ગ્લેશિયરનું નિર્માણ કેવી રીતે થાય છે? જાણો શા કારણે તૂટે છે ગ્લેશિયર.

ગ્લેશિયરનું નિર્માણ કેવી રીતે થાય છે? જાણો શા કારણે તૂટે છે ગ્લેશિયર.

હમણાં થોડા દિવસ પહેલા ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા જોશીમઠના રેણી ગામમાં ગ્લેશિયર ફાટ્યું હતું અને જેના કારણે પૂર આવ્યું. ત્યાની ઘૌલીગંગા નદીનું જળસ્તર વધી ગયું, જેથી ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ઘણું નુકસાન થયું છે.

આ દુર્ઘટનામાં અનેક લોકોના મૃત્યુ પણ થયું હોવાની દહેશત છે અને સોમવાર બપોર સુધી ૧૮મૃતકો મળી આવ્યા હતા.નિષ્ણાતો ગ્લેશિયર તૂટી પડવાની ઘટનાને ગ્લોબલ વોર્મિંગ સાથે સંકળાવે છે અને આ ઘટનાને ચિંતાજનક ગણાવે છે.

ગ્લેશિયર શું છે? :-હકીકતમાં બરફની વિશાળ માત્રા એટલે ગ્લેશિયર. વર્ષો સુધી એક જ સ્થળે બરફ જમા થતા ગ્લેશિયરનું નિર્માણ થાય છે. જે જમીન પર ધીમેધીમે એકઠું થાય છે. ખાસ કરીને આવા ગ્લેશિયર ધ્રુવીય પ્રદેશો કે કોઈ ઊંચા પહાડી વિસ્તારોમાં જોવા મળે છે

ગ્લેશિયર બે પ્રકારના હોય છે, એટલે કે અલ્પાઈન અને આઈસ શીટ્સ રૂપે હોય છે. પહાડોમાં જે ગ્લેશિયર બને છે તે અલ્પાઈન કેટેગરીમાં આવે છે.પહાડી ગ્લેશિયર ખુબ જવધારે ખતરનાક માનવામાં આવે છે. ગ્લેશિયર જયારે તૂટી પડે છે ત્યારે નદીમાં ઘણું વધારે પાણી ઉમેરાય છે, અને તે પાણી પૂર લાવે છે. આના કારણે આસપાસના વિસ્તારોમાં વિનાશની મોટી સ્થિતિ સર્જાય છે.

પૂરના કારણે મોટા પાયે ઘણા ઘરોમાં જાનમાલનું નુકસાન થતું જોવા મળે છે.ગ્લેશિયર ખૂબ મોટો બરફનો ભાગ હોય છે. એટલા માટે તેને હિમખંડ પણ કહેવામાં આવે છે. જે એક નદી જેવું હોય છે અને ખૂબ જ ધીમી ગતિએ વહેતો રહે છે. જેને ગુજરાતીમાં હિમનદી કહેવામાં આવે છે.

આમ તો મોટાભાગે ગ્લેશિયરફક્ત કેટલીક સેન્ટીમિટર પ્રતિ દિવસની ગતિથી વહે છે.અમે તમને જણાવી દઈએ કે ગ્લેશિયર શા કારણે તૂટે છે અને નદીમાં પાણી વધી જાય છે. તો ચાલો જાણી લઈએ..

ગ્લેશિયર તૂટવાના કારણો :- પહાડોમાં ગ્લેશિયર તૂટવાના ઘણા બધા કારણો હોય છે. ગ્લેશિયર તૂટે એમાં ગુરૂત્વાકર્ષણ અને કિનારાના વિસ્તારોમાં હવામાન સંબંધિત ઘણા ફેરફાર મુખ્ય જોવા મળે છે. અમે તમને જણાવી દઈએ કે ગ્લોબલ વોર્મિંગને કારણે ગ્લેશિયરનો બરફ ઓગળે છે, જેના કારણે તેનું પાણી થઇ જતા તે નીચે તરફ સરકવા લાગે છે.

ગ્લેશિયરમાંથી બરફનો ટૂકડો છૂટો પડે તેને કાલ્વિંગ તરીકે ઓળખવામાં આવે છે.જે ખુબજ પ્રચંડ રૂપ લે છે. જે સામાન્ય નદીઓનાં પૂરથી વધારે ખતરનાક હોય છે. અમે તમને જણાવી દઈએ કે હિમવર્ષા થાય પછી બરફ દબાવા લાગે છે અને તેનું ઘનત્વ ઘણું વધી જાય છે. પછી આ બરફ પર તે હળવા ક્રિસ્ટલથી મજબૂત થઇ જાય છે.

નવો બરફ ભેગો થાય તે તેને વધારે નીચે દબાવવા લાગે છે અને તે દિવસે દિવસેવધારે કઠોર થઇ જાય છે. જેને ફિર્ન કહેવામાં આવે છે.આ પ્રક્રિયામાં ઠોસ બરફની ઘણી વિશાળ માત્રા જમા થતી જાય છે. તેનાં દબાણથી તાપમાન નીચું હોય તો પણ તે બધો બરફ પીગળવા લાગે છે અને પોતાનાં જ વજનના કારણે બરફ પીગળીને વહેવા લાગે છે.

હિમનદીનાં રૂપમાંઆ પાણી ઘાટીઓ તરફ તરત વહેવાં લાગે છે.ગ્લેશિયરની અંદર ડ્રેનેજ બ્લોક ઉભા થઇ જાય તો તેપછી તે ગમે ત્યારે તૂટી શકે છે. ભૂગર્ભમાં જો કોઇ હલચલ થાય તો તેનાકારણે આ ગ્લેશિયર તૂટી જાય છે. જેમ કે, ભૂગર્ભમાં ગુરુત્વાકર્ષણ, પ્લેટો ખસવી વગેરે જેવી અમુક ગતિવિધિને કારણે પણ ગ્લેશિયર તૂટી જાય છે. ગ્લેશિયર મોટામોટા બરફના ટૂકડા સ્વરૂપે તૂટે છે. આ પ્રક્રિયા બને છે તેને ગ્લેશિયર ફાટ્યું તરીકે ઓળખવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *