કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને જોખમ, આ વસ્તુઓથી મજબૂત કરો એની ઇમ્યુનિટી.

દેશમાં કોરોનાની બીજી લહેરે પ્રથમ લહેર કરતા વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું અને મોટી સંખ્યામાં લોકોને એમની ઝપેટમાં લીધા. હવે બધા વૈજ્ઞાનિક અને આરોગ્ય નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે વધુ જીવલેણ સાબિત થઈ શકે છે. તે તમામ ઉંમરના બાળકોને એની ઝપેટમાં લઇ શકે છે. તે જ સમયે, ઘણા દેશોમાં જ્યાં ત્રીજી કહેર આવી ચુકી છે, ત્યાં ઓછી ઇમ્યુનિટી વાળા બાળકોમાં ચેપનું જોખમ વધારે જોવા મળી રહ્યું છે.

બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ જન્મથી મળી આવે છે. તે બાળકના શરીરમાં અવરોધનું કામ કરે છે, જે સુક્ષ્મજીવાણુઓને શરીરમાં પ્રવેશ કરવાથી અટકાવે છે. આમાં કોર્નિયા, ત્વચા, શ્વસન અને પાચનતંત્ર જેવા ભાગોના મ્યુકોસ મેમ્બ્રેન શામેલ છે.

જ્યારે રોગપ્રતિકારક શક્તિ હાનિકારક જીવાણુઓને શરીરમાં પ્રવેશતા રોકવામાં નિષ્ફળ જાય છે, ત્યારે એક્વાયર્ડ રોગપ્રતિકારક શક્તિ સક્રિય થાય છે અને શરીરને ચેપથી સુરક્ષિત કરે છે. આવી સ્થિતિમાં, બાળકોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી જરૂરી છે જેથી તેમના શરીરને ઇન્ફેકશનના જોખમથી બચાવી શકાય. ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે કુદરતી રીતે બાળકોની ઇમ્યુનિટી કેવી રીતે વધારી શકાય છે.

ફળો અને શાકભાજી :-લાલ, પીળા અને નારંગી રંગના ફળ અને શાકભાજીમાં વિટામિન સી અને કેરોટેનોઇડ્સ હોય છે. શાકભાજી અને ફળોના પીળા, નારંગી અને લાલ રંગ કેરોટિનોઇડ્સને કારણે હોય છે. બાળકનું શરીર આ કેરોટિનોઇડ્સને વિટામિન-એમાં ફેરવે છે, જેનાથી તેમના મ્યુકસ મેમ્બ્રેનને સ્વસ્થ રહે છે. અભ્યાસ મુજબ કેરોટિનોઇડ્સ શરીરમાં રોગપ્રતિકારક કોશિકાઓની સંખ્યાને પણ વધારે છે,

જેનાથી બાળકની ઇમ્યુનિટી વધે છે. બીજી તરફ, વિટામિન સી, ફેગોસાઇટ્સ અને લિમ્ફોસાઇટ્સ નામના સફેદ રક્તકણોના ઉત્પાદનમાં મદદ કરે છે. આ સફેદ રક્તકણો શરીરને ચેપથી બચાવવામાં મદદ કરે છે. બ્રોકલી, કેળ, કેપ્સિકમ, નારંગી, સ્ટ્રોબેરી, દ્રાક્ષ, લીંબુ વગેરે વિટામિન સી થી સમૃદ્ધ વસ્તુઓ ને ડાયટમાં શામેલ કરવાથી બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે.

દહીં :- દહીંને નાસ્તો માનવામાં આવે છે, પરંતુ તેમાં પ્રોબાયોટિક્સ પણ જોવા મળે છે. પ્રોબાયોટીક્સ એ સારા બેક્ટેરિયા હોય છે, જે બાળકની પાચન શક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દહીંમાં સારા બેક્ટેરિયામાં લેક્ટોબેસિલસ એસિડોફિલસ અને બિફિડોબેક્ટેરિયમ બિફિડમ શામેલ છે. એક સ્ટડી પરથી એવું જાણવા મળ્યું છે કે લેક્ટોબેસિલસ એસિડોફિલસ વિવિધ રોગોના કારણે થતાં અતિસારને (દસ્ત) ઘટાડી શકે છે જ્યારે બીફિડોબેક્ટેરિયમ બિફિડમ હાનિકારક બેક્ટેરિયાને રોકવામાં મદદ કરે છે.

મલ્ટિવિટામિન્સ- મલ્ટિવિટામિનને એક તંદુરસ્ત આહારના પૂરકના રૂપમાં માનવામાં આવે છે. ઘણીવાર બાળકો પૂરતા પ્રમાણમાં ફળો અને શાકભાજી લઈ શકતા નથી, જેના કારણે તેમના શરીરમાં પોષક તત્ત્વોનો અભાવ આવી જાય છે. તેથી આ ખોરાક આપીને તમે ખાતરી કરી શકો છો કે તમારા બાળકને તમામ જરૂરી પોષક તત્વો મળી રહ્યા છે. જેથી બાળકની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશે, જે ચેપનું જોખમ ઓછુ કરશે.

ઝીંક :-ઈમ્યુન સિસ્ટમનેસેલ્સના નિર્માણ માટે ઝીંકની જરૂરીયાત હોય છે. આમાં એન્ટિબોડી ઉત્પન્ન કરનારા કોષો શામેલ છે. આ એન્ટિબોડી શરીરમાં કોઈપણ વાયરસ અથવા ફંગલ ઇન્ફેક્શનને નાશ કરવામાં મદદ કરે છે.

ફોલેટ :- ફોલેટને વિટામિન બી -૯ પણ કહેવામાં આવે છે. આ શરીરના કોશિકાઓનાનિર્માણ માટે તે જરૂરી છે. ફોલેટરોગપ્રતિકારક શક્તિ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ફોલેટ એ શરીરના વિભિન્ન કાર્યો કરવા માટે આવશ્યક હોવાનું માનવામાં આવે છે. તે ડીએનએ અને આરએનએના સમારકામમાં મદદ કરે છે, જે એક પ્રકારની જેનેટિક મટિરિયલ છે. ડીએનએ અને આરએનએ જ શરીરની કોશિકાઓને નિયંત્રિત કરે છે. ફોલિક એસિડ એ ફોલેટનું કૃત્રિમ સંસ્કરણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *