તાલિબાન કોણ છે અને શરૂઆત ક્યારે થઈ હતી કેવી રીતે મજબૂત બન્યું જાણો તાલિબાન વિશે સંપૂર્ણ માહિતી.

દુનિયામાં ઘણા દેશોમાં આતંકવાદી સંગઠનો છે અને તેઓ હુમલાઓ કરે છે. જેમાં પાકિસ્તાન મુખ્ય મથક સમાન દેશ છે. ભારતનો એક પાડોશી દેશ જ્યાં ડેમોક્રેટિક સરકાર ચાલતી હતી અને સત્તા પર રાષ્ટ્રપતિ હતા એવી આખી સરકારને ઉથલાવીને એક આતંકવાદી સંગઠને આખા દેશનું શાસન પોતાના હાથમાં લઈ લીધું હતું. વાત છે અફઘાનિસ્તાન ઉપર પોતાનો કબજો જમાઈ લેનાર તાલિબાનની. જે દ્રશ્યો સામે આવ્યા હતા કે તાલિબાનના ખોંફને કારણે એરપોર્ટ પર લોકોની ભીડ જામી હતી હતી ત્યાંથી જવા પ્લેનમાં લટકાઈ પણ ગયા. અને એવો પણ વિડીયો સામે આવ્યો કે વિમાનમાંથી નીચે પટકાઈ મોત થયું. આવા ખોફનાક દ્રશ્યો જોયા. હાલ આખો દેશ ચિંતામાં મુકાઈ ગયો છે.

કોણ છે તાલિબાનો:- તાલિબાનો પોતાની જાતને એક પોલિટિકલ ગ્રુપ ગણાવે છે. આ એક મિલીટરી ઓર્ગેનાઇઝેશન છે જેમણે ૧૯૯૬ થી ૨૦૦૧ સુધી ૫ વર્ષ માટે અફઘાનિસ્તાન ઉપર શાસન કર્યું હતું. અત્યારે એમનું સંખ્યાબળ લગભગ ૨ લાખ સૈનિકો જેને એ લોકો મુજાહિદ કહે છે. જો એમની વિચારધારાની વાત કરીએ તો એમની વિચારધારા જો કે આતંકવાદી સંગઠનો જેવી જ છે. એ લોકો કડક મુસ્લિમ કાયદા જેને શરીયા કહેવાય છે એના સખત અમલ કરાવવામાં માને છે. ઉદાહરણ તરીકે, કોઈએ ચોરી કરી તો એના હાથ કાપી નાખવા, કોઈ મહિલાએ હિજાબ નથી પહેર્યો તો એને જાહેરમાં ચાબુક મારવી, ઇસ્લામ ધર્મને કોઈ છોડી દે તો એને પથ્થરો મારીને મારી નાખવો , છોકરીઓને ભણવાનો કે જોબ કરવાનો અધિકાર ન આપવો, એમણે બહાર જવું હોય તો કોઈ પુરુષ સાથે હોય તો જ જઈ શકે , આ બધા પ્રકારની ચરમપંથી વિચારધારાને એ લોકો સપોર્ટ કરે છે . ટૂંકમાં માનવ અધિકારોનો કોઈ કન્સેપ્ટ ત્યાં લાગુ પડતો નથી.

તાલિબાનની શરૂઆત ક્યારે થઈ હતી:- પશ્તો ભાષામાં વિદ્યાર્થીઓને તાલિબાન કહેવાય છે. નેવુંના દશકની શરૂઆતમાં જ્યારે સોવિયત સંઘ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકો પાછા બોલાવી રહ્યું હતું, ત્યારે એ સમયમાં તાબિલાન એક સમૂહ તરીકે ઊભર્યું. માનવામાં આવે છે કે પશ્તો આંદોલન પહેલાં ધાર્મિક મદરેસાઓમાં ઊભર્યું અને તેના માટે સાઉદી અરેબિયાએ ફંડ આપ્યું. આ આંદોલનમાં સુન્ની ઇસ્લામની કટ્ટર માન્યતાઓનો પ્રચાર કરાતો હતો. જલદી તાલિબાનીઓ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પશ્તુન વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષાની સ્થાપનાની સાથેસાથે શરિયા કાનૂનના કટ્ટરપંથી સંસ્કરણને લાગુ કરવાનો વાયદો કરવા લાગ્યા હતા.દક્ષિણ પશ્ચિમ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો પ્રભાવ ઝડપથી વધ્યો.

સપ્ટેમ્બર,૧૯૯૫ માં તેમણે ઈરાનની સીમા પાસેના હેરાત પ્રાંત પર કબજો કરી લીધો હતો. તેના બરાબર એક વર્ષ બાદ તાલિબાનીઓએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરી લીધો હતો.

અફઘાનિસ્તાન પર તાલિબાનીઓનું નિયંત્રણ:- તેમણે એ સમયે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ રહેલા બુરહાનુદ્દીન રબ્બાનીને સત્તા પરથી હઠાવી દીધા. રબ્બાની સૈનિકોના અતિક્રમણનો વિરોધ કરનારા અફઘાન મુજાહિદ્દીનના સંસ્થાપક સભ્યોમાંથી એક હતા. વર્ષ ૧૯૮૮ આવતાં-આવતાં અંદાજે ૯૦ ટકા અફઘાનિસ્તાન પર તાલિબાનીઓનું નિયંત્રણ થઈ ગયું હતું. સોવિયત સૈનિકોના ગયા બાદ અફઘાનિસ્તાનના સામાન્ય લોકો મુજાહિદ્દીનના અત્યાચારો અને આંતરિક સંઘર્ષથી કંટાળી ગયા હતા, આથી તેમણે તાલિબાનીઓનું સ્વાગત કર્યું હતું.

ભ્રષ્ટાચાર પર અંકુશ, અરાજકતાની સ્થિતિમાં સુધારો, રસ્તાઓનું નિર્માણ અને નિયંત્રણવાળા વિસ્તારોમાં તમામ ધંધારીય સુવિધા આપવી- આ તમામ કામો થતાં શરૂઆતમાં તાલિબાની ઘણા લોકપ્રિય પણ થયા. પરંતુ આ દરમિયાન તાલિબાને ઇસ્લામિક સજા આપવાની રીત લાગુ કરી, જેમાં હત્યા અને વ્યાભિચારના દોષીઓને જાહેરમાં ફાંસી આપવી અને ચોરીના મામલામાં દોષીઓના હાથ કાપી નાખવા જેવી સજાઓ સામેલ હતી.

પુરુષોએ દાઢી રાખવી અને મહિલાઓ માટે બુરખાનો ઉપયોગ જરૂરી કરી દીધો હતો. તાલિબાને ટેલિવિઝન, સંગીત અને સિનેમા પર પ્રતિબંધ લાદી દીધો અને ૧૦ વર્ષ અને તેનાથી વધુ ઉંમરની છોકરીઓને સ્કૂલે જવા પર રોક લગાવી દીધી.

તાલિબાન સરકારને માન્યતા આપનારો દેશ:- તાલિબાનીઓને પર માનવાધિકાર અને સાંસ્કૃતિક દુર્વ્યવહાર સાથે જોડાયેલા અનેક આરોપો લાગવાના શરૂ થઈ ગયા. તેનું એક બદનામીવાળું ઉદાહરણ વર્ષ ૨૦૦૧ માં ત્યારે જોવા મળ્યું જ્યારે તાલિબાનીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ હોવા છતાં મધ્ય અફઘાનિસ્તાનના બામિયાનમાં બુદ્ધની પ્રતિમાને નષ્ટ કરીને પાડી દીધી. તાલિબાનને બનાવવામાં અને મજબૂત કરવાના આરોપોનો પાકિસ્તાન સતત ઇનકાર કરતું રહ્યું છે, પણ તેમાં કોઈ શંકા નથી કે શરૂઆતમાં તાલિબાની આંદોલન સાથે જોડાયેલા પાકિસ્તાનની મદરેસાઓમાં શિક્ષિત થનારા લોકો હતા.

અફઘાનિસ્તાન પર જ્યારે તાલિબાનનું નિયંત્રણ હતું ત્યારે પાકિસ્તાન દુનિયાના એ ત્રણ દેશોમાં સામેલ હતો, જેણે તાલિબાન સરકારને માન્યતા આપી હતી. પાકિસ્તાન સહિત સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમિરાતે પણ તાલિબાન સરકારને સ્વીકારી હતી.

તો આ હતી તાલિબાનો વિશે સંપુર્ણ માહિતી. તેથી,જો આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *