ફક્ત હોલમાર્કવાળી જ્વેલરી જ હવેથી જ્વેલર્સ ગ્રાહકને વેચી શકશે. જાણો આ નિયમથી શું ફાયદો થશે અને જૂના જ્વેલરીનું શું થશે.

ફક્ત હોલમાર્કવાળી જ્વેલરી જ હવેથી જ્વેલર્સ ગ્રાહકને વેચી શકશે, આ નિયમથી શું ફાયદો થશે ગ્રાહકને અને જૂના જ્વેલરીનું શું થશે?

ગોલ્ડ જ્વેલરીનું હોલમાર્કિંગ ૧૫ જૂનથી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ફક્ત હોલમાર્કવાળી જ જ્વેલરીનું હવેથી જ્વેલર ખરીદી અને વેચી શકશે. આથી આ પરિસ્થિતિમાં કેટલાક લોકોને સવાલ થશે કે, તેમની પાસે રહેલા જૂના સોનાના દાગીનાનું શું થશે. તો આજે અમે તમને આ લેખ દ્વારા હોલમાર્કિંગ અને તેની સાથે જોડાયેલી કેટલીક બાબતો અંગે કહેવા જઈ રહ્યા છીએ.

હોલમાર્કિંગ શું છે? એ વાત સૌથી પહેલા સમજો :- હોલમાર્કને એક સરકારી ગેરંટી ગણવામાં આવે છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) કે જે ભારતની એકમાત્ર એજન્સી છે તેના દ્વારા હોલમાર્ક નક્કી કરવામાં આવે છે. કોઈપણ દાગીનાને હોલમાર્કિંગમાં નક્કી માપદંડો પર પ્રમાણિત કરવામાં આવે છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) એ ગ્રાહકોને વેચવામાં આવતા સોનાના દાગીનાની તપાસ કરે એ સંસ્થા છે. હોલમાર્કની સાથે BIS નો લોગો સોનાના સિક્કા અથવા દાગીના પર હોવો ખુબ જરૂરી છે. આ લોગાથી એ વાતની ખાતરી કરી શકાય છે કે તેની શુદ્ધતાનું પરીક્ષણ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) ની લાઈસન્સવાળી લેબમાં કરવામાં આવ્યું છે.

ગ્રાહક પાસે જો હોલમાર્કિંગ વગરના સોનાના દાગીના છે તો એ દાગીનાનું શું થશે? :- હોલમાર્કિંગવાળુ સોનું ૧૫ જૂન ૨૦૨૧ બાદ પણ એક્સચેન્જ કરી શકાશે. આ ઉપરાત, જો તમે તમારા જ્વેલરવાળા પાસેથી હોલમાર્કિંગ તમારા સોનાના દાગીનાનું કરાવી શકો છો. સંજય મંડોતના જણાવ્યા મુજબ, આ લાઈસન્સ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) જ્વેલર્સને ૫ વર્ષ માટે લાઈસન્સ ફી ૧૧,૨૫૦ રૂપિયા લઈને આપે છે. આ પછી, હોલમાર્ક સેન્ટર પર જ્વેલર્સ જઈને સોનાના દાગીનાની તપાસ કરાવીને કેરેટના અનુસાર હોલમાર્ક જારી કરે છે. જૂની જ્વેલરી પર કોઇપણ સામાન્ય માણસ સીધા સેન્ટર પર જઈને હોલમાર્કનો લોગો બનાવી નહીં શકશે. આ માટે ગ્રાહકોએ તેના સાથે જોડાયેલા જ્વેલર દ્વારા જ કરાવવું પડશે. પરંતુ, કોઇપણ સામાન્ય માણસ સેન્ટર પર જઈને સોનાની શુદ્ધતાની તપાસ ઓછી રકમ દ્વારા કરાવી શકશે.

કોઇપણ માણસ તેના જૂના સોનાના દાગીના વેચી શકશે કે નહીં? :- બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) ના જણાવ્યા મુજબ, જ્વેલર્સ ગ્રાહકો પાસેથી તેની જૂની સોનાની જ્વેલરી ખરીદ્યા પછી, તે સોનાને ઓગાળીને નવો દાગીનો બનાવે છે. આ કારણથી જોવા જઈએ તો, જ્વેલર માટે જૂની જ્વેલરી એક પ્રકારે રૉ મટિરિયલ ગણાય છે. તેથી ૧૫ જૂન ૨૦૨૧ પછી, ગ્રાહકો દ્વારા સોનાના દાગીના વેચવા પર અને જ્વેલર દ્વારા તેની ખરીદી કરવા પર કોઈપણ પ્રકારની સમસ્યા નહીં થાય. પરંતુ, હવેથી જો કોઇ જ્વેલર્સ નવા દાગીના વેચે છે, તો BIS નો હોલમાર્ક તેના પર હોવો ખુબ જરૂરી છે.

આ નિયમથી શું ફાયદો થશે સામાન્ય માણસને? :- સામાન્ય માણસને આ કાયદાથી લાભ જ છે, કારણ કે, અત્યાર સુધી જ્વેલરી ખરીદવા પર તેમનું સોનું કેટલું શુદ્ધ છે તે વાત મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી. આ કારણથી, ગ્રાહક સાથે ધણી વખત છેતરપિંડી થવાની સંભાવના રહે છે. નકલી જ્વેલરીથી ગ્રાહકોને બચાવવા માટે અને જ્વેલરીના બિઝનેસ પર ધ્યાન રાખવા માટે હોલમાર્કિંગ એક જરૂરી ઉપાય બની શકે છે. આ સાથે જ, જ્યારે પણ કોઇ ગ્રાહક તેના દાગીના વેચવા જશે તો તેના પર હોલમાર્કિંગનો ફાયદો એ છે કે, કોઈપણ પ્રકારનો ડેપ્રિસિએશન ખર્ચ કાપવામાં નહીં આવે. તેથી કસ્ટમરને, યોગ્ય કિંમત સોનાની મળી શકે છે. સોનાના દાગીનાને ઘણા તબક્કામાં હોલમાર્કિંગ પ્રોસેસ કરતી વખતે પસાર કરવામાં આવશે. તેથી, સોનાની શુદ્ધતામાં છેતરપિંડીની કોઈપણ પ્રકારની સંભાવના રહેતી નથી. ​​​​​​​

જૂની જ્વેલરીને હોલમાર્કિંગ કરવા પર કેટલો ખર્ચો થશે અને કેટલો સમય લાગશે? :- હોલમાર્ક કરવા માટેનો ૩૫ રૂપિયાનો ખર્ચ જ્વેલરી અથવા ગોલ્ડ આઈટમ પર થાય છે, પરંતુ ઘરેણાંની શુદ્ધતા તપાસવા માટે ન્યૂનતમ 200 રૂપિયા અને ટેક્સ લાગશે. BIS લેબમાં કોઈ જ્વેલરીની શુદ્ધતા તપાસવા અથવા હોલમાર્ક માટે 6-8 કલાક લાગી શકે છે. આવી સ્થિતિમાં જૂની જ્વેલરીને હોલમાર્કિંગ કરાવવામાં વધારે સમય અને પૈસા નહીં લાગે.

સરકારને તેનાથી શું ફાયદો થશે? :- મનોજ કુમાર જૈનના કહ્યા અનુસાર, આ નિયમથી સરકારને વધારે ટેક્સ મળશે. હોલમાર્કિંગ કરાવવા પર સરકાર ૧૮ % GST વસૂલ કરશે. આથી સરકારની આવક પણ વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *