શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ મોબાઇલ બેટરી કેવી રીતે બની, કોણે તેની શોધ કરી અને ક્યારથી પહેલો ઉપયોગ થયો, જાણો.

લિથિયમ આયન બેટરી કેવી રીતે અને કોણે બનાવી પ્રથમ બેટરી, જાણો વિસ્તારમાં..

આજે દરેકના હાથમાં એક મોબાઈલ ફોન હોય છે અને આ ફોન તમારા બધા કામને કરવામાં સક્ષમ છે. આજે ફોન એક શાનદાર કેમેરા, શક્તિશાળી પ્રોસેસર, મોટી સ્ક્રીન, વધુ રેમ અને મોટી મેમરીથી સજ્જ છે. જે તમારા બધા કામ પુરા કરવામાં સક્ષમ છે. પરંતુ આ તમામ હાર્ડવેર ફક્ત ત્યાં સુધી કામ કરી શકશે, જ્યાં સુધી ફોનની બેટરી ચાલી રહી હોય. સામાન્ય શબ્દોમાં કહેવામાં આવે તોહાર્ડવેરનું જીવન ફક્ત બેટરીને કારણે આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ મોબાઇલ બેટરી કેવી રીતે બની, કોણે તેની શોધ કરી અને ક્યારથી પહેલો ઉપયોગ થયો. નહિ તોચાલો અમે તમને સંપૂર્ણ માહિતી આપીએ.

બેટરી માંથી પ્રથમ રોશની :- બેટરી નિર્માણનું પહેલું શ્રેય જાય છે ઇટાલિયન ભૌતિકશાસ્ત્રી એલેસેન્ડ્રો વોલ્ટાને. વર્ષ ૧૭૯૨ માંતેમણે પ્રથમ વખત ઇલેક્ટ્રોકેમિકલ સેલને રજૂ કર્યો અને ૧૮૦૦ઇસવીમાં તેમણે પ્રથમ બેટરીનું ઉત્પાદન પણ કર્યું. તે જ વર્ષે તેણે ૫૦ વોલ્ટની બેટરી રજૂ કરી, જેમાં ઇલેક્ટ્રોકેમિકલ સીરીજમાં રજૂ કરવામાં આવ્યું હતું, જેનું નામ પાઇલ આપવામાં આવ્યું હતું. પરંતુ આ બેટરી લાંબા સમય સુધી વીજળી ઉત્પન્ન કરવામાં સક્ષમ ન હતી.

જ્યાં સુધી લિથિયમ બેટરીની વાત કરવામાં આવે તો આઘણા દિવસો પછી ઉપયોગમાં આવ્યો. તેને આધુનિક બેટરી પણ કહેવામાં આવે છે. લિથિયમ બેટરીનો પ્રથમ પ્રયત્ન એમએસ વિટિંઘમ દ્વારા જોવા મળી. વર્ષ ૧૯૭૦ માંતેમણે વીજળી ઉત્પન્ન કરવા માટે ટાઇટેનિયમ સલ્ફાઇડ અને લિથિયમ ધાતુનો ઉપયોગ કર્યો હતો. આ પ્રથમ સફળ પ્રયોગ કહી શકાય છે.

જો કે, તે પછી પૂર્ણ રીતે બેટરીનેબનાવવા માટે ઘણો લાંબો સમય લાગ્યો. ૧૯૮૦ માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના જ્હોન ગુડેનફ અને કોઇચિ મિઝુશીમાએ રિચાર્જબલ લિથિયમ બેટરીને બતાવી. જ્હોન ગુડનફને લિથિયમ બેટરીના ફાધર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રયોગ પછી ઘણી પ્રગતિ જોવા મળી.

વીજ ઉત્પાદન માટે લિથિયમનો ઉપયોગ અન્ય ઘણા રસાયણોની સાથે પણ કરવામાં આવ્યો હતો, અને આખરે ૧૯૯૧ માં સોની અને અસાહિ કસાઈ દ્વારા પ્રથમ લિથિયમ બેટરી રજૂ કરવામાં આવી. જયારે ૧૯૯૭ માંપ્રથમ વખત લિથિયમ પોલિમર બેટરી રજૂ કરવામાં આવી. મોબાઇલમાં ફક્ત લિથિયમ આયન અને લિથિયમ પોલિમર બેટરીનો ઉપયોગ થાય છે.

લિથિયમ આયન બેટરી:- લિથિયમ આયન બેટરી રિચાર્જબલ બેટરી સાંકળની જ એક કડી છે. તેમાં મુખ્યત્વે ત્રણ તત્વોનું સંયોગ હોય છે. નેગેટીવ ઇલેક્ટ્રોડ, પોજીટીવ ઇલેક્ટ્રોડ અને ઇલેક્ટ્રોલાઇટ. બેટરીમાં નેગેટીવઇલેક્ટ્રોડ માટે કાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ઓક્સાઇડનો ઉપયોગ પોજીટીવઇલેક્ટ્રોડ માટે કરવામાં આવે છે.

જ્યારે લિથિયમ સોલ્ડ ઇલેક્ટ્રોલાઇટ માટે હોય છે. લિથિયમ બેટરીની સૌથી મોટી વિશેષતા એ છે કે તે વોલ્ટેજની જરૂરિયાત અનુસાર તેના સંયોજનનેવધારી અને ઘટાડી શકે છે. તે જ સમયે, તે એક નાના પેકેટમાં પણ બનાવી શકાય છે. આ જ કારણ છે કે તેનો ઉપયોગ મોબાઈલ, લેપટોપ અને ટેબ્લેટ્સ જેવા ઇલેક્ટ્રોનિક્સ ડિવાઈસ માં આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બોલચાલની ભાષામાં તેને લિ-ઓન બેટરી કહેવામાં આવે છે.

લિથિયમ પોલિમર બેટરી:- લિથિયમ પોલિમર બેટરીમાં લિથિયમ આયન જેવી જ તકનીકનો જ ઉપયોગ થાય છે. આમાં લિથિયમની સાથે સોલિડ પોલિથીન ઓકસાઈડ અથવા પોલિએક્રાનલિયોનિટ્રિલનો ઉપયોગ કરવામાં આવે છે. લિયાન બેટરીની જેવી રીતે જ આ પણ નાના પેકેજમાં બનાવી શકાય છે અને તેનો ઉપયોગ પણ એકદમ સરળ રીતે થાય છે. સામાન્ય રીતેબોલચાલમાંએને લિ-પો બેટરીના નામથી ઓળખવામાં આવે છે.

જો મોબાઇલમાં બેટરી ન હોય તો કંઈપણ કામ થઇ શકતું નથી, પરંતુ જો બેટરીનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં ન આવે તો તે તમને આર્થિક અથવા શારીરિક નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે જરૂરી છે કે મોબાઇલનો સુરક્ષિત રીતે ઉપયોગ થવોજોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *