ટ્રાફિક પોલીસ ક્યારે ચલણ કાપી શકતી નથી, જાણો નિયમો અને કાયદાઓ વિશે પૂરી માહિતી.

રસ્તા પર ગાડી ચલાવતી વખતે જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી, તો તમને ડર છે કે ટ્રાફિક પોલીસ ચલણ કાપી નાખશે. કેટલીક વાર એવું પણ થાય છે કે લાઇસન્સ તમારી સાથે હોતું નથી, તમે તેને તમારા ઘરે ભૂલી જાવ છો. આવી સ્થિતિમાં ટ્રાફિક પોલીસ તમને પકડે તો તે સમયે નિયમો અંગે જાણકારી હોવી જરૂરી છે.

આ લેખમાં આજે અમે તમને તે નિયમો વિશે જણાવીશું, જે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. નિયમોની યોગ્ય જાણકારી હોવાથી, તમને ખબર પડશે કે ક્યાં ક્યાં કાગળ રાખવા જરૂરી છે અને ક્યાં કાગળ તમારી પાસે રાખવા જરૂરી નથી.

ગાડી ચલાવતા સમયે ચાર પેપર હોવા ખૂબ જ જરૂરી છે.

 • ડ્રાઇવિંગ લાઇસન્સ,
 • નોંધણી પ્રમાણપત્ર (સર્ટિફિકેટ),
 • વીમા પ્રમાણપત્ર અને
 • પોલ્યુશન પ્રમાણપત્ર(સર્ટિફિકેટ) હોવું જરૂરી છે.

જો તમે તેની હાર્ડ કોપી રાખવા માંગતા ન હોય તો પછી તમે મોબાઇલમાં ડિજિટલ કોપી પણ રાખી શકો છો. આવી સ્થિતિમાં, જો તમે તમારું DL (લાઈસન્સ) ઘર ભૂલી ગયા છો અને ટ્રાફિક પોલીસ તમને પકડે છે, તો પછી તમે ડિગી લોકરમાં રાખેલી ડિજિટલ કોપી બતાવીને તમારું કામ ચલાવી શકો છો.

ચલન શબ્દથી દરેક લોકો પરિચિત છે. આ ત્રણ તરીકે ના હોય છે. જો ટ્રાફિક પોલીસ નિયમોને તોડવા માટે તમને પકડે છે, તો તે જ સમયે ચલણ કાપવામાં આવે છે. ચલણના પૈસા પણ તે જ સમયે જમા કરવના હોય છે. આવી પરિસ્થિતિમાં ચલનની રસીદ લેવાનું ન ભૂલવું. જો તમારી પાસે તે સમયે પૈસા નથી, તો ટ્રાફિક પોલીસ તમારું લાઇસન્સ લઈને ચલણ કાપે છે. જો કે, પછી તમારે કોર્ટમાં જવું પડશે. કોર્ટમાં દંડ ભરીને તમે તમારું લાઇસન્સ પાછું મેળવી શકો છો.

જો તમે ટ્રાફિક નિયમ તોડીને ભાગી જાઓ છો અને પોલીસ તમારા વાહનનો નંબર નોંધ કરે છે, તો તેના આધારે ચલન ઘરે પણ મોકલવામાં આવી શકે છે. નોટિસના ચલણમાં આરોપી પાસે એક મહિનાનો સમય આપવામાં આવે છે. દંડ સ્થાનિક ટ્રાફિક પોલીસ ઓફિસમાં જમા કરાવી શકાય છે. એક મહિના પછી, ચલણ કોર્ટમાં મોકલી દેવામાં આવે છે.

કાયદો તોડવાની સ્થિતિમાં કેટલાક ચલણો કાપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, દારૂના નશામાં અને ડ્રાઇવિંગના કિસ્સામાં કોર્ટના ચલણ કાપવામાં આવે છે. આ કિસ્સામાં દંડ સિવાય સજાનું પણ પ્રાવધાન હોય છે. આ ચલણ એક જ સમયે અથવા સ્થાનિક ટ્રાફિક પોલીસ ઓફિસ પર જમા કરી શકાતી નથી. તમારે ચલણ ચૂકવવા કોર્ટમાં જવું પડશે.

 • સીટ બેલ્ટ વગર ડ્રાઇવિંગ,
 • ડિફેક્ટિવ નંબર પ્લેટ,
 • લાલ લાઇટ્સ ક્રોસિંગ,
 • ખોટી જગ્યાએ પાર્કિંગ,
 • ઈન્ડીકેટર આપ્યા વિના વળવું,
 • હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવવું,
 • ગેરકાયદેસર લાલ લાઈટ લગાવવી,
 • બાઇક પર ત્રણ સવારી,

આવી સ્થિતિમાં ૧૦૦ રૂપિયાનો દંડ ભરવો પડે છે અને ઓવર સ્પીડિંગના કિસ્સામાં ૪૦૦ રૂપિયા, લાઇસન્સ વગર ડ્રાઇવિંગ કરવા માટે ૫૦૦ રૂપિયા, ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ પર વાત કરવા માટે ૫૦૦ રૂપિયા,

વીમાના કાગળ વગર વાહન ચલાવવા માટે એક હજાર રૂપિયા, રજીસ્ટ્રેશન વગર વાહન ચલાવવા બદલ ૨૦૦૦ રૂપિયાનો દંડ છે.

ટ્રાફિક પોલીસ પાસે વાહન જપ્ત કરવાનો પણ અધિકાર છે. જો વાહન કોઈ લાવારીસ કે ખોટી હાલતમાં પાર્ક કરવામાં આવ્યું હોય, જ્યાં પાર્કિંગ ન હોય અને ત્યાં પાર્કિંગ કર્યું હોય, જો દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય, તો આવી સ્થિતિઓમાં ટ્રાફિક પોલીસ વાહન જપ્ત પણ કરી શકે છે.

ટ્રાફિક કોન્સ્ટેબલને દંડ કરવાનો અધિકાર નથી. ફાઈન કાપવાનો અધિકાર ફક્ત ZO ને જ હોય છે. હેડ કોન્સ્ટેબલ ૧૦૦ રૂપિયા સુધીનો દંડ વસૂલ કરી શકે છે. ASI, SI ૧૦૦ રૂપિયાથી વધુની ફાઇલ વસુલ કરી શકે છે. કોઈ પણ ટ્રાફિક અધિકારી જ્યાં સુધી એની વર્દીમાં ન હોય અને એના પર નામ પ્લેટ ન હોય ત્યાં સુધી તમને દંડ કરી શકતા નથી. જો તે આવું કરે છે તો તમે તેનો વિરોધ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *