૭ વર્ષ પછી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નિયમ બદલવામાં આવ્યો. ATM માંથી રૂપિયા ઉપાડવા આવતા વર્ષથી મોંઘાં પડી શકે છે.

મહિનામાં ૫ વખત કરતા વધુ કેશ વિથડ્રોઅલ કરવામાં આવશે તો ૨૧ રૂપિયાનો ચાર્જ લગાવવામાં આવશે.

  • દેશમાં ઓનસાઈટ ATM ની સંખ્યા ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી ૧,૧૫,૬૦૫ હતી.
  • અત્યારની જેમ જ ગ્રાહકોને ફ્રી ટ્રાન્ઝૅક્શન મળતા રહેશે.

જો તમારું કોઇપણ બેંકમાં ખાતું છે તો આ ખાસ જાણકારી તમારા માટે જ છે. ATM ટ્રાન્ઝૅક્શન સાથે જોડાયેલા કેટલાક નિયમોમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બદલાવ કર્યા છે. બેંકોને નાણાંકીય, ગેર-નાણાંકીય ATM ટ્રાન્ઝૅક્શના ચાર્જ વધારવાની RBI એ પરવાનગી આપી છે. આ માહિતી RBI દ્વારા સ્ટેટમેન્ટ જાહેર કરીને આપવામાં આવી છે.

૨૧ રૂપિયાનો કેશ વિથડ્રોઅલ પર ચાર્જ લાગશે, ફ્રી ટ્રાન્ઝૅક્શન થયા પછી :- કેશ વિથડ્રોઅલ પર લાગતા ચાર્જને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ફ્રી ટ્રાન્ઝૅક્શન પછી વધારવા માટે પરવાનગી આપવામાં આવી છે. તમામ બેંક ૨૦ રૂપિયાનો ચાર્જ અત્યાર સુધી લેતી હતી. આ ચાર્જમાં કોઇપણ પ્રકારનો ટેક્સ ઉમેરવામાં આવતો નથી. RBI એ વધુમાં માહીતી આપતા કહ્યું કે, બેંક તેના ખાતેદારો પાસેથી ફ્રી ટ્રાન્ઝૅક્શન પછી તેના ચાર્જમાં ઇન્ટરચેન્જ ફી વધારે હોવાને કારણેવધારો કરી શકશે, તેની ભરપાઈ કરવા માટે. RBI દ્વારા મળતી માહિતી મુજબ, બેંક પોતાના ગ્રાહકો પાસેથી ફ્રી ટ્રાન્ઝૅક્શન પછી હવેથી ૨૧ રૂપિયાનો ચાર્જ લઈ શકશે, જે પહેલા ૨૦ રૂપિયા હતો. આ ચાર્જમાં કોઇપણ પ્રકારનો ટેક્સ ઉમેરવામાં આવતો નથી. ૧ જાન્યુઆરી, ૨૦૨૨ થી આ નિયમ લાગુ પાડવામાં આવશે. ૭ વર્ષ પછી RBI દ્વારા ATM કેશ વિથડ્રોઅલ પર લાગતા ચાર્જમાં વધારો કર્યો છે.

૧૫ થી ૧૭ રૂપિયા ઇન્ટરચેન્જ ચાર્જ કર્યો :- ATM ટ્રાન્ઝૅક્શન સાથે સંકળાયેલા ઇન્ટરચેન્જ ચાર્જમાં પણ વધારો કરવાની RBI દ્વારા પરવાનગી આપવામા આવી છે. ATM ટ્રાન્ઝૅક્શનનો ઇન્ટરચેન્જ ચાર્જ તમામ બેંક વધારી શકશે. આ બદલાવ કર્યા બાદ, ૫ રૂપિયા થી ૬ રૂપિયા ગેર નાણાંકીય ટ્રાન્ઝૅક્શન ચાર્જ અને ૧૫ રૂપિયા થી ૧૭ રૂપિયા નાણાંકીય ચાર્જ થઈ જશે. જો કે, બેંકો પોતાના ગ્રાહકો પાસેથી ઇન્ટરચેન્જ ચાર્જ લેતી નથી. ૯ વર્ષ પછી ઇન્ટરચેન્જ ટ્રાન્ઝૅક્શન સાથે સંકળાયેલા નિયમોમાં બદલાવ થયો છે. ૧ ઓગસ્ટ ૨૦૨૧ થી આ નિયમ માન્ય કરવામાં આવશે.

ફ્રી ટ્રાન્ઝૅક્શન ગ્રાહકોને મળતા રહેશે :- રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ જણાવ્યું કે, ગ્રાહકોને પોતાની બેંકના એટીએમના ૫ ફ્રી ટ્રાન્ઝૅક્શનની સુવિધા નિયમોમાં બદલાવ પછી પણ મળતી રહેશે. આ સિવાય, બીજી બેંકના ટ્રાન્ઝૅક્શનની સગવડ પણ બેંક ગ્રાહકોને મળતી રહેશે. વર્તમાન સમયમાં, બીજી બેંકના એટીએમ માંથી બેંક ગ્રાહકોને ૩ ટ્રાન્ઝૅક્શન મેટ્રો શહેરમાં અને ૫ ટ્રાન્ઝૅક્શન નોન-મેટ્રો શહેર માંથી ઉપાડવા પર ફ્રી સુવિધા મળી રહી છે.

ઇન્ટરચેન્જ ચાર્જ સાથે જોડાયેલા નિયમમાં ૨૦૧૨ માં ફેરફાર થયા હતા :- રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ પહેલાં, ૨૦૧૨ માં એટીએમ ટ્રાન્ઝૅક્શન પરના ઇન્ટરચેન્જ નિયમોમાં બદલાવ કર્યા હતા. ઓગસ્ટ ૨૦૧૪ માં ગ્રાહકોના ATM ટ્રાન્ઝૅક્શન ચાર્જમાં બદલાવ થયો હતો. જૂન ૨૦૧૯ માં ટ્રાન્ઝૅક્શન સાથે સંકળાયેલા ચાર્જમાં બદલાવ કરવા માટે એક કમિટીનું નિર્માણ RBI દ્વારા કરવામાં આવ્યું હતું. હાલ એટીએમ ટ્રાન્ઝૅક્શન ચાર્જમાં વધારો કરવાની આ કમિટીને કારણે જ પરવાનગી મળી છે.

ATMની દેશમાં સંખ્યા :- દેશમાં ઓનસાઈટ ATM ની સંખ્યા ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી ૧,૧૫,૬૦૫ હતી. તેમજ ૯૭,૯૭૦ ઓફ સાઈટ ATM ની સંખ્યા હતી. દેશમાં તમામ બેંકના આશરે ૯૦ કરોડ ATM કાર્ડ ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી ઉપયોગમાં હતા. ભારત દેશમાં પ્રથમ ATM HSBC બેંકે મુંબઈમાં સ્થાપિત કર્યું હતું. ત્યાર પછી દેશમાં ATM ની સંખ્યા ૧૨ વર્ષમાં વધીને ૧૫૦૦ કરતા વધારે થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *