ગૂગલ પર આ ૭ વસ્તુઓ ભૂલથી પણ ના કરતા સર્ચ, નહિતર થઈ શકે છે જેલ,જાણો આ વિશે સંપૂર્ણ માહિતી.

લોકો ઘણીવાર કોઈ વસ્તુ વિશેની માહિતી શોધવા માટે ગૂગલ સર્ચનો ઉપયોગ કરે છે. કારણ કે તેઓને લાગે છે કે બધી માહિતી સરળતાથી અહીં મેળવી શકાય છે. પરંતુ, શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જે ગૂગલ પર સર્ચ કરીનેતમને મુશ્કેલીમાં મુકી શકે છે. તો ગૂગલ પર સર્ચ કરતા પહેલા જાણો કે શું સર્ચ કરવું અને શું નહીં. તો ચાલો જાણીએ તે ૭ વસ્તુઓ કઈ છે, જેમને સર્ચ કરતા સમસ્યા સર્જાઈ શકે છે.

૧. બોમ્બ બનાવવાની રીત :- ઘણી વખત લોકો ગૂગલ પર એવી વસ્તૂઓ સર્ચ કરતા હોય છે, જેના સાથે તેમને કોઇ મતલબ હોતો નથી પરંતુ એવું કરવામાં આનંદ આવતો હયો છે. એવી જ શંકાસ્પદ અને શંકા વાળી વસ્તૂઓ સર્ચ ના કરવી જોઇએ. કેમકે, સાયબર સેલની નજર હમેશાં એવા લોકો પર હોય છે જે કંઇક શંકાસ્પદ વસ્તુ સર્ચ કરવાનો પ્રયત્ન કરે છે. એવામાં તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જેમાં તમારે જેલમાં પણ જવું પડી શકે છે.

૨. ઇ-મેલ સર્ચ :- તમે ગૂગલ પર તમારૂ ઈ-મેલ પણ સર્ચ કરતા નહીં. આ તમારી વ્યક્તિગત માહિતી માટે એક મોટું જોખમ ઉભું કરી શકે છે. કારણ કે આમ કરવાથી, તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે અને હેકિંગ દ્વારા પાસવર્ડ લીક ​​થઈ શકે છે. જે તમને કોઈ કૌભાંડમાં ફસાઈ પણ શકે છે.

૩. દવાઓ :- જો તમે ગુગલ પર રોગની સારવાર માટે દવાઓ શોધી રહ્યા છો, તો પછી આ બિલકુલ ન કરો. કારણ કે સર્ચનો ડેટા તૃતીય પક્ષોને સ્થાનાંતરિત કરવામાં આવે છે. જેના પછી તમને તે રોગ અને તેની સારવારથી સંબંધિત જાહેરાત બતાવવામાં આવે છે. આ સિવાય ખોટી દવાઓ લેવી તમારું આરોગ્ય ખરાબ કરી શકે છે.

૪. કસ્ટમર કેર નંબર :- ઘણી વખત કોઈ પણ ઉત્પાદન સંબંધિત સમસ્યાના કિસ્સામાં ગૂગલ સર્ચ દ્વારા કસ્ટમર કેરને કોલ કરવા માટે આપણે નંબર શોધીએ છીએ. સુરક્ષા દૃષ્ટિકોણથી પણ આ જોખમી છે. કારણ કે હેકર્સ ગૂગલ સર્ચમાં નકલી હેલ્પલાઇન નંબર ફ્લોટ કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે તે નંબર પર કોલ કરો છો, ત્યારે તમારો નંબર હેકર્સ સુધી પહોંચે છે. જેના પછી હેકર્સ તમને તમારા નંબર પર ફોન કરી સાયબર ક્રાઇમ કરી શકે છે.

૫. ઓળખ જોવી :- ઘણા લોકો તેમની ઓળખ શોધવા માટે ગૂગલ સર્ચનો ઉપયોગ કરે છે. આમ કરવાથી તમારી વ્યક્તિગત માહિતી લીક થઈ શકે છે. કારણ કે ગુગલ પાસે તમારા સર્ચ ઇતિહાસનો સંપૂર્ણ ડેટાબેસ છે. વારંવાર શોધ કરવાને કારણે તેનું લિક થવાનું જોખમ રહેલું છે.

૬. જાહેરાત :- ગૂગલ પર ક્યારે પણ અસુરક્ષા સાથે જોડાયેલી કોઇપણ જાણકારી સર્ચ કરવી જોઇએ નહીં. જો તમે એવું કરો છો તો તમને તેના સંબધી જાહેરાતો આવવા લાગે છે. જેનાથી તમે જાણી શકો છો કે કોઇ તમને ઇન્ટરનેટ પર ફોલો કરી રહ્યું છે. જો તેમે અસુરક્ષા સાથે જોડાયેલી જાહેરાતો તમને હેરાન કરે છે તો તેને સર્ચ કરવાનું ટાળવું જોઇએ.

૭. પ્રોન સાઇટ ખોલવી :- ઘણા લોકો આનંદ મેળવવા ગૂગલ પર પ્રોન સાઇટ ખોલે છે. પ્રોન જોવાથી એક પ્રકારની લત લાગી જાય છે. જો તમે વારંવાર આવી સાઈટની શોધ કરો છો તો સાઇબર સેલની નજર તમારા પર પડી શકે છે અને પછી જેલ જવું પડી શકે છે.

તેથી, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જણાવો તેમજ આ લેખને શેર કરો.

One thought on “ગૂગલ પર આ ૭ વસ્તુઓ ભૂલથી પણ ના કરતા સર્ચ, નહિતર થઈ શકે છે જેલ,જાણો આ વિશે સંપૂર્ણ માહિતી.

  • July 21, 2021 at 1:02 pm
    Permalink

    ખુબ સરસ માહિતી આપી સંજયભાઈ ખુબ ખુબ આભાર

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *