મા-અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી, જાણો શું છે જાહેરાત.

હવેથી માં કાર્ડ સરકારી હોસ્પિટલ માંથી પણ મેળવી શકાશે, તેમજ દરેક વ્યક્તિને અલગ અલગ કાર્ડ આપવામાં આવશે, આખા પરિવારદીઠ કાર્ડને બદલે.

 • હવે સરકાર દ્વારા મા કાર્ડના લાભાર્થીઓને પરિવારદીઠ તમામ પરીવારના સભ્યોને અલગ અલગ કાર્ડ આપવામાં આપશે.
 • જો પાંચ વ્યક્તિ મા કાર્ડના લાભાર્થીના પરિવારમાં હોય તો એક કાર્ડને બદલે પાંચ જુદા જુદા કાર્ડ આપશે.
 • નવા માં કાર્ડ કાઢવાનું કાર્ય હવેથી સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં તેમજ સરકારી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યુ છે.

‘મા કાર્ડ’ દ્વારા લોકોને કોરોનાકાળમાં સસ્તી સારવાર મળી રહી છે. એ સિવાય આવકના દાખલા કઢાવવાની મુશ્કેલીને તેમજ સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગઈકાલે મા કાર્ડની મુદત માટે રાજ્યના આરોગ્ય વિભાગે આ સમયગાળો લંબાવવાનો નિર્ણય કરીને તેને આગામી ૩૧ મી જુલાઈ સુધી કર્યો છે. ત્યાર પછી હવેથી નવા મા કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા સરકારી હોસ્પિટલોમાં શરૂ કરવામાં આવશે, જેથી આ યોજનાનો લાભ બધા લાભાર્થીઓ મળી શકે.

મા કાર્ડ સરકારી હોસ્પિટલમાંથી કાઢી આપવામાં આવશે:- હવે સરકારી હોસ્પિટલોમાંથી મા/મા વાત્સલ્ય કાર્ડ નાગરિકોને મેળવી શકાશે. “મા” કાર્ડ યોજના, “આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અને “મા વાત્સલ્ય” યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા યોગ્ય માપદંડો ધરાવતા પરિવારોને કુટુંબદીઠ પાંચ લાખ રૂપિયા સુધીનું વાર્ષિક આરોગ્યકવચ કોઇપણ પ્રકારના ચાર્જ કે પૈસા વગર આપવામાં આવે છે. માન્યતા મેળવેલી કોઇપણ ખાનગી કે સરકારી/ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં મા કાર્ડ/મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓ આ યોજના હેઠળ સારવાર મળી શકશે.

પહેલાંની જેમ જૂના કાર્ડ પર પણ સારવાર મળવાનું ચાલુ રહેશે :- આરોગ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાલમાં નવા કાર્ડ બનાવવાનું રાજ્યની સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં તેમજ સરકારી હોસ્પિટલમાં શરૂ કરી દેવામાં આવ્યું છે, તેથી નવા કાર્ડ તમામ લાભાર્થીઓ રાજ્યોની હોસ્પિટલોમાંથી મેળવી શકશે. જ્યાં સુધી લાભાર્થીઓને નવું કાર્ડ મળતું નહી ત્યાં સુધી તે લોકોને પહેલાંની જેમ જ જૂના કાર્ડ પર લાભ મળવાનું ચાલુ રહેશે. તેથી કોઇપણ વ્યક્તિની સારવારમાં કોઇ મુશ્કેલી આવશે નહીં. રાજ્યના દરેક “મા” યોજનાના લાભાર્થીઓએ હવેથી નવું કાર્ડ જેમ બને તેમ વહેલી તકે મેળવી લેવા વિનંતી છે, આથી જરૂરિયાતવાળા લોકોને, વિનામૂલ્ય ૫ લાખ રૂપિયા સુધીની સારવાર મળી શકે.

આ ‘મા’ કાર્ડ અને ‘મા વાત્સલ્ય’ કાર્ડ યોજનાનો કોને મળે લાભ અને તેની યોગ્યતા શું છે?

 • આ યોજનાનો લાભ ગરીબી રેખા (BPL) હેઠળ આવતા કુટુંબોને મુખ્યમંત્રી અમૃતમ્ યોજના હેઠળ મળે છે.
 • ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તમામ લોકોને ‘મા વાત્સલ્ય કાર્ડ’ યોજનામાં લાભ મળી શકે છે.
 • મધ્યમ વર્ગના લોકો કે જેની વાર્ષિક ૪ લાખ રૂપિયા કે તેના કરતા ઓછી આવક ધરાવતા તમામ પરિવારોને તેનો લાભ મળવા યોગ્ય છે.
 • યોગ્ય પત્રકારો.
 • રાજ્ય સરકારમાં વર્ગ- ૩ અને વર્ગ- ૪ ના સીધી ભરતીથી નિમણૂક થયેલા તમામ ફિક્સ પગારના કામદારો.
 • વાર્ષિક ૬ લાખ રૂપિયા કે તેથી ઓછી આવક ધરાવતા સિનિયર સિટિઝનોના કુટુંબોને પણ લાભ મળવા યોગ્ય છે.

મા કાર્ડ બનાવવા માટેના જરૂરી દસ્તાવેજો:-

 • પ્રમાણપત્ર BPL અંગેનું
 • રેશનકાર્ડ (બારકોડ ધરાવતું)
 • રેશનકાર્ડમાં (બારકોડવાળા) સામેલ થતા દરેક વ્યકિતઓ ના આધારકાર્ડ (વધારેમાં વધારે પાંચ).
 • વાર્ષિક આવકનો કુટુંબનો દાખલો.
 • સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા આશા બહેનો કે તેના પરીવારના લોકોનું કેન્દ્રના તબીબી અધિકારીનું પ્રમાણપત્ર
 • માન્યતા પ્રાપ્ત કરેલા પત્રકાર તરીકેનું પ્રમાણપત્ર માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલુ.
 • વર્ગ- ૩ અને વર્ગ- ૪ તરીકેનો નિમણૂકપત્ર ચોક્કસ પગારના રાજ્ય સરકારમાં કર્મચારી તરીકે હોય તે.
 • સંબંધિત વિભાગ/ કચેરીના વડાએ નક્કી કરેલા ફિક્સ પગારના કર્મચારીનું ફોટો સહિતનું પ્રમાણપત્ર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *