હવે ખુબ સરળતાથી ઘરેબેઠા બેઠા એ જાણી શકાશે કે કેટલા લોકોએ સિમ કાર્ડ તમારા આધાર કાર્ડથી ખરીધ્યા છે.

પહેલાના સમયમાં, કોઇપણ વ્યક્તિ માત્ર ૯ સિમ કાર્ડ ખરીદી શકતા હતા એક આધાર પરથી, પરંતુ હવેથી તે વ્યક્તિ ૧૮ સિમ કાર્ડ સુધી ખરીદી શકે છે એક આધાર કાર્ડથી.

જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડની સાથે લિંક હશે, તો તમે એ જાણી શકો છો કે, તમારુ આધારકાર્ડ બીજા અન્ય કેટલા નંબર સાથે લિંક છે.

વર્તમાન સમયમાં આધાર કાર્ડને એક ખુબ જરૂરી ડોક્યુમેન્ટ માનવામાં આવે છે. અને તેના વગર કોઈપણ જરૂરી કામ હાલના સમયમાં નથી થઈ શકતું. ૧૮ ફોન કનેક્શન એક આધાર કાર્ડ દ્વારા લઈ શકાય છે. આથી, જો કોઇપણ ગ્રાહક એ જાણવા માંગે છે કે કેટલા લોકોએ ફોન કનેક્શન તેના આધાર કાર્ડથી લીધું છે, તો તે એકદમ સરળ રીતે જાણી શકાય છે. કોઇપણ વ્યક્તિ સરળતાથી તેના વિશે ઘરે બેચીને જાણી શકે છે.

જાણો આ માટેની સંપુર્ણ પ્રોસેસ- જો કે, પહેલા તમે માત્ર ૯ સિમ કાર્ડ ખરીદી શકતા હતા એક આધાર પરથી, પરંતુ હવેથી તમે ૧૮ સિમ કાર્ડ સુધી ખરીદી શકે છે એક આધાર કાર્ડથી. તમે ૧૮ નંબર એક આધાર કાર્ડથી ખરીદી શકો છો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ની દ્વારા કરવામાં આવેલા બદલાવ પછી. TRAI ના માહિતી આપ્યા મુજબ, બિઝનેસ માટે ઘણા લોકોને વધારે સિમ કાર્ડની જરૂરીયાત ઉભી થાય છે, આ કારણથી, આ લિમિટમાં વધારો કરવામાં આવો છે. જો તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડની સાથે લિંક હશે, તો તમે એ જાણી શકો છો કે, તમારુ આધારકાર્ડ બીજા અન્ય કેટલા નંબર સાથે લિંક છે.

જાણો તમારા આધાર કાર્ડની સાથે કેટલા મોબાઇલ નંબર લિંક છે આ રીતેઃ-

 • સૌ પ્રથમ UIDAI ની માન્ય વેબસાઈટ પર તમારે જવાનું રહેશે.
 • UIDAI ના મુખ્ય પેજ પર ગેટ આધાર (Get Aadhaar) પર જાવ.
 • ત્યાર પછી તમારે ડાઉનલોડ આધાર (Download Aadhaar) પર જવાનું રહેશે.
 • તે વેબ પેજ પર જઇને તમારે વ્યુ મોર (View More) વિકલ્પ પર ક્લિક કરો.
 • ત્યા હવે ઓનલાઇન આધાર સર્વિસ (Aadhaar Online Service) પર જઈને Aadhaar Authentication History નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
 • અહીં હવે તમારે Aadhaar Authentication History પર જઈને, ત્યા જોવા મળતી લિંક પર ક્લિક કરો.
 • ક્લિક કરવાની સાથે જ એક નવું પેજ ખુલ્લી જશે, અહીં તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરીને sent OTP પર ક્લિક કરો.
 • હવે અહીં All ને સિલેક્ટ કરો Authentication Type પર.
 • કેટલા રેકોર્ડ તમારે જોવા છે, તે નંબર દાખલ કરો. ત્યાર પછી તમારા મોબાઇલ નંબર પર એક OTP આવશે, અને તે OTP તેમા દાખલ કરીને, ક્લિક કરો વેરિફાઈ OTP પર.
 • આ સાથે જ નવું ઈન્ટરફેસ તમારી સામે ખુલ્લી જશે.
 • તમારી ડિટેઈલ્સ અહીંથી તમે મેળવી શકો છો.

આધાર કાર્ડની સાથે મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરાવો- જો તમે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર કે પછી ઈમેલ ID ને લિંક કરવા માંગતા હોય તો તેના માટે આધાર સેન્ટર પર તમારે જવાનું રહેશે. તમે ઓનલાઈન આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક કરી શકશો નહીં. કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ્સની જરૂર મોબાઇલ નંબર લિંક કરવા માટે પડતી નથી. પરંતુ આ માટે બાયમેટ્રિક ઓથેન્ટિકેશન તમારે જરૂરથી કરાવવું પડશે.

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવા માટેની પ્રોસેસ- 

 • આધાર કાર્ડની અટેસ્ટેડ કોપીની સાથે તમારા ટેલિકોમ ઓપરેટરના આઉટલેટ એટલે કે આધાર સેન્ટર પર તમારે જવાનું રહેશે.
 • તમારો મોબાઈલ નંબર ઓપરેટરને આપો
 • સ્ટોર એક્ઝિક્યુટિવ એક OTP તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલશે, તમારા એક્ઝિક્યુટિવને આ OTP વેરિફિકેશન માટે આપવાનો રહેશે.
 • આ પછી, તમારી ફિંગર પ્રિન્ટ એક્ઝિક્યુટિવ લેશે, અને તમને એક કન્ફર્મેશન SMS તમારા ટેલિકોમ ઓપરેટર દ્વારા મોકલવામાં આવશે.
 • આ SMS નો જવાબ Y લખીને ફરી sent કરવો, તમારી e-KYC પ્રોસેસ આવી રીતે કરવાની સાથે જ સમાપ્ત થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *