ડ્રાફ્ટ ટી પી સ્કીમ અને ડ્રાફ્ટ ટી પી સ્કીમને કઈ રીતે મળે છે મંજૂરી જાણો વિગતવાર.

ડ્રાફ્ટ ટીપીની સૈદ્ધાંતિક પરવાનગી મળે તો સરકારમાં મંજુરી આપતા પહેલા આપવામાં આવે છે આ પરવાનગી.

મ્યુનિ.કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ખાતા દ્વારા ઘણી વાર શહેરના કેટલીય ટીપી સ્કીમો મંજુર થઇ ગયા હોવા છતાં વિકાસ પરવાનગી માટેના અભિપ્રાય આપવામા આવતા નથી. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ખાતા દ્વારા છેલ્લા એક દશકથી એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવે છે અને ૫૦ થી વધારે ટીપી સ્કીમોમાં ઘણા બિલ્ડરોને કરોડો રૂપિયાના બખ્ખાં કરાવી આપ્યા છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું ટાઉન પ્લાનિંગ ખાતુ ટીપી સ્કીમનો ડ્રાફ્ટ બનાવે છે. શહેરની મંજુર ડ્રાફ્ટ ટીપી સ્કીમોમાં ટીપીઓની નિમણુંક કરવામાં આવે છે. ટીપી સ્કીમનો ડ્રાફ્ટ બન્યા પછી તે મંજુરી માટે રાજ્ય સરકારમાં મોકલવામાં આવે છે. રાજ્ય સરકાર ટીપી સ્કીમના ડ્રાફ્ટને મંજુરી આપે તેને લગભગ બે વર્ષથી પણ વધારે સમય થઇ જાય છે.

આવી રીતે ટીપી સ્કીમનો ડ્રાફ્ટ બનાવી સરકાર પાસે મંજુરીમાં મોકલવામાં આવે છે, જ્યાં સુધી ડ્રાફ્ટ ટીપીને સરકાર મંજુરી આપે ત્યાં સુધીમાં ધડાધડ વિકાસ પરવાનગી આપી દેવામાં આવે છે. આમ બિલ્ડરોને ટીપી સ્કીમના સબમીટ ડ્રાફ્ટ મુજબ વિકાસ પરવાનગી આપી દેવામાં આવે છે, પાછળથી ડ્રાફ્ટમાં સુધારા કરવામાં આવે પરંતુ તે અમલમાં આવી શકતા નથી કેમ કે, કેટલાય કિસ્સામાં તો બિલ્ડરોને ફાયદો અપાવવા માટે ફાળવેલા પ્રાઇમ પ્લોટમાં પ્લાન પાસ કરીને સત્તાવાર બાંધકામ થઇ ગયું હોય છે.

આમ એક દાયકાથી એક જ પ્રકારની આ મોડસ ઓપરેન્ડીથી ૫૦૦ થી વધારે વિકાસ પરવાનગીઓ આપીને પછી બિલ્ડરોને કરોડો રૂપિયાના બખ્ખાં કરાવવામાં આવ્યા છે.

મ્યુનિ. કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ખાતા સાથે સંકળાયેલા સુત્રો મુજબ જાણવા મળે છે કે, ટાઉન પ્લાનિંગ એક્ટ પ્રમાણે ટીપી સ્કીમનો ડ્રાફ્ટ બનાવવાની સત્તા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ખાતા પાસે હોય છે, જ્યારે ટીપી સ્કીમનો ડ્રાફ્ટની મંજુરી સરકાર આપે અને ટીપીઓની નિમણુંક કરે એટલે આખી ટીપી સ્કીમના ડ્રાફ્ટમાં સુધારા કરવાની સત્તા ટીપીઓ પાસે આવી જાય છે. આવી રીતે વધારે હોશિંયારી વાપરીને અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓ જાણે બિલ્ડરો માટે કામ કરતાં હોય તેમ વર્તન કરે છે.

શહેરમાં ટીપી સ્કીમનો ડ્રાફ્ટ બનાવવામાં આવે ત્યારે તેમાં કેટલાંક મળતિયા બિલ્ડરોને મોટા ફ્રંન્ટેજવાળો મોટો ફાઇનલ પ્લોટ, મુખ્ય રોડ ઉપર પ્લોટ, પ્રાઇમ લોકેશન ઉપર ફાઇનલ પ્લોટ વગેરે જેવા કેટલાય ફાયદા કરાવે છે, જેમાં એકવાર ડ્રાફ્ટ ટીપી બની ગયા પછી તેને સરકાર સામે સબમીટ કરવામાં આવે છે.

રાજ્ય સરકાર પણ ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં સુધારા સુચવીને ઘણીવાર ડ્રાફ્ટ મંજુર કરતી નથી. ટીપી સ્કીમનો ડ્રાફ્ટ લાંબો સમય સુધી પડયો રહે છે, તે દરમિયાન મ્યુનિ.ના ટાઉન પ્લાનિંગ ખાતા દ્વારા સબમીટ કરેલ ડ્રાફ્ટ ટીપી મુજબ બિલ્ડરોને વિકાસ પરવાનગી આપવામાં આવે છે, એટલે કે, એના પ્લાન પાસ કરી આપવામાં આવે છે અને તેમાં બિલ્ડરો રાત-દિવસ એક કરીને ઇમારતો બનાવે છે.

પછી સરકાર ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં સુધારા સાથે મંજુર કરે છે, પણ તે સુધારા અમલીકરણમાં બનતા નથી કારણ કે, ટીપીઓ પણ હાથ ઉપર કરી દે છે કે, મ્યુનિ. કોર્પોરેશને એ પ્લાન પાસ કરી દીધાં છે. આવી રીતે સરકાર પણ છુપી રીતે અમદાવાદ મ્યુનિ.ના ભ્રષ્ટ અધિકારીઓના આવા સમર્થન ઉપર ઉતરી આવતી હોય છે. જેના કારણે મ્યુનિ.ને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે જ્યારે સજ્જન ખેડુતો-જમીનધારકો છેતરાય જાય છે.

બિલ્ડરોને મૂળખંડની બહાર ફાઇનલ પ્લોટ પાડ્યા અને બિલ્ડિંગો ઊભી થઇ :- અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ખાતા દ્વારા એક દાયકામાં નારણપુરા, વાડજ, વટવા, લાંબા, સાબરમતી, વટવા, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, વિંઝોલ, નિકોલ, હાથિજણ, મકરબા, સરખેજ વગેરેના વિસ્તારોની ટીપી સ્કીમોમાં મોટા ખેલ ખેલવામાં આવ્યો છે, જેમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમ મંજુર થતા પહેલાં ફાઇનલ પ્લોટમાં આપવામાં આવેલી વિકાસ પરવાનગી મુજબ બિલ્ડીંગો ઉભી થઇ ચૂકી છે.

હવે ડ્રાફ્ટ ટીપીમાં સુધારા સુચવ્યા હોય પછી બિલ્ડીંગો ઉભી થઇ હોવાથી તેની અમલવારી કરવામાં નથી. બિલ્ડરોને તેમના મુળખંડની બહાર અંતિમખંડ આપી બખ્ખાં કરાવ્યા પછી હવે થોડા મહિના પહેલાં એમની આ કરતુત ઉપર બ્રેક લાગી ગઈ છે, પણ જે ડ્રાફ્ટ ટીપી મંજુરી આપે છે, જેમાં મુળખંડને બદલે અંતિમખંડમાં આપવામાં આવેલી વિકાસ પરવાનગીઓ રદ કરવાની તો મ્યુનિ. કોર્પોરેશનમાં પણ હિંમત જોવામાં આવતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *