરોનાના આ સમયગાળામાં જો કોઈનું મૃત્યુ થઈ વસિયત વગર જાય છે, તો પછી સંપત્તિની વહેંચણી ઉત્તરાધિકાર કાયદા હેઠળ કરવામાં આવશે.

કોરોનાના આ સમયગાળામાં જો કોઈનું મૃત્યુ થઈ વસિયત વગર જાય છે, તો પછી સંપત્તિની વહેંચણી ઉત્તરાધિકાર કાયદા હેઠળ કરવામાં આવશે, જાણો શું કહે છે કાયદો.

પુરો પરિવાર સંપત્તિ વહેંચણીને સમયે વસિયત ન હોવાના કારણે કાયદાકીય ઝગડામાં ફસાઈ જતો હોય છે. સંપત્તિની વહેંચણી સમય પર વસિયત ન હોવાથી કાયદાના આધારે કરવામાં આવે છે. સંપત્તિની વહેંચણી વીલ અથવા વસિયત ન હોવાથી ઉત્તરાધિકાર સંબંધિત કાયદા હેઠળ તેના ધર્મના અનુસાર લાગુ કરવામાં આવે છે. આ લેખ દ્વારા અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે, કોનો અધિકાર સંપત્તિ પર રહે છે, જો વસિયત ન હોય તો.

કાયદો શું કહે છે ? :- જીતેન્દ્ર સમાધિયા કે જે પોતે એડવોકેટ છે અને જણાવે છે કે, જે લોકો હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મનું પાલન કરે છે કે આ ધર્મ અનુસરે છે, તો તે લોકો માટે ૧૯૫૬ હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ અને ૨૦૦૫ હિન્દુ ઉત્તરાધિકાર (સંશોધન) અધિનિયમ લાગુ કરવામાં આવેલ છે. હવે જો કોઈ વસિયત વગર હિન્દુ પુરુષનું મૃત્યુ થઈ જાય છે તો સૌથી પહેલો હક તેની સંપત્તિની પર ક્લાસ ૧ ઉત્તરાધિકારીઓનો રહેશે. જો ક્લાસ ૧ ઉત્તરાધિકારીઓ નહી હોય તો સંપત્તિની વહેંચણી ક્લાસ ૨ ઉત્તરાધિકારીઓમાં કરવામાં આવશે.

કલાસ ૧ સંબંધી વારસદાર માટેઃ

ક્લાસ ૧ વારસદારમાં નીચે મુજબના સભ્યોનો સમાવેશ થાય છેઃ-

 • પિતા પુત્ર
 • પિતા પુત્રી
 • પત્ની
 • માતા
 • પહેલા મુત્યુ પામેલા દીકરાના પુત્રો / પુત્રીઓ
 • વિધવા પત્ની (પુત્રની)
 • પહેલા મુત્યુ પામેલા દીકરીના પુત્રો / પુત્રીઓ

સુરત જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર અધિકારી એન.સી.ગાવીત ને ગુજરાત માહિતી આયોગ દ્વારા ફટકારવામાં આવેલ દંડ નું કારણ જાણો.

કલાસ ૨ સંબંધી વારસદાર માટેઃ

ક્લાસ ૨ વારસદારમાં નીચે મુજબના સભ્યોનો સમાવેશ થાય છેઃ-

 • પિતા
 • પુત્ર / દીકરીનો પુત્ર
 • બહેનો પુત્ર
 • પુત્ર / દીકરીની દીકરી
 • બહેનની પુત્રી
 • ભાઇ / બહેન
 • ભાઇની દીકરી
 • ભાઇનો દીકરો

જો કોઈ ઉત્તરાધિકારી ક્લાસ ૧ અને ૨ માં ન હોય તો?:- જો કોઈ ઉત્તરાધિકારી ક્લાસ ૧ અથવા ૨ માં ન હોય તો તેમના કોઇ દૂરના સંબંધી, પરંતુ જેનો લોહીનો સંબંધ મૃતકની સાથે હોવો જરૂરી (બ્લડ રિલેશનશિપ) છે, તો તે લોકોને એ સ સંપત્તિના ઉત્તરાધિકારી બનાવવામાં આવશે. જો તે લોકો પણ ના હોતો તો મૃત્યુ પામેલા લોકોની સંપત્તિ સરકારી સંપત્તિ જાહેર કરી દેવામાં આવશે.

કોણ વારસદાર બનશે જો કોઇ મહિલાનું મૃત્યુ થાય તો?:- વીલ અથવા વસિયત વગર જો કોઇ હિન્દુ મહિલાનું મૃત્યુ થઈ જાય છે, તો સૌથી પહેલા એ મહિલાની સંપત્તિ પર અધિકાર તેના પતિનો, દીકરા અને દીકરીઓનો રહે છે. અથવા તો બીજા પતિના વારસાદો, ત્રીજી પિતાના અથવા માતાના વારસાદો, તેમજ જ ચોથા પિતાના વારસાદરો અને એ પણ ન હોત તો સંપત્તિ પર માતાના ઉત્તરાધિકારી પોતાનો અધિકારની માંગણી કરી શકે છે.

બાળ કલ્યાણ સમિતિના અધિકારો અને સમિતિ દ્વારા કરી શકાય એવી કાર્યવાહીઓ અંગે જાણો.

શું છે આ કાયદો ઇસ્લામમાં?:- વીલ અથવા વસિયત વગર જો કોઈ મુસ્લિમ વ્યક્તિનું નિધન થઈ જાય છે. તો મુસ્લિમ પર્સનલ લૉના આધારે તેના ઉત્તરાધિકારીઓનો નિર્ણય કરવામાં આવશે. તેમજ મુસ્લિમ ધર્મના કયા વર્ગથી સંબંધિત છે તે એ વાત પર આધાર રાખે છે. સાથે સાથે શરિયા કાયદા અનુસાર તે એ વાત પર પણ નિર્ણય છે કે તે કયા વર્ગમાંથી આવે છે જેવા કે બોહરી, શિયા અથવા સુન્ની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *