નવી વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી શું છે? સ્ક્રેપેજ પોલિસીથી તમને શું થશે ફાયદો, જાણો તમારી જૂની કારનું શું થશે?

સરકારે આજે ગુજરાતમાં નવી વ્હીકલ સ્ક્રેપેજ પોલિસીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે પોલિસી અંતર્ગત માત્ર ગાડીની ઉંમર જોઈને એને સ્ક્રેપ નહીં કરાય, પરંતુ ફિટનેસ ટેસ્ટમાં અનફિટ હશે એવી ગાડીઓને પણ સ્ક્રેપ કરવામાં આવશે, એટલે કે ગાડી ૧૦ વર્ષ જૂની હશે ત્યારે પણ એને સ્ક્રેપ કરી શકાશે. સરકાર એ માટે ૧૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. મોદી સરકારે ફાઈનાન્શિયલ યર ૨૦૨૦-૨૧ના બજેટમાં સ્ક્રેપેજ પોલિસીની જાહેરાત કરી હતી.

સ્ક્રેપેજ પોલિસીમાં જૂની ગાડીને સ્ક્રેપમાં આપવાથી એક સર્ટીફિકેટ મળશે. આ સર્ટિફિકેટથી નવી ગાડી ખરીદતી વખતે રજિસ્ટ્રેશનમાં પૈસા આપવા પડશે નહીં. એ ઉપરાંત રોડ ટેક્સમાં પણ અમુક છૂટ આપવામાં આવશે. નવી કારથી મેઈન્ટેન્સમાં પણ બચત થશે. જૂની ગાડીઓમાં રોડ પરથી હટતાં એક્સિડન્ટનું જોખમ પણ ઘટશે. જૂની ગાડીઓથી પ્રદૂષણ પણ અટકશે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.

સ્ક્રેપેજ પોલિસી શું છે? :- આ પોલિસીમાં ૧૫ અને ૨૦ વર્ષ જૂની ગાડીઓને સ્ક્રેપમાં આપવી પડશે. કોમર્શિયલ ગાડીઓને ૧૫ વર્ષ પછી અને પ્રાઈવેટ વાહનોને ૨૦ વર્ષ પછી સ્ક્રેપ જાહેર કરવામાં આવશે. આટલા સમય પછી કારનું રજિસ્ટ્રેશન પણ રદ થઈ જશે. આ સંજોગોમાં એને સ્ક્રેપમાં આપવા સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ બાકી રહેશે નહીં. આ પોલિસીને કારણે કાર-માલિકને કેશની સાથે સરકાર તરફથી નવી કાર ખરીદવામાં સબસિડી પણ મળશે.

કેવી રીતે ખબર પડશે કે કાર સ્ક્રેપને લાયક છે કે નહીં :– જો તમારી પાસે કાર છે અને એ ૧૫ થી ૨૦ વર્ષ જૂની થઈ ગઈ છે. તો એને ચોક્ક્સ સમયે ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર અથવા રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટીને સોંપવી પડશે. કાર ઓનરને જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે ઈન્શ્યોરન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, પેન કાર્ડ, આધાર કાર્ડ પણ દર્શાવવાં પડશે. તમારી કાર સ્ક્રેપ કરતાં અમુક કેશ પણ આપવામાં આવશે. આ પોલિસી અંતર્ગત ગાડીને એની ઉંમર જોઈને જ સ્ક્રેપ નહીં કરાય, પરંતુ તેના ફિટનેસ સર્ટિફિકેટમાં જો એ અનફિટ સાબિત થશે તોપણ એને સ્ક્રેપ કરવામાં આવશે.

કાર સ્ક્રેપ કરતા કાર-માલિકને શું ફાયદા થશે? :- કાર-માલિક યોગ્ય સમયે ઓની ગાડી સ્ક્રેપ કરાવશે તો તેને નવી ગાડી ખરીદવામાં રાહત આપવામાં આવશે. કાર સ્ક્રેપ થયા પછી તેના માલિકને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સર્ટિફિકેટ નવી કાર ખરીદતી વખતે શો-રૂમમાં બતાવવું પડશે. એને કારણે ગ્રાહકને ૫ ટકા વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ડિસ્કાઉન્ટ માસિક અથવા ફેસ્ટિવલ સીઝનમાં મળતાં ડિસ્કાઉન્ટ કરતાં અલગ હશે. એ સાથે જ ગાડીની રજિસ્ટ્રેશન ફીમાંથી પણ છુટકારો મળશે. નવા પર્સનલ વ્હીકલ ખરીદવાથી રોડ ટેક્સમાં ૨૫ ટકાની છૂટ આપવામાં આવશે. જ્યારે કોમર્શિયલ વ્હીકલ ખરીદનારને રોડ ટેક્સમાં ૧૫ ટકાની છૂટ આપવામાં આવશે.

સ્ક્રેપેજ પોલિસીથી સરકારને શું ફાયદો થશે? :- રિપોર્ટ મુજબ, સ્ક્રેપેજ પોલિસીને ટૂંક સમયમાં જ કેબિનેટ પાસ કરે એ બાદ એને લાગુ કરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. મહામારીના સમયમાં સ્ક્રેપેજ પોલિસી અર્થવ્યવસ્થા માટે સંજીવની જેવું કામ કરશે.

જૂની ગાડીઓ સ્ક્રેપમાં જવાથી પ્રદૂષણ ઘટી જશે. નવા એન્જિનવાળી ગાડીઓ ગ્રાહકો ખરીદવાથી ઈંધણનો વપરાશ ઘટશે સાથે જ પ્રદૂષણ પણ ઓછું ફેલાવશે.

વિશેષજ્ઞ અનુસાર, જે વાહન સ્ક્રેપમાં જશે એને બદલે નવા વાહનની ખરીદી પર GST ૫૦ થી ૧૦૦% છૂટ મળવાની શક્યતા છે. જોકે હાલ આ અંગેનો અંતિમ નિર્ણય GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવશે. નવી નીતિથી સરકારને GSTથી ૯૬૦૦ કરોડ રૂપિયા અને એ બાદ પાંચ વર્ષમાં ૪૯૦૦ કરોડનો લાભ થવાની શક્યતા છે. વિશેષજ્ઞો મુજબ, આ જૂનાં વાહન સ્ક્રેપમાં ગયા બાદ વાહનમાલિક નવાં વાહન ખરીદશે, જે કેન્દ્ર અને રાજ્યોને GSTથી ૩૮,૩૦૦ કરોડ રૂપિયાનો લાભ થશે.

એક રિપોર્ટ મુજબ, જૂનાં વાહન હટવાથી અને નવાં વાહન આવવાથી ૯,૫૫૦ કરોડ રૂપિયાની બચતનું અનુમાન છે. આગામી વર્ષથી જ એનાથી ૨૪૦૦ કરોડ રૂપિયાનું ઈંધણ બચશે. કોઈ વાહનમાં સ્ટીલનો હિસ્સો ૫૦ થી ૫૫ ટકા હોય છે. આ વાહનોના સ્ક્રેપથી લગભગ ૬,૫૫૦ કરોડ રૂપિયાની સ્ટીલ સ્ક્રેપ મળી જશે અને આટલો સ્ક્રેપ વિદેશોમાંથી નહીં મગાવવો પડે એટલે કે સ્ટીલની આયાત ઓછી થશે, જેને કારણે ગાડીઓ સસ્તી થવાની પ્રબળ સંભાવના છે.

આગામી એક વર્ષમાં જ ૧૫૦૦ કરોડ રૂપિયાનો સ્ટીલ સ્ક્રેપ મળી જશે. હાલ ભંગારના માર્કેટમાં સ્ટીલને કાઢવા માટે સંગઠિત એકમો નથી, સાથે જ એવું પણ જોવા મળ્યું છે કે ભંગારમાં વાહનોમાંથી એન્જિન કાઢી લેવામાં આવે છે અને એનો ઉપયોગ બોગસ વાહનો બનાવવામાં કરવામાં આવે છે.

સ્ક્રેપ પોલિસીની જરૂર કેમ પડી? :- દેશમાં ૧૫ થી ૨૦ વર્ષ જૂની કાર ઘણી છે. આ ગાડીઓથી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. સુરક્ષાની દૃષ્ટિએ પણ આટલી જૂની કાર રોડ પર ફરે એ યોગ્ય નથી. તેમાં ના તો સીટબેલ્ટ હોય છે, ના એરબેગ્સ જેવી એડવાન્સ સેફ્ટી હોય છે. આ સંજોગોમાં ગાડીઓ પોતાની સાથે બીજાને પણ એટલું જ નુકસાન પહોંચાડી શકે છે. નવાં વાહનોથી થતાં એક્સિડન્ટમાં માથામાં ઈજા થવાની શક્યતાઓ ખૂબ ઓછી રહેલી છે, તેથી જ સરકારે આટલી જૂની ગાડીઓ સ્ક્રેપમાં આપવાની પોલિસી લાગુ કરી છે.

જૂની ગાડી સ્ક્રેપમાં નહીં આપો તો શું થાય :- સ્ક્રેપેજ પોલિસીમાં જૂની કારને ફરીથી રજિસ્ટ્રેશન માટે ૧૫,૦૦૦ રૂપિયા સુધીની ફી લેવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, કોમર્શિયલ ગાડીઓ માટે ફિટનેસ સર્ટિફિકેટને દર ૬ મહિનામાં રિન્યુ કરવા અને સાથે જ ફિટનેસ સર્ટિફિકેટની ફી પણ અનેક ગણી વધારવાનો પ્રસ્તાવ છે.

તમારી જૂની કારનું શું થશે? :- સ્ક્રેપેજ પોલિસીમાં ૧૫ વર્ષ જૂની ગાડીઓને સડક પરથી હટાવવાની જોગવાઈ સમાપ્ત કરી દેવામાં આવી છે, પરંતુ એવી ગાડીઓને ચલાવવા માટે દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે. આ સાથે જ રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવાની ફીને વધારીને બેથી ત્રણ ગણી કરી દેવાઈ છે, જેનાથી વાહનમાલિકને જૂની ગાડીઓને વેચીને નવી ગાડી ખરીદવા માટે આકર્ષિત કરશે.

સ્ક્રેપ પોલિસીથી ૫૦ હજાર નવી રોજગારી સર્જાશે :- આ પોલિસીથી ૧૦ હજાર કરોડનું રોકાણ થશે અને ૫૦ હજાર નવી નોકરીઓ આવશે. દુનિયાની તમામ ઓટો બ્રાંડ પણ ભારતમાં છે. આ પોલિસીથી દેશના ઓટો સેક્ટરની ઈકોનોમી ૪ લાખ કરોડ રૂપિયાથી વધીને ૬ લાખ કરોડ રૂપિયા થઈ જશે.

આ હતી સ્ક્રેપ પોલિસી વિશે સંપૂર્ણ માહિતી તેથી,જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ અથવા તમારા મિત્રો ને શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *