ઑનલાઇન ટુ વ્હીલર ઇન્શ્યોરન્સ ખરીદવાના આ ૭ ફાયદાઓ અંગે તમે જાણો છો ? ઇન્શ્યોરન્સ વિશેની સંપુર્ણ માહીતી એક ક્લીકમાં.

જાણો ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ વિશેની સંપુર્ણ માહીતી.

શું છે બાઇક ઇન્શ્યોરન્સ? :- વીમા આપનાર કંપની અને બાઇકના માલિક વચ્ચેનો બાઇક ઇન્શ્યોરન્સ એક કરાર છે. જેમાં અકસ્માતને કારણે થયેલુ કોઈપણ નુકસાન અથવા તમારી ગાડીને નુકસાન સામે નાણાંકીય કવરેજ વીમા કંપની આપે છે. ૧૯૮૮ મોટર વાહન અધિનિયમ મુજબ, થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ભારતમાં ફરજિયાત કરવામાં આવેલ છે. ભારતમાં રસ્તાઓ પર ટુ વ્હીલર ચલાવતી વખતે બાઇક દ્વારા થતી કોઈપણ અકસ્માતની ઇજાઓથી બાઇક ઇન્શ્યોરન્સ કંપનીઓ સુરક્ષા આપે છે. તમામ પ્રકારના ટુ વ્હીલર્સ બાઇક ઇન્શ્યોરન્સ કવર કરે છે જેમ કે મોપેડ, સ્કૂટી, મોટરસાઇકલ, સ્કૂટરને પણ પ્રોટેક્શન પૂરી પાડે છે.

જાણો હવે, બાઇકનો વીમો કંઇ રીતે ખરીદી શકાય?

ગાડીની વીમા પોલીસી બે રીતે કરી શકાય છે; ઓનલાઇન અને ઓફલાઇન (કોઇ પણ એજેન્ટ દ્વારા)
ઑનલાઇન ટુ વ્હીલર ઇન્શ્યોરન્સ ખરીદવાના ૭ ફાયદા:- 

 • ટુ વ્હીલર પૉલિસી ઝડપી જારી કરવામાં આવે છે: કોઇપણ ઓનલાઇન વેબસાઇટ દ્વારા ટુ વ્હીલર ઇન્શ્યોરન્સ તમે લોકો ખુબ જ ઝડપથી મેળવી શકો છો કારણ કે ઑનલાઇન વેબસાઇટ એક સેકંડ્સમાં ઑનલાઇન પૉલિસી જારી કરી આપે છે
 • કોઈપણ પ્રકારના વધારાના રૂપિયાની ચુકવણી કરવી પડતી નથી: ઓનલાઇન વેબસાઇટ દ્વારા ખરીદવામાં આવતા વીમા પોલીસીમાં તમારે કોઈપણ પ્રકારનો એક્સ્ટ્ર્રા રૂપિય આપવા પડતા નથી.
 • કોઈપણ પ્રકારની અગાઉની ટુ વ્હીલર પૉલિસીની વિગતોની જરૂર પડશે નહી: તમારે તમારી બાઇક અગાઉની વીમા પૉલિસીની વિગતો આપવી નહી પડે, જો ૯૦ દિવસોથી ઓછો સમય હોય તો.
 • કોઈ દસ્તાવેજીકરણ તેમજ નિરીક્ષણની જરૂર નહીં પડે: તમે તમારી પૉલિસી રિન્યુઅલ કોઈપણ પ્રકારના નિરીક્ષણ અને દસ્તાવેજીકરણ વગર કરી શકશો.
 • જે પૉલિસી સમાપ્ત થયેલી છે તેનું રિન્યુઅલ સરળ રીતે થશે: ઓનલાઇન વેબસાઇટના માધ્યમ દ્વારા તમે જે પૉલિસીને સમાપ્ત થયેલી છે, તેનું રિન્યુઅલ સરળતાથી કરી શકશો.
 • ખુબ જ ઝડપી સેટલમેન્ટ: ઓનલાઇન પોલીસીમાં તમારા વાહન માટે દાવો કરતી વખતે તમને ખુબ જ ઝડપી સેટલમેન્ટ મળે છે.
 • ઑનલાઇન સપોર્ટ આપવામાં આવે છે: ઓનલાઇન પોલીસી ખરીદવાથી તમને ફ્રી હેલ્પ લાઇન નંબર દ્વારા સપોર્ટ આપવામાં આવે છે, જેથી કોઇપણ કસ્ટમરને મુશ્કેલી ના આવે.

ઇન્શ્યોરન્સ ક્લેમ સેટલમેન્ટની પ્રોસેસ:-

ઇન્શ્યોરન્સ કૅશલેસ ક્લેમ સેટલમેન્ટની પ્રોસેસ:

 • જે વીમા કંપની પાસેથી તમે પોલીસી ખરીદી છે, તેને અકસ્માત કે દુર્ઘટના વિશે ખબર કરો.
 • એક સર્વેક્ષણ કરવામાં આવશે નુકસાનનો અંદાજ લગાવવા માટે.
 • ફોર્મમાં દાવો ભરો અને તેની સાથે અન્ય તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જમા કરો.
 • રિપેરીંગ માટે વીમા કંપની મંજૂરી આપશે.
 • વીમા કંપનીના નેટવર્ક ગેરેજ પર વાહનનું રીપેરકામ કરવામાં આવશે.
 • વાહન રિપેર થઇ ગ્યા પછી, વીમા કંપની ગેરેજને રિપેર ચાર્જને સીધા આપશે.
 • જો અન્ય કોઇ ખર્ચ જેવા કે બિન-આવરી લેવાયેલા હોય તેની ચુકવણી તમારે કરવી પડશે.

દાવાની પતાવટની ભરપાઈની પ્રક્રિયા (જો કેશલેસ ના હોય તો):

 • વીમા કંપનીને ક્લેમની નોંધણી કરવો.
 • ફોર્મમાં ક્લેમ ભરો અને તેની સાથે અન્ય તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે વીમા કંપનીને જમા કરો.
 • એક સર્વેક્ષણ રિપેર ખર્ચનો અંદાજો લગાવવા માટે કરવામાં આવશે અને તેના મૂલ્યાંકન વિશે તમને જાણ કરવામાં આવશે.
 • વાહનનું રિપેરીગ થયા બાદ, વીમા કંપની અન્ય તપાસ કરે છે.
 • તમારા તમામ બિલ, ભરપાઇની રસીદ તેમજ ‘રિલીઝનો પુરાવો’ વીમા કંપનીને સબમિટ કરાવો.
 • ક્લેમની રકમ, ક્લેમ મંજૂર થયા પછી તમારા બેંકમાં આપવામાં આવશે.

જરૂરી દસ્તાવેજો કે જે તમારા ટૂ વ્હીલરના દાવો કરવા માટે ઉપયોગી છે:-

અહીં દસ્તાવેજોની સૂચિ છે જે તમારે વીમાદાતા સાથે દાવો કરતી વખતે સબમિટ કરવાની જરૂર છે:

 • દાવા ફોર્મ યોગ્ય રીતે હસ્તાક્ષર કરીને.
 • રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અથવા તો RC બુક ની માન્ય કૉપી બે માંથી કોઇપણ એક તમારી બાઇકની.
 • માન્ય કૉપી તમારા ડ્રાઇવિંગ લાઇસન્સની.
 • વીમા પૉલિસીની કૉપી.
 • થર્ડ પાર્ટીની જવાબદારીઓમાં, અકસ્માત અને ચોરીની બાબતમાં પોલીસ FIR.
 • રિલીઝનો પુરાવો.
 • બિલની રસીદની અસલ ચુકવણી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *