૧ ઓગસ્ટથી બદલાઇ ગયા સેલરી પેંશન બેંક ગેસ સિલિન્ડર અને EMI પેમેન્ટના નિયમો જાણો તમારા પર કેટલી અસર થશે?

1 ઓગસ્ટથી બેકિંગ સેક્ટરમાં ઘણા ફેરફાર થઇ રહ્યા છે. આ સાથે જ સેલરી, પેંશન અને EMI પેમેંટ જેવા જરૂરી ટ્રાંજેક્શન્સ માટે હવે વર્કિંગ દિવસની રાહ જોવી નહી પડે.

RBI ને National Automated Clearing House (NACH) ના નિયમોમાં સંશોધન કર્યું છે. આ નવા નિયમ હેઠળ હવે હવે તમારો પગાર માટે અથવા પેંશન માટે શનિવાર અને રવિવારે એટલે કે વીકેન્ડના પસાર થવાની રાહ જોવી નહી પડે. આ ફેરફાર ૧ ઓગસ્ટ ૨૦૨૧ થી લાગૂ થઇ જશે.

હવે વીકેન્ડની રાહ જોવી પડશે નહી :- જો મહીનાની પહેલી તારીખ વીકેન્ડ પર આવે છે, તો સેલરીડ ક્લાસને પોતાની સેલરી એકાઉન્ટમાં ક્રેડિટ થવા માટે સોમવાર સુધી રાહ જોવી પડશે. RBI ગવર્નર શક્તિકાંતા દાસ (RBI Governor Shaktikanta Das) એ ગત મહિને જૂનની ક્રેડિટ પોલિસી રીવ્યૂ દરમિયાન જાહેરાત કરી હતી કે ગ્રાહકોની સુવિધાઓને વધારવા માટે અને ૨૪×૭ ઉપલબ્ધ રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેંટ (RTGS) નો લાભ ઉઠાવવા માટે, NACH જે અત્યારે બેંકોમાં કાર્ય દિવસોમાં ઉપલબ્ધ છે, તેને અઠવાડિયાના તમામ દિવસો લાગૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે, જે ૧ ઓગસ્ટ ૨૦૨૧ થી લાગૂ થઈ ગયું છે.

સેલરી, પેંશન, EMI હવેથી વીકન્ડ પર પણ :- તમને જણાવી દઇએ કે NACH એક બલ્ક પેમેંટ સિસ્ટમ છે જેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (NPCI) સંચાલિત કરે છે. જે ઘણા પ્રકારના ક્રેડિટ ટ્રાંસફર જેમ કે ડિવિડેન્ડ, ઇંટરેસ્ટ, સેલરી અને પેન્શનની સુવિધા આપે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિકસિટી બિલનું પેમેન્ટ, ગેસ, ટેલિફોન, પાણી લોનના EMI, મ્યુચ્યુઅલ ફંડ રોકાણ અને ઇંશ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણીની પણ સુવિધા આપે છે. એટલે કે હવે તમને આ તમામ સુવિધાઓને પ્રાપ્ત કરવા માટે સોમવારથી શુક્રવાર એટલે કે Week Days ની રાહ જોવી પડશે નહી, આ કામ રજા ના દિવસો (Weekends) માં પણ થઇ જશે.

અઠવાડિયાના તમામ દિવસોમાં મળશે સુવિધાઓ :- RBI ના અનુસાર NACH લાભાર્થીઓ માટે ડાયરેક્ટ બેનેફિટ ટ્રાંસફર (DBT) ના એક લોકપ્રિય અને પ્રમુખ ડિજિટલ મોડના રૂપમાં ઉભર્યું છે, જે હાલના સમયમાં COVID-૧૯ દરમિયાન સમયાંતરે અને પારદર્શી રીતે સરકારી સબસિડીના હસ્તાંતરણમાં મદદ કરે છે. હાલમાં NACH ની સેવાઓ ફક્ત તે દિવસોમાં મળે છે જ્યારે બેંકના કામ ચાલુ હોય છે, પરંતુ ૧ ઓગસ્ટથી આ સુવિધા સપ્તાહના આ તમામ દિવસોમાં ઉપલબ્ધ હશે.

ICICI બેંકના ગ્રાહકોએ વધારે ચાર્જ ચૂકવવો પડશે :- ICICI બેંક રૂપિયા ઉપાડવા, જમા કરવા અને ચેક બુકના ચાર્જ સહિત અનેક નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. તમે બેંકની બ્રાન્ચમાં ચેકથી માત્ર ૪ વખત જ ફ્રીમાં લેવડ દેવડ કરી શકશો. તેનાથી વધારે વખત ટ્રાન્ઝેક્શન કરવા પર દર વખતે ૧૫૦ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

ATM દ્વારા તમે ૬ મેટ્રો શહેરમાં મહિનામાં ૩ વખત જ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકશો. ઉપરાંત અન્ય શહેરમાં ૫ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકાશે. તેનાથી વધારે ટ્રાન્ઝેક્શન કરવા પર મેટ્રો શહેરમાં ૨૦ રૂપિયા અને અન્ય શહેરમાં ૮.૫૦ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડશે.

ATMમાં રૂપિયા ઉપાડવા મોંઘા પડશે :- ૧લી ઓગસ્ટથી ATMની ઇન્ટરચેન્જ ફી ૧૫ રૂપિયાથી વધીને ૧૭ રૂપિયા થઈ જશે. જ્યારે બિન નાણાંકીય ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ૫ રૂપિયાથી વધીને ૬ રૂપિયા થઈ જશે. અન્ય બેંકના ગ્રાહકો એટીએમમાંથી ફ્રી મર્યાદા બાદ વધારે ટ્રાન્ઝેકશન કરવા પર ગ્રાહકો પાસેથી ફી લેવામાં આવે છે. તેને ઇન્ટરચેન્જ ફી કહે છે.

IPPBનું ડોર સ્ટેપ બેન્કિંગ માટે ચાર્જ આપવો પડશે :- ૧ ઓગસ્ટથી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB)ની ડોર સ્ટેપ બેન્કિંગ સુવિધા માટે ચાર્જ ચૂકવવો પડશે. IPPB અનુસાર હવે દરક વખતે ડોર સ્ટેપ બેન્કિંગ સુવિધા માટે ૨૦ રૂપિયા પ્લસ જીએસટી આપવો પડશે. અત્યાર સુધી ડોર સ્ટેપ બેન્કિંગ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. ઉપરાંત ગ્રાહકોએ રૂપિયા ટ્રાન્સફર કરવા અને મોબાઈલ પેમેન્ટ વગેરે માટે ૨૦ રૂપિયા પ્લસ જીએસટી આપવો પડશે. IPPBના ખાતા કે કોઈ અન્ય બેંકના ગ્રાહકના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે પણ ચાર્જ ચૂકવવો પડશે.

LPG સિલિન્ડરની કિંમતાં થઈ શકે છે ફેરફાર :- દર મહિનાની પહેલી તારીખે કેન્દ્ર સરકાર LPG સિલિન્ડરની નવી કિંમતની જાહેરાત કરે છે. વિતેલા મહિને સરકારે ૧૪.૨ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૫.૫૦ રૂપિયાનો વધારો કર્યો હતો.

તેમજ,જો આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરો અને શેર કરી તમારા મિત્રોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *