શું તમે આ રક્ષાબંધને તમારી બહેનને સુરક્ષાની સાથે ભવિષ્ય માટે ગિફ્ટ આપવા માંગો છો, તો વાંચી લો આ લેખ.

આ રક્ષાબંધને તમારી બહેનને આપો સુરક્ષિત ભવિષ્યની ગિફ્ટ, જાણો કઈ કઈ ગિફ્ટ આપવી.

આ વર્ષે રક્ષાબંધન ૨૨ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભાઈ પોતાની બહેનને ગિફ્ટ આપે છે. ત્યારે આ વખતે તમે તમારી બહેનને કંઈક એવી ગિફ્ટ આપી શકો છો જે તેને નાણાકીય સુરક્ષા આપે અને ખરાબ સમયમાં તેના કામમાં આવે. ચાલો અહીં જાણીએ રક્ષાબંધનના પ્રસંગે બહેનને આપી શકાય તેવી કેટલીક ગિફ્ટ વિશે

બહેનના હાયર એજ્યુકેશન માટે રોકાણ કરો :- જો તમારી બહેન નાની છે તો તમે તેના નામ પર સુકન્યા, PPF અથવા રિકરિંગ ડિપોઝિટ (RD)માં રોકાણ કરી શકો છો. આ યોજનામાં મેચ્યોરિટી પર ગેરંટીડ રિટર્ન મળે છે. રોકાણ કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં કરી શકાય છે. તે ઉપરાંત તમે તમારી બહેન માટે SIP અથવા મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકો છો. તેનાથી તમારી બહેનને હાયર એજ્યુકેશન માટે સરળતાથી અને પર્યાપ્ત ફંડ ભેગું થઈ જશે.

હેલ્થ ઈન્શ્યોરન્સ દ્વારા સ્વાસ્થ્ય સુરક્ષા આપો :- કોરોનાએ લોકોને હેલ્થ ઈન્શ્યોરન્સનું મહત્ત્વ સમજાવી દીધું છે. હેલ્થ ઈન્શ્યોરન્સથી બહેન બીમાર પડે તો યોગ્ય સારવાર મળી શકશે. તમે બહેનનો જનરલ હેલ્થ ઈન્શ્યોરન્સ અથવા કોરોના માટે અલગથી ઈન્શ્યોરન્સ કરાવી શકો છો. તમામ જનરલ અને સ્ટેન્ડ લોન હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓએ કોરોના કવચ ઈન્શ્યોરન્સ પોલિસીને લોન્ચ કરી છે. તેમાં કોરોના સંક્રમિતના કિસ્સામાં હોસ્પિટલમાં દાખલ, દાખલ થતા પહેલા અને બાદમા, ઘરમાં સંભાળ અને સારવાર સહિત અન્ય ખર્ચ કવર થશે.

ક્રેડિટ કાર્ડ ગિફ્ટ કરો :- જો તમારી બહેન તમારા કરતા નાની છે જે કોલેજમાં અભ્યાસ કરી રહી છે તો તેની આર્થિક જરૂરિયાતોને પૂરી કરવા માટે ક્રેડિટ કાર્ડ ગિફ્ટ કરી શકો છો. તેનાથી પૈસાની જરૂર પડવા પર તેને પરેશાનીનો સામનો નહીં કરવો પડે. તમે ક્રેડિટ કાર્ડની લિમિટ તમારી બહેનની જરૂરિયાતોના આધારે નક્કી કરી શકો છો.

સેવિંગ બેંક અકાઉન્ટ ખોલાવો :- જો તમારી બહેનનું સેવિંગ અકાઉન્ટ નથી તો તમે તેને એક નિશ્ચિત રકમ કોઈ બેંકમાં બચત ખાતું ખોલાવીને આપી શકો છો. તેનાથી તેને હંમેશાં કેશ લઈને જવાની જરૂર નહીં પડે અને તેને જમા પર વ્યાજ પણ મળતું રહેશે.

સોનાની જ્વેલરી ગિફ્ટ કરી શકો છો :- જો તમારી બહેનને ગોલ્ડ જ્વેલરી પહેરવાનો શોખ છે તો તમે તેને સોનાની જ્વેલરી પણ ગિફ્ટ કરી શકો છો. ગોલ્ડ જ્વેલરીથી તેનો શોખ તો પૂરો થશે સાથે જરૂર પડવા પર તે તેના બદલે લોન લઈને પોતાની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરી શકે છે.

મોબાઈલ પર આખા વર્ષનું રિચાર્જ કરાવી આપો :- તમે તમારી બહેનના મોબાઈલ પર આખા વર્ષનું રિચાર્જ કરાવી શકો છો. તેનાથી તેને વારંવાર રિચાર્જ કરવા માટે હેરાન નહીં થવું પડે. જિયો, આઈડિયા- વોડાફોન અને એરટેલની પાસે 365 દિવસની વેલિડિટીવાળા ઘણા રિચાર્જ પ્લાન છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, ડેટા અને ફ્રી SMS જેવી ઘણી સુવિધાઓ મળે છે. તમે તમારી બહેનની જરૂરિયાત પ્રમાણે રિચાર્જ પ્લાન પસંદ કરી શકો છો.

આ રીતે આ રક્ષાબંધનમાં તમારી પ્રિય બહેનને ગિફ્ટ આપી શકો છો. આશા છે કે તમને આ લેખ પસંદ આવ્યો હશે તો કોમેન્ટ અથવા શેર કરી તમારા મિત્રો ને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *