ગ્રાહકોને આપવામાં આવશે LPG રિફિલ બુકિંગ પોર્ટેબિલિટીની સુવિધા, શું છે આ યોજના જાણો તેના લાભ.

ગ્રાહકને જ્યારે ઇચ્છા થશે ત્યારે બદલી કરી શકશે પોતાના LPG ગેસ ડિસ્ટ્રિબ્યુટર, જાણો આ નવી સુવિધા ક્યારથી શરૂ થશે અને શું બદલાવ આવશે?

 • ઓનલાઇન ગેસ સિલિન્ડર બુક કરવાની રીતમાં બદલાવ થશે, ડિસ્ટ્રિબ્યુટર પસંદ કરવાનો ગ્રાહકો પાસે વિકલ્પ હશે, જાણો તમામ માહિતી સરકારના પાયલોટ પ્રોજેક્ટ વિશેની.
 • ગ્રાહકોને આપવામાં આવશે LPG રિફિલ બુકિંગ પોર્ટેબિલિટીની સુવિધા, શું છે આ યોજના જાણો તેના લાભ.

શું પરિવર્તન આવશે આ યોજનાથી?

આ યોજના તમારા શહેરમાં શરૂ થયા પછી, જ્યારે કોઇ પણ ગ્રાહક નવું ગેસ કનેક્શન બુક કરાવે છે ત્યારે તેની પાસે પોતાની પસંદગીનો ડિસ્ટ્રિબ્યુટર પસંદ કરવાનો વિકલ્પ રહે છે. જે પણ ડિસ્ટ્રિબ્યુટર તમારા એરીયામાં હાજર હોય, તે તમામ ડિસ્ટ્રિબ્યુટરની લિસ્ટ તમને દેખાશે. ડિસ્ટ્રિબ્યુટરનું રેટિંગ અને અન્ય સુવિધાઓ જોઈને કોઇ પણ ગ્રાહક ડિસ્ટ્રિબ્યુટર પસંદ કરીને કનેક્શન લઈ શકે છે. ગ્રાહક જે ડિસ્ટ્રિબ્યુટર પસંદ કરે છે, તેના દ્વારા જ તે ગ્રાહકને ગેસ સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવે છે.

શું છે ડિસ્ટ્રિબ્યુટર રેટિંગ?

ગૂગલ પર તમે જ્યારે પણ કંઈ ખરીદો છો કે પછી કઈ પણ સર્ચ કરો છો તો ત્યારે તમને સૌ પ્રથમ સ્ટાર રેટિંગ જોવા મળે છે. આ રેટિંગની મદદથી તમને જાણવા મળે છે કે કેટલી સારી છે. સૌથી સારી સર્વિસ અથવા પ્રોડક્ટને ૫ સ્ટાર રેટિંગ અને સૌથી ખરાબ પર ૧ સ્ટાર મળે છે.

ડિસ્ટ્રિબ્યુટરનું પણ આ જ રીતે રેટિંગ કરવામાં આવે છે. જે પણ ડિસ્ટ્રિબ્યુટરનું સૌથી વધારે રેટિંગ હશે, એ ડિસ્ટ્રિબ્યુટર સુવિધા એટલી વધારે સારી માનવામાં આવશે. જ્યારે પણ કોઇ ગ્રાહક ગેસ સિલિન્ડર બુકિંગ કરાવે છે ત્યારે તે ગ્રાહકને દરેક ડિસ્ટ્રિબ્યુટરનું રેટિંગ પણ જોવા મળશે.

ડિસ્ટ્રિબ્યુટર પસંદ કરવાની શું પ્રક્રિયા છે?

 • સૌ પ્રથમ તમારે LPG રિફિલ બુકિંગની વેબસાઈટ www.mylpg.in પર પહોચીને તમારે તમારા LPG રિફિલ બુકિંગની આઈડીથી લોગ-ઈન કરો.
 • જો તમે પહેલાથી રજિસ્ટર્ડ નથી તો લોગ-ઇન કર્યા પછી રજિસ્ટ્રેશન કરો.
 • આ વેબસાઇટમાં ગ્રાહકને પોતાના વિસ્તાર મુજબના ડિસ્ટ્રિબ્યુટરની જાણકારી પ્રાપ્ત થશે.
 • ગ્રાહકને એક મેલ પર કન્ફર્મેશન આવશે, ડિસ્ટ્રિબ્યુટરની પસંદગી કર્યા પછી એક ફોર્મ મોકલવામાં આવશે.
 • જો ગ્રાહક પોતાના ડિસ્ટ્રિબ્યુટર ચેજ કરી રહ્યા છે અથવા તો તે માહીતી તમારા હાલમાં રહેલા ડિસ્ટ્રિબ્યુટરને આપવામાં આવશે.
 • ૩ દિવસમાં તમારા હાલમાં રહેલા ડિસ્ટ્રિબ્યુટર ફોન કરીને તમને વિનંતી કરી શકે છે કે તમે ડિસ્ટ્રિબ્યુટર ન બદલો.
 • જો ગ્રાહક તેમના હાલમાં રહેલા ડિસ્ટ્રિબ્યુટર સાથે જ પોતાનું ગેસ કનેક્શન રાખવા માંગતા હોય તો તમારી ડિસ્ટ્રિબ્યુટર બદલવાની રિક્વેસ્ટ કેન્સલ કરવાનો ઓપ્શન તે ડિસ્ટ્રિબ્યુટર હશે.
 • જો તમારે હાલમાં રહેલા ડિસ્ટ્રિબ્યુટરમા હેરફાર કરવા માંગતા હોય તો તમે ડિસ્ટ્રિબ્યુટરને ફોન પર આ બદલાવ માટે કહી શકો છો. તે નવા ડિસ્ટ્રિબ્યુટરને તાત્કાલિક તમારું ગેસ કનેક્શન ટ્રાન્સફર કરી દેશે.
 • ૩ દિવસમાં તમારું કનેક્શન જો હાલમાં રહેલ ડિસ્ટ્રિબ્યુટર ટ્રાન્સફર કરતો નથી તો તમારું કનેક્શન નવા ડિસ્ટ્રિબ્યુટરને ચોથા દિવસે આપમેળે જ ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
 • અન્ય સામગ્રીઓને અને ગેસ સિલિન્ડરને તમારે જમા કરવાની કોઇ જરૂર નહીં પડશે. આ સાથે ડિસ્ટ્રિબ્યુટર પાસે તમારે જવાની પણ નહીં જરૂર પડે. ઓનલાઈન રહશે આ સંપૂર્ણ પ્રોસેસ.
 • રજિસ્ટ્રેશન ફી, સિક્યોરિટી ડિપોઝિટ અથવા કોઈ પણ પ્રકારનો અલગ ચાર્જ આ સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે લાગુ નહીં કરવામાં આવે.

ક્યારે શરૂ થશે આ યોજના?- ટૂંક સમયમાં આ યોજના સરકાર ૫ અલગ અલગ શહેરમાં શરૂ કરવા માટે વિચારી રહી છે. આ યોજના લગભગ આગામી સપ્તાહથી શરૂ કરવામાં આવી શકે છે. એવી શક્તા છે રાંચીના એક ડિસ્ટ્રિબ્યુટરના મત અનસાર.

શું સિલિન્ડર બુક કરવાની ઓનલાઈન પદ્ધતિ પણ ફેરફાર થશે?– ઓનલાઈન સિલિન્ડર બુક કરાવાની પધ્ધતીમાં કોઇ ફેરફાર નહીં થાય. કોઈ પરિવર્તન નહીં હોય સિલિન્ડર બુક કરવાની સંપૂર્ણ પ્રોસેસમાં, માત્ર ડિસ્ટ્રિબ્યુટર પસંદ કરવાના ગ્રાહકને વિકલ્પ વધારે મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *