હવે તમે ઘરેબેઠા ગૂગલ ફોર્મ દ્વારા સર્વે અને રિસર્ચ કરી શકો છો. જાણો વિગતવાર.

ગૂગલ ફોર્મની સહાયથી માહીતી એકઠી કરી શકો છો, તેમજ ઓનલાઇન એજ્યુકેશનમાં ક્વિઝ પણ સરળતાથી કરી શકો છો, જાણો સંપૂર્ણ જાણકારી.

સર્વે કરવાની રીતમાં લોકડાઉનના કારણે ફેરફાર જોવા મળી રહ્યો છે. કોરોના કાળ પહેલા લોકોના ઘર ઘર પહોંચીને ફોર્મ ભરીને માહીતી એકઠી કરવામાં આવતી હતી. પરંતુ લોકડાઉના કારણે ગૂગલ ફોર્મની સહાયથી હવે આ કામ ઓનલાઈન થઈ રહ્યું છે. તેમજ મોબાઈલ અને કમ્પ્યુટરની ઉપયોગથી સર્વે કરવો ખુબ સરળ થઈ ગ્યો છે. ખાસ વાત એ છે કે, આ એક ફ્રી સર્વિસ છે. અને આ ઓનલાઈન સર્વેના મદદથી સમયની સાથે સાથે પૈસાની પણ સેંવીગ થશે. તો ચાલો જાણીએ, કેવી રીતે ગૂગલ ફોર્મની મદદથી સર્વે અને ઓનલાઇન ક્વિઝ કરી શકો છો?

કેવી રીતે બનાવવું ગૂગલ ફોર્મ:- 

 • સૌ પ્રથમ https://docs.google.com/document/u/0/?tgif=d બ્રાઉઝર પર જઇને સર્ચ કરવાનું રહેશે. વેબસાઈટ ઓપન થઇ ગયા પછી, + (પ્લસ) બટન પર નવું ફોર્મ બનાવવા માટે ક્લિક કરો. ત્યાર પછી ક્રિએટ ન્યું ફોર્મના (create a new form) વિકલ્પ પર ક્લિક કરો.
 • હવે ઉપરની બાજુ ક્લિક કરીને, તમે નવું ટાઈટલ અને માહીતી ઉમેરી શકો છો.
 • તેમજ તમે નીચે આપેલા બોક્સમાં પ્રશ્ન જોડી શકો છો. જમણી બાજુમાં આવેલા ટૂલબાર પર + આઈકન પર ક્લિક કરીને વધારે પ્રશ્નો ઉમેરી શકો છો.
 • ફ્લોટિંગ ટૂલબાર પર જઇને તમે અન્ય સેટિંગ્સ કરી શકો છો. તેમજ બીજા ફોર્મમાંથી પ્રશ્નનનો લાવવા, માહીતી, સબ ટાઈટલ, ફોટો, વીડિયો એડ કરવા જેવા તમામ વિકલ્પ તમારા ફોર્મમાં એક અલગ જગ્યા પર છે.

કેવી રીતે ડિઝાઈન કરવું ગૂગલ ફોર્મ:-

 • પ્રિવ્યુ આઈકન પર જમણી બાજુમાં થીમ બદલવા માટે કસ્ટમાઈઝ થીમ વાળા વિકલ્પ પર ક્લિક કરો.
 • ફોર્મમાં તમે પ્રીલોડેડ ફોટા સાથી પર્સનલ ઈમેજનો પણ ઉપયોગ કરી ડિઝાઇન તૈયાર કરી શકો છો.
 • આ ઉપરાંત હેડરની થીમ પિક્સરવાળા વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.
 • જુદી જુદી સ્ટાઇલવાળા ફોન્ટ સ્ટાઈલના વિકલ્પનો પણ ઉપયોગ કરી શકો છો.

ક્વિઝ બનાવો ગૂગલ ફોર્મની મદદથી:- 

 • સેટિંગ્સમાં જઈને ક્વિઝ ટેબ પર જઇને ફોર્મને ક્વિઝમાં બદલવા માટે ક્લિક કરો અને ત્યાર બાદ તેને ક્વિઝ માટે શરૂ (અનેબલ) કરો.
 • તમે તરત અથવા પછી પણ રિસ્પોન્સના રિઝલ્ટમાં ફેરફાર કરી શકો છો.
 • તમે પસંદ કરી શકો છો રિસ્પોન્સ આપનાર લોકો માટે તેઓ ક્યાં પ્રકારના રિસ્પોન્સની જરૂર છે. જેવા કે યોગ્ય જવાબ, મિસ્ડ ક્વેશ્વન અને પોઈન્ટ વેલ્યુનો સમાવેશ થાય છે.
 • તેમા દરેક પ્રશ્ન માટે સાચા જવાબ આપવા પડશે તેમજ પોઈન્ટ પણ આપવાના રહેશે. આ માટેની પ્રોસેસ તમારે અનુસરવી પડશે.
 • કોઇ વ્યક્તિ જ્યારે પણ યોગ્ય જવાબ આપશે તો તેને તે સવાલના ઓટોમેટિક પુરા પોઈન્ટની સાથે માર્ક મળી જશે.

શેર કરવો રિસ્પોન્સ:- 

 • ઉપરની બાજુ જમણી સાઈડમાં ત્રણ ટપકા વાળા વિકલ્પ પર ક્લિક કરો.
 • ત્યાર પછી ક્લિક કરો Add collaborators પર.
 • ત્યાર પછી તે લોકોના ઈમેલ એટ્રસને તમે ઉમેરી શકો છો જેની સાથે તમે આગળ કામ કરવા ઇચ્છતા હોય અથવા લિંકને તમે કોપી પણ કરી શકો છો.
 • તેને વ્હોટ્સએપ વેબ અથવા ફેસબુક મેસેન્જર જેવી ત્રીજી પાર્ટીની એપ દ્વારા બીજા લોકોને શેર કરી શકો છો.
 • ફોર્મને ઈમેલ દ્વારા શેર કરવા માટે સેન્ડ ઓપ્શન પર ક્લિક કરો, કે પછી એક લિંક તરીકે પણ તેને સેન્ડ કરી શકો છો.
 • URL ને નાની પણ કરી શકો છો તમારી ઈચ્છા મુજવ.
 • એમ્બેડ ઓપ્શન પર ક્લિક કરીને તમારી વેબસાઈટ પર રહેલા ફોર્મને એમ્બેડ પણ કરી શકો છો.

આવી રીતે ગુગલ ફોર્મના મદદથી ફોર્મ અને ક્વિઝ બનાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *