સેવા સેતુ અંતર્ગત ઘર આંગણે સૌ નાગરિકો સરકાર શ્રીના નીચે મુજબના લાભો લઈ શકે છે.

સેવા સેતુ અંતર્ગત ઘર આંગણે સૌ નાગરિકો સરકાર શ્રીના નીચે મુજબના લાભો લઈ શકે તે માટેની સુવિધાઓ લાવી છે આપણી સુરત મહાનગરપાલિકા.

તા:02-08-2021, સોમવાર, સવારે 9 થી સાંજે 5 સુધી સંવેદનાદિવસની ઉજવણી કરવામાં આવશે, સ્થળ -ઉમરા કોમ્યુનિટી હોલ, ઉમરા, સુરત.

આ સેવાઓ માટે નીચે મુજબ ના પુરાવા સાથે સ્થળ પર હાજર રેહવાનું રેહશે.

(ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી, મજુર વિધાન સભા દ્વારા પ્રસિદ્ધ કરેલ માહિતીના અધારે.)

માનવ ગરિમા યોજના :-

 1. ફોર્મ અને ફોટો
 2. રેશનકાર્ડની નકલ
 3. જાતી અંગેનું પ્રમાણપત્ર
 4. આવકનો દાખલો (1.50લાખ શહેરી વિસ્તાર માટે)
 5. ઉંમરનો પુરાવો
 6. ધંધા અનુભવ અંગેના આધાર પુરાવા
 7. શૈક્ષણિક લાયકાતના આધાર પુરાવા

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિકલાંગ ઓળખ કાર્ડ ક્રમ બસ પાસ યોજના અને વિકલાંગ સાધન સહાય:-

 1. ફોર્મ અને ફોટા
 2. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ / જન્મનો દાખલો / સિવિલસર્જનનું ઉંમરનું પ્રમાણપત્ર
 3. સિવિલસર્જનનો 40% વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર
 4. આધારકાર્ડ
 5. રાશનકાર્ડ
 6. વિકલાંગતા દર્શાવતો 4X6 સાઇઝનો ફોટો
 7. જો જૂનો બસ પાસ હોયતો તેની નકલ

નિરાધાર વૃદ્ધસહાય:-

 1. ફોર્મ અને ફોટો
 2. રેશનકાર્ડની નકલ
 3. આધારકાર્ડની નકલ
 4. બેન્ક પાસબુકની નકલ
 5. આવકનો દાખલો (1.50લાખ)
 6. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ / જન્મનો દાખલો / સિવિલસર્જનનું ઉંમરનું પ્રમાણપત્ર
 7. ચૂંટણીકાર્ડની નકલ
 8. લાઈટબીલ / વેરાબિલ (પુખ્તવયનો પુત્ર ન હોય એનું સોગંધનામુ )

નેશનલ ડિસેબિલિટી પેંશન સ્કીમ અને સંતસૂરદાસ યોજના:-

 1. ફોર્મ અને ફોટા
 2. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ / જન્મનો દાખલો / સિવિલસર્જનનું ઉંમરનું પ્રમાણપત્ર
 3. સિવિલસર્જનનો 80% વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર
 4. વિકલાંગ ઓળખ કાર્ડની નકલ
 5. મહાનગરપાલિકાના બીપીએલ કાર્ડની નકલ
 6. આધારકાર્ડની નકલ
 7. અરજદારના બેન્ક પાસબુકની ઝેરોક્સ

નવા રાશનકાર્ડ:-

 1. ફોર્મ અને ફોટો
 2. ચૂંટણીકાર્ડની નકલ
 3. નામ કમીનો દાખલો
 4. આધારકાર્ડ
 5. બેન્ક પાસબુકની નકલ
 6. તલાટીનો દાખલો
 7. લાઈટબીલ
 8. ગેસ પાસબક જો હોય તો

ઈન્દીરાગાંધી રાષ્ટ્રીયવૃદ્ધ પેંશન યોજના (વયવંદના):- 

 1. ફોર્મ અને ફોટો
 2. રેશનકાર્ડની નકલ
 3. આધારકાર્ડની નકલ
 4. બેંકપાસબુકની નકલ
 5. સિવિલ સર્જનનું ઉંમરનું પ્રમાણપત્ર
 6. મહાનગરપાલિકાના બીપીએલ કાર્ડની નકલ
 7. લાઈટબીલ / વેરાબિલ

બાજપાઈ બેંકેબલ યોજના (કમિશ્નર કુટિર અને ગ્રામોધામ):- 

 1. ફોર્મ અને ફોટો
 2. પાસપોર્ટ સાઇઝનો ફોટો
 3. રેશનકાર્ડની નકલ
 4. આધારકાર્ડની નકલ
 5. ઉંમરનો પુરાવો
 6. આવકનો દાખલો
 7. ચૂંટણીકાર્ડની નકલ
 8. છેલ્લી પરીક્ષા પાસ કરેલ હોય તેની માર્કશીટ
 9. જાતિનો દાખલો (SC / ST માટે)
 10.  40% કે તેથી વધુ વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર
 11. તાલીમ અને અનુભવનું પ્રમાણપત્ર
 12. વેટ નંબર વાળું કોટેશન (ભાવપત્રક)

નિરાધાર વિધવા સહાય:-

 1. ફોર્મ અને ફોટો
 2. રેશનકાર્ડની નકલ
 3. પતિનો મરણનો દાખલો
 4. બાળકોના જન્મના પુરાવા
 5. આધારકાર્ડ
 6. 2 સાક્ષીના ઓળખના પુરાવા
 7. ચૂંટણીકાર્ડ
 8. સોગંધનામુ (50રૂપિયા સ્ટેમ્પ પર વિધવા હોવા અંગેનું)
 9. વેરાબિલ અને લાઈટબીલ
 10. આવકનો દાખલો (રૂપિયા 1.50 લાખ કે તેથી ઓછી આવકનો)
 11. બેંકપાસબુકની નકલ

આધારકાર્ડ:-

 1. ફોર્મ અને ફોટો
 2. આઈડી પ્રુફ નીચે પૈકી એક: પાન કાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાસપોર્ટ
 3. એડ્રેસ પ્રુફ : રાશનકાર્ડ / લાઈટ બિલ / ગેસની બુક

માં વાત્સલ્ય કાર્ડ – માં અમૃતમ કાર્ડ:- 

 1. ફોર્મ અને ફોટો
 2. ચૂંટણીકાર્ડ
 3. રાશન કાર્ડ (સુરત શહેર નો)
 4. આધારકાર્ડ
 5. આવકનો દાખલો (વાત્સલ્ય કાર્ડ માટે રૂપિયા 4 લાખ કે તેથી ઓછી અવાક)
 6. મહાનગરપાલિકાના બીપીએલ કાર્ડની નકલ (માં અમૃતમ કાર્ડ માટેજ)

નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ:- 

 1. ફોર્મ અને ફોટો
 2. રેશન કાર્ડની નકલ
 3. જાતિનો દાખલો (બક્ષીપંચનો)
 4. આવકનો દાખલો
 5. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
 6. વાલીની આવકનું સોગંધનામુ (50રૂપિયાના સ્ટેમ્પ પર)
 7. છેલ્લું લાઈટ બિલ
 8. વેરાબિલ
 9. આધારકાર્ડ
 10. રૂપિયા 3ની કોર્ટ ફી ની ટિકિટ
 11. બે સાક્ષીના ઓળખના પુરાવા

જાતિનો દાખલો:-

 1. ફોર્મ અને 2 ફોટો
 2. રાશનકાર્ડ / આધારકાર્ડ / લાઈટબિલ / ગેસબિલ / લાઈસન્સની નકલ (કોઈ પણ એક)
 3. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
 4. છેલ્લું લાઈટબીલ
 5. પરપ્રાંતીય કિસ્સામાં જ : –
  SC / ST માટે 10-08-1950 થી 01-05-1960 પહેલાથી ગુજરાતમાં રહેતા હોવા અંગેનું ડોમિસાઇલ પ્રમાણપત્ર
  બક્ષીપંચ માટે : 01-04-1978 પહેલાથી ગુજરાતમાં રહેતા હોવા અંગેનું ડોમિસાઈલ પ્રમાણપત્ર
 6. SC / ST માટે પિતા / પિતાના ભાઈ બહેનનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (પિતા અશિક્ષિત હોય તો પેઢીનામું દાદાના સમયથી)
 7. OBC માટે પિતા / પિતાના ભાઈનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (પિતા અશિક્ષિત હોય તો મોટા ભાઈ બહેનનું 01-04-1978 પહેલાનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ / મિલ્કતનો દસ્તાવેજ / પેઢીનામું દાદાના સમયથી)

ડોમિસાઇલ સર્ટિફિકેટ:- 

 1. ફોર્મ અને ફોટો
 2. રેશનકાર્ડની નકલ
 3. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
 4. તલાટીનો 10 વર્ષનો રહેઠાણનો દાખલો
 5. રહેઠાણનું 50 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંધનામુ
 6. છેલ્લું લાઈટ બિલ
 7. જન્મનો દાખલો
 8. પોલીસ સ્ટેશનનો દાખલો
 9. રૂપિયા 3 ની કોર્ટ ફી ની ટિકિટ
 10. ધોરણ એક થી 12 ની માર્કશીટ / બોનોફાઈડ સર્ટિફિકેટ
 11. 10 વર્ષનો રહેઠાણનો દાખલો
 12. 2 સાક્ષીના ઓળખના પુરાવા

સિનિયર સીટીઝન સર્ટિફિકેટ:- 

 1. ફોર્મ અને ફોટો
 2. રેશનકાર્ડની નકલ
 3. સ્કૂલ લિવિંગ સર્ટી / જન્મનો દાખલો / આધારકાર્ડ (જન્મ તારીખ વાળું) / સિવિલ સર્જનનું 60 વર્ષની ઉપરનું પ્રમાણપત્ર
 4. ચૂંટણી કાર્ડની નકલ
 5. છેલ્લું લાઈટબીલ
 6. લાભ લેવાની તારીખે 60 વર્ષ પુરા કરેલ હોવા જોઈએ

આવકનો દાખલો:- 

 1. ફોર્મ અને ફોટો
 2. રેશનકાર્ડની નકલ
 3. ચૂંટણી કાર્ડની નકલ
 4. સ્કૂલ લિવિંગ સર્ટી / જન્મનો દાખલો
 5. તલાટીનો આવકનો દાખલો
 6. છેલ્લું લાઈટબીલ
 7. આધારકાર્ડ
 8. વેરાબિલ
 9. 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર
 10. રૂપિયા 3ની કોર્ટ ફીની ટિકિટ
 11. 2 સાક્ષીના ઓળખના પુરાવા
 12. ધારાસભ્ય/કોર્પોરેટરનો આવકનો દાખલો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *