પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવ્યું નહીં હોય તો વાંચીલો ભોગવવી પડશે આ તકલીફ.

જો તમે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવ્યું નહીં તો તમારે FD અને RD દ્વારા મળતા રિટર્ન પર બે ગણો ટેક્સ વધારે આપવો પડશે, શું નિયમ છે આ અંગે અહીં જાણો.

પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે જો તમે અત્યાર સુધી લિંક કરાવ્યું નથી તો આજે જ લિંક કરાવી દો. સરકાર દ્વારા ૩૦ જૂન ૨૦૨૧ સુધીનો સમય પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે આપ્યો છે. તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જો તમે ૩૦ જૂન સુધી પાન કાર્ડને આધાર કાર્ડ લિંક નહીં કરવા પર. આ લિંક નહીં કરાવાની અસર તમે જે બેંક ડિપોઝિટ અને RD દ્વારા મળતા રિટર્ન પર પણ પડી શકે છે. જો આમ નહી કરવા પર તમને તમારી ડિપોઝિટ પર મળી રહેલા વ્યાજ પર બે ગણો TDS ચૂકવવો પડી શકે છે.

TDS ડબલ ચૂકવવો પડશે- ઓપ્ટિમા મની મેનેજર્સના સંસ્થાપક તેમજ પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ અને CEO પંકજ મઠપાલના જણાવ્યા અનુસાર, ૩૦ જૂન ૨૦૨૧ સુધી જો કોઈ્પણ વ્યક્તિ પોતાના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવવા પર તેને ડબલ TDS આપવો પડી શકે છે. કેમ કે, પાન કાર્ડ તમારું ઈનઓપરેટિવ થઈ શકે, જો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરવામાં આવે તો. જો કોઈપણ વ્યક્તિની પાસે એક્ટિવ પાનકાર્ડ નંબર ના હોય તો, ઈન્કમ ટેક્સ એક્ટ હેઠળ બેંક RD અને FD દ્વારા મળતા વ્યાજ પર TDS ૨૦% ના દરે કટ કરવામાં આવશે.

હાલના નિયમ મુજબ, જો FD અને RD દ્વારા મળતા રિટર્નની આવક ૧ નાણાકીય વર્ષમાં ૪૦ હજાર અને જો સિનિયર સિટીઝન હોય તો તેના કેસમાં ૫૦ હજાર રૂપિયા સુધી હોય તો તેના પર ગ્રાહકે કોઈપણ પ્રકારનો ટેક્સ ચુકવો પડશે નહીં. જો તેનાથી વધારે રીર્ટન આવવા પર TDS ૧૦ % કાપવામાં આવે છે.

પાન કાર્ડ ઈનઓપરેટિવ થઈ જશે – ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના કહ્યા અનુસાર, જો કોઇપણ પાનકાર્ડ ધરાવતા પાનકાર્ડને આધાર સાથે લિંક નથી કરાવતું તો, તેમના પાન કાર્ડને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. આ પછી, પાન કાર્ડનો ઉપયોગ નાણાકીય લેવડદેવડમાં કરી શકાશે નહીં. આ ઉપરાંત, પાન કાર્ડને આધાર કાર્ડ સાથે ૩૦ જૂન સુધી લિંક ના કરવામાં આવે તો ૧ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. ઈન્કમ ટેક્સ એક્ટ ૧૯૬૧ માં સરકારે ફાઈનાન્સ બિલ દ્વારા નવી સેક્શન ૨૩૪H માં ઉમેરીને દંડની જોગવાઈ કરી હતી. ૨૩ માર્ચે સરકારે આ જોગવાઇ લોકસભામાં ફાઈનાન્સ બિલ ૨૦૨૧ દ્વારા પસાર કર્યું છે.

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે- પૂર્વ અધ્યક્ષ ઈન્દોર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ વિભાગના CA અભય શર્મા ના જણાવ્યા અનુસાર, એક્ટની કલમ ૧૩૯ AA હેઠળ જ્યારે માગવા આવે ત્યારે પાન કાર્ડ બતાવવું ખુબ જરૂરી છે. દરેક એ વ્યક્તિ માટે સેક્શન ૧૩૯ AA હેઠળ પાન કાર્ડ બનાવવાની એપ્લિકેશનમાં તેમજ ઈન્કમ ટેક્સ રિટર્ન આધાર નંબર આપવો ખુબ જરૂરી છે. આ ઉપરાંત, ૧ જુલાઈ ૨૦૧૭ સુધી જે લોકોના પાન અલોટ થઈ ચૂક્યા હતા અને જે લોકોને આધાર નંબર મેળવવા યોગ્ય છે, એ લોકો માટે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવું જરૂરી છે. જે લોકો લિંક નહીં કરે, તો તે વ્યક્તિનું પાન કાર્ડ ઈનએકટીવ કરી દેવામાં આવશે.

કઈ રીતે થશે પાન-આધાર કાર્ડ સાથે લિંક :- www.incometaxindiaefiling.gov.in ઓપન કરો. ત્યાં તમને Link Aadhar(લિંક આધાર)નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરશો એટલે એક નવું ટેબ ખુલશે. તેમાં તમારે આધાર નંબર, પાન નંબર, નામ, કેપ્ચ કોડ(Captcha Code) દાખલ કરવો પડશે. આ પછી લિંક આધાર(Link Aadhaar) પર ક્લિક કરો. Error ન બતાવે અને Sucessfulનો મેસેજ આવશે, એટલે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક થઈ જશે.

પાનકાર્ડને SMS થકી પણ આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. તો આવો જાણીએ કે આધાર કાર્ડ-પાન કાર્ડને કઈ રીતે મોબાઈલના એક SMS થકી લિંક કરી શકીએ છીએ. જેના માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 567638 અથવા 56161 પર એસએમએસ કરવો પડશે. મેસેજમાં તમારે UIDPAN લખીને સ્પેસ છોડો અને 12-અંકનો આધાર નંબર લખો. ફરી સ્પેસ છોડીને 10 અંકનો પાન નંબર લખો અને મેસેજ 567678 પર મોકલો.

TDS શું હોય છે? – જો કોઈ વ્યક્તિ કમાણી કરતો હોય તો, તેની કમાણીમાંથી ટેક્સ કપાઈને તે વ્યક્તિને બાકીની રકમ પરત કરવામાં આવે તો TDS એ ટેક્સ તરીકે કપાતી રકમને કહેવામાં આવે છે. TDS દ્વારા સરકાર ટેક્સ લે છે. તે અલગ અલગ પ્રકારના આવક રસ્તા જેવા કે, કોઈપણ ઇનવેસ્ટમેટ, પગાર અથવા કોઇપણ પ્રકારના કમિશન પરના વ્યાજ જેવા જુદા જુદા સ્ત્રોતો પર સરકાર દ્વારા લેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *