કોરોના સામે લડવા રાજય સરકારને રૂ. ૯૨૬૦.૫૦ કરોડ ના ફંડ આપતું કેન્દ્ર સરકાર, ગુજરાત ને રૂ.૩૩૩.૮૫ કરોડ.

કોરોના સામે લડવા રાજય સરકારને રૂ. ૯૨૬૦.૫૦ કરોડ ના ફંડ આપતું કેન્દ્ર સરકાર, ગુજરાત ને રૂ.૩૩૩.૮૫ કરોડ.

કોરોના મહામારીમાં ભારતભરમાં કરોડો લોકો ભોગ બનેલ છે.લાખોની સંખ્યામાં લોકોનું મૃત્યુ પણ થયેલ છે. આ મહામારીનો સામનો કરવા ભારત સરકાર દ્વારા રાજય અને કેન્દ્ર શાસિત પ્રદોશોને વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૧૧૩.૨૧ કરોડ અને વર્ષ ૨૦૨૦-૨૧ માં ૮૧૪૭.૨૯ કરોડ ફાળવવામાં આવેલ છે.

વર્ષ ૨૦૧૯-૨૦ માં સૌથી વધારે કેન્દ્ર સહાય રૂ.૧૩૨.૦૯ કરોડ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવ્યું છે. અને સૌથી ઓછી સહાય ૨૨ લાખ લક્ષદીપ ને મળેલ છે.

અને વર્ષ ૨૦૨૦-૨૧ માં સૌથી વધારે કેન્દ્ર સહાય રૂ.૧૧૮૫.૧૨ કરોડ મહારાષ્ટ્રને આપવામાં આવેલ છે. અને સૌથી ઓછી સહાય ૪૫ લાખ દમણ અને દીવને આપવામાં આવેલ છે.

વર્ષ ૨૦૧૯-૨૦ માં ગુજરાત સરકારને રૂ.૨૯.૬૯ કરોડ અને વર્ષ ૨૦૨૦-૨૧ માં ૩૦૪.૧૬ કરોડ થઈને રૂ. ૩૩૩.૮૫ કરોડની સહાય કેન્દ્ર દ્વારા કોરોના સામે લડવા માટે ફાળવેલ છે.

કેન્દ્ર દ્વારા આ સહાય કોરોના પોસિટીવ કેસની સંખ્યાની આધારે રાજય સરકારને ફાળવવામાં આવેલ છે. RTI એક્ટીવીસ્ટ શ્રી સંજય ઇઝાવા દ્વારા માંગવામાં આવેલ માહિતીના જવાબરૂપે આ આકડા બાહર આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *