તક્ષશીલા હોનારત અંગે કેન્દ્ર માનવ અધિકાર આયોગે હાથ ઊંચા કરી દીધા, હવે કાર્યવાહી રાજય માનવ અધિકાર આયોગ દ્વારા કરવામાં આવશે.

કેન્દ્ર માનવ અધિકાર આયોગ સભ્ય શ્રીમતી જયોતિકા કાલરાને તારીખ ૧૬.૦૭.૨૦૨૧ ના રોજ સુરત મુલાકાતે આવેલ હતા. સુરત હ્યુમન રાઈટ્સ એક્ટીવીસ્ટ શ્રી સંજય ઇઝાવા તથા તક્ષશિલા આગ દુર્ઘટના માં મૃત્યુ પામેલ ૨૨ જેટલા ભૂલકાઓના વાલીઓ પૈકી જયસુખ ભાઈ ગજેરા તથા અન્ય વાલીઓ પણ શ્રીમતી જયોતિકા કાલરાને મુલાકાત કરીને તક્ષશિલા અગ્નિકાંડ વિષે તથા ગેરકાયદેસર બાંધકામ કરીને માનવ અધિકરોના ભંગ કરેલ, ભ્રષ્ટાચાર આચારેલ અધિકારીઓ વિષે તથા ફાયર ની સાધન સામગ્રીની અછત અને ૧૦ લાખ થી વધુ વસ્તી ધરાવતા વરાછા વિસ્તારના એકમાત્ર ફાયર સ્ટેશન અંગે માહિતગર કરવામાં આવ્યા છે.

કેન્દ્ર માનવ અધિકાર આયોગ સભ્ય શ્રીમતી જયોતિકા કાલરા હ્યુમન રાઈટ્સ એક્ટીવીસ્ટ શ્રી સંજય ઇઝાવા તથા તક્ષશિલા આગ દુર્ઘટના માં મૃત્યુ પામેલ ભૂલકાના વાલી જયસુખ ભાઈ ગજેરા.

તારીખ ૨૮.૦૫.૨૦૧૯ ના રોજ અરજદાર શ્રી સંજય ઇઝાવા દ્વારા કેન્દ્ર માનવ અધિકાર આયોગમાં કરેલ ફરિયાદના અનુસંધાને કેસ દાખલ કરીંને તપાસ હાથ ધરાવેલ. કેન્દ્ર માનવ અધિકાર આયોગે કમિશ્નર સુરત મહાનગર પાલિકા, પોલીસ કમિશ્નર, સુરત શહેર તથા સુરત જીલ્લા મજીસ્ટ્રેટ પાસેથી તપાસ અહેવાલ રજુ કરવા હુકુમ કર્યો હતો. અંદાજે ૧ વર્ષ અને ૫ મહિના પછી નવેમ્બર ૨૦૨૦ માં કેન્દ્ર માનવ અધિકાર આયોગ દ્વારા કરેલ નિરિક્ષણ મુજબ રાજય સરકારને આ અગ્નિકાંડમાં દોષિત ઠરાવવામાં આવેલ હતા.

સુરત જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર અધિકારી એન.સી.ગાવીત ને ગુજરાત માહિતી આયોગ દ્વારા ફટકારવામાં આવેલ દંડ નું કારણ જાણો.

ડિસેમ્બર ૨૦૨૦ માં કેન્દ્ર માનવ અધિકાર આયોગે કરેલ અંતિમ હુકમ માં કોઈ પણ પ્રકારના શિક્ષાત્મક પગલા અથવા સૂચનાઓ આપ્યા વગર રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ કાર્યવાહી પુરતું છે અને રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા આ કેસ દાખલ કરીને તપાસ ચાલુ કરેલ હોવાથી કેન્દ્ર માનવ અધિકાર આયોગ દ્વારા કઈ કરવાનું રહેતું ના હોય સદર કેસ બંધ કરવામાં આવે છે, એવો જવાબ આપવામાં આવેલ હતો.

આ બાબતોની ચર્ચા સુરત મુલાકાત દરમિયાન કેન્દ્ર માનવ અધિકાર આયોગ સભ્ય શ્રીમતી જયોતિકા કાલરાના જોડે કરતા એમણે પણ આ વાતની પુષ્ટિ આપી હતી કે જ્યાં સુધી રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા નિર્ણય ના લેવામાં આવે ત્યાંસુધી કેન્દ્ર આયોગ પણ કઈ કરી નહીં શકે. મહાનગર પાલિકા અને GEB દ્વારા નાના કર્મચારીને ફસાવી મોટા કર્મચારીઓને બચાવી લીધાની ચર્ચા પણ આ મીટીંગ માં થઇ હતી. હવે જોવાનું એ રહ્યું કે ૨૨ જેટલા ભૂલકાંઓને ન્યાય અપાવવા માટે માનવ અધિકાર આયોગ શું કાર્યવાહી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *