હવેથી મકાનમાલિક બે મહિના કરતા વધારે એડવાન્સ ભાડું નહીં લઈ શકે, જાણો આ માટે કેન્દ્ર સરકારના નવા કાયદા અંગે.

હવેથી ધરના મકાનમાલિક બે મહિના કરતા વધારેનું એડવાન્સ ભાડું લઈ શકે નહીં, આદર્શ ભાડૂત કાયદાને કેન્દ્ર સરકારે પરવાનગી આપી.

• મુખ્ય જોગવાઈ કરવામા આવી: ૨૪ કલાક પહેલાં ભાડૂઆતને આપવી પડશે સમારકામ કરવા માટેની નોટિસ
• ૪ ગણી વસૂલી કરાશે જો ભાડું નહીં ચૂકવે તો

દેશમાં મોડલ ટેનન્સી એક્ટ માટે, એટલે કે આદર્શ ભાડૂત કાયદાને કેન્દ્રીય મંત્રીમંડળે પરવાનગી આપી દીધી છે. ભાડૂઆત તેમજ મકાનમાલિક બંનેનાં હિતોની જોગવાઈ આ કાયદામાં છે. ભાડુઆત સંબંધિત વિવાદનો યોગ્ય સમાધાન કરવા માટે અલગ કોર્ટ કે ઓથોરિટી બનાવવાનો પણ પ્રસ્તાવ પણ કર્યો છે.

મકાનમાલિક ભાડૂઆત પાસેથી નવા કાયદાના પ્રસ્તાવ અનુસાર ૨ મહિનાથી વધારેનું અગાવનુમ ભાડું લઈ શકે નહીં. હવે જો કોઇપણ ભાડુઆત ભાડું આપતા નહીં કે પછી ભાડૂઆત મકાન પણ ખાલી ન કરતા હોય તો એ મામલામાં ૨ થી ૪ ગણું ભાડું મકાનમાલિક વસૂલી કરે શકે છે. સરકારે જણાવ્યા મુજબ, આ કાયદાથી દેશભરમાં વર્તમાન વ્યવસ્થામાં ભાડેથી મકાન આપવાની ધરમૂળથી પરીસ્થિતીમાં ફેરફાર કરવામાં ખુબ મદદ મળી શકે છે. તેમજ આ ભાડાના બિઝનેસ સમય સાથે તેજી જોવા મળશે.

આ કાયદાને પ્રધાનમંત્રી મોદીના વડપણ અંતર્ગતની બેઠકમાં કેબિનેટે એ મંજૂરી આપી હતી. તમેજ હવે આ કાયદાની નોટીસ ભારતના બધા કેન્દ્રશાસિત પ્રદેશોને અને રાજ્યોને મોકલવામાં આવશે. આ મુજબ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમના ભાડૂત કાયદામાં ફેરફાર કે સુધારો કરી શકશે. ૨૦૧૯ માં આ કાયદાનો મુસદ્દો સરકાર દ્વારા પહેલીવાર જારી કરવામાં આવ્યો હતો. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ, ભાડૂઆત અને મકાનમાલિકો વચ્ચે જવાબદારીઓ સ્પષ્ટ કરવાની અને તેમજ બંને વચ્ચે એક કાયમી ભરોસો બની રહે.

ખાનગી લોકો કે કંપનીઓનો હિસ્સો રેન્ટલ હાઉસિંગમાં વધશે:-

  • લાંબા સમયથી બંધ પડેલ મકાન કે સંપત્તી નવા કાયદાના અમલમાં આવ્યા પછી તે બજારનો હિસ્સો બની શકશે. ખાલી પડેલાં મકાન મોટા ભાગના લોકો ભાડે આપવા માટે પ્રેરાશે, કારણ કે એ અંગેના વિવાદ ઉકેલવાની જોગવાઈ આ નવા કાયદામાં કરવામાં આવેલી છે.
  • ખુબ જ મોટી સંખ્યામાં ખાનગી ક્ષેત્રની કંપનીઓ મકાન ભાડે આપવાના બિઝનેસમાં આગળ વધશે, સાથે સાથે મકાનોની અછત દૂર કરવામાં આવશે. મકાન કે સંપત્તી ભાડે આપવાનો અધિકાર આ નવો કાયદો આપશે. ખાનગી લોકો કે કંપનીઓની રેન્ટલ હાઉસિંગમાં ભાગીદારી વધશે.
  • આ કાયદામાં દરેક રાજ્યો બદલાવ કરી શકશે. રેન્ટ કોર્ટ કે રેન્ટ ટ્રિબ્યુનલની રચના ભાડાને લાગતા વિવાદો ઉકેલવા માટે કરવામાં આવી શકશે.

મુખ્ય જોગવાઈ કરવામા આવી: ૨૪ કલાક પહેલાં ભાડૂઆતને આપવી પડશે સમારકામ કરવા માટેની નોટિસ નહિંતર મકાનમાલિક ૪ ગણું ભાડું વસુલી શકશે

  • સરકારે જણાવ્યા અનુસાર, દેશમાં એક સારુ, મજબુત અને સમાવેશી રેન્ટલ હાઉસિંગ માર્કેટ ઊભું કરવાનો આ મોડલ ટેનન્સી એક્ટનો મુખ્ય લક્ષ્ય છે. આ કાયદાથી ખાલી પડેલાં મકાનોને ભાડે આપવા માટે મદદ મળશે અને તેમજ ભાડાના યોગ્ય રહેઠાણનો સ્ટૉક દેશના બધા આવકજૂથ માટે તૈયાર કરવામાં પણ મદદ મળશે. સાથે જ આ નિયમથી જે લોકો ને ધર નહી કે બેઘરો છે તે બાબતનો સરળતાથી હલ કરી શકાશે.
  • એડવાન્સ રકમ કે પછી ડિપોઝિટ એ જ મકાનમાલિક અને ભાડૂઆતો વચ્ચેના વિવાદ પાછળનું સૌથી મોટું કારણ બની રહ્યું છે. એટલા માટે આને લઈને પણ આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. એટલા માટે હવેથી મહત્તમ ૨ મહિનાનું રેસીડન્ટ મકાન માટે અને ૬ મહિના સુધીનું બિનરહેણાક મકાન માટે અગાવ ભાડું લઈ શકાશે. વર્તમાન સમય મુજબ તમામ શહેરોના હિસાબે એ જુદુ જુદુ છે, જેવી રીતે દિલ્હીમાં ૨ થી ૩ ગણું માસિક ભાડું, તો એવી રીતે બેંગ્લુરુમાં અને મુંબઈમાં માસિક ભાડાના ૬ ગણા જેટલા વસૂલવામાં આવી રહ્યા છે.
  • જો મકાનમાલીક પોતાનું મકાન કે સંપત્તિ રિપેરિંગ કે અન્ય કોઇ પણ કામ કરાવવા માગે છે તો મકાન માલીકે આ બાબત પર ૨૪ કલાક પહેલાં ભાડુઆતને નોટિસ આપવાની રહશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *