જાણો દત્તક લીધેલા સંતાનની વારસાહક અંગે કાયદાકીય જોગવાઈઓ અને દત્તકવિધાન વિશે.

ઘણા એકલા રહેતા વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેઓ પાસે પણ તેમનું બાળક હોય.. સંતાન વિહોણા દંપતીઓ અથવા કે એકલા વ્યક્તિને જો કોઈ ઘર વિહોણું બાળક મળે તો આવા બાળકને તેઓ દત્તક લઈ લે છે અને પોતાનું નામ આપી અને સંતાનવાળા મા-બાપ થઈ શકે છે.

આપણા સમાજમાં ઘણા એવા અનાથાશ્રમ અને અનેક સંસ્થાઓ બનેલી છે જ્યાં ઘર વિહોણાં અને તરછોડાયેલા બાળકોને રાખવામાં આવતા હોય છે. આ બાળકોને કોઈ તેમને તરછોડીને આશ્રમમાં મૂકી ગયું હોય છે, અથવા તો જન્મ થતાંની સાથે એનો ત્યાગ કરીને છોડી ગયું હોય છે, અમુક બાળકોને તો જન્મતાંની સાથે મા-બાપની છત્રછાયા રહેતી નથી અને ક્યારેક બાળક ખોવાયેલી પરિસ્થિતિમાં આવતાં હોય તો તેઓ આવાં કોઈ આશ્રમ કે સંસ્થામાં આવીને રહે છે.

આજે અમે તમને આ વિષય અંગે કેટલાક કાયદાકીય જોગવાઈઓ જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં નિષ્ણાંત એડ્વોકેટશ્રી નજમુદ્દીન મેઘાણી એ કાયદાકીય પ્રશ્નોના જવાબો આપ્યા હતા, એના વિશે જણાવીશું, તો ચાલો જાણી લઈએ..

અમે અહીં જમીન-મકાન-મિલકત સાથે સંકળાયેલા તમામ લોકો સમજી શકે એવી સરળ ભાષામાં દૈનિક જીવનમાં થતી કાયદાકીય ગૂંચવણનો ઉકેલ લાવવાના ઉદ્દેશથી કાયદાકીય માહિતી વિશે વાત કરવાના છીએ. આ કાયદાકીય માહિતીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ માહિતી જરૂર વાંચો.

શ્રી નજમુદ્દીન મેઘાણી, ગુજરાતના અગ્રગણ્ય એડવોકેટ જે છેલ્લા ૩૮ વર્ષથી એડવોકેટ તરીકેની પ્રેક્ટીસ અને અનુભવ પરથી જમીન-મિલકતને લગતી કાયદાકીય કાર્યવાહીમાં નિષ્ણાંત એડવોકેટ તરીકે ઘણી મોટી ખ્યાતિ મેળવી ચુક્યા છે.

દત્તક લીધેલા બાળકને પણ મિલકતમાં જન્મ લીધેલા બાળકને જેટલો હક મળે એટલો જ હક મળવા પાત્ર ગણાય છે. પરંતુ એ બાળકને જયારે દત્તક લેવામાં આવે તે પહેલાના જે હક હોય તે દત્તક લીધેલા બાળકને પ્રાપ્ત થાય નહિ. એટલા માટે દત્તક લીધેલા બાળકોના વારસાહક ત્યારે જ ચાલુ થાય કે જયારે એને દત્તક લીધું હોય તે પછી નો હક મળે છે. પરંતુ દત્તક લીધાના પહેલા નો કોઈ હક પ્રાપ્ત થતો નથી.

ઘણી વાર આપણે સમાચાર કે ન્યુઝ પેપર માં વાચતા હોઈએ છીએ કે મારી દીકરી કે મારો દીકરો મારા કહ્યામાં રહ્યા નથી જેથી હું એને મારા વારસાહક માંથી બાકાત કરું છું અને મારી મિલકતમાં કોઈ અધિકાર પણ રહેશે નહિ… જો આવી જાહેરાત આપી હોય અને પછી એ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય તો પણ એના દીકરા કે દીકરીનો એની મિલકત માં હક પૂરો લાગે છે.

જો વીલ કે વસીયતનામું બનાવીને એણે એના દીકરા ને મિલકત માંથી બાકાત કર્યા હોય તો જ તેને એના પિતાની મિલકત માંથી હિસ્સો મળતો નથી, પરંતુ જો વીલ કે વસીયતનામું ન બનાવ્યું હોય તો આવી જાહેરાતો આપવાથી કોઈ પણ દીકરા કે દીકરીઓ નો હક જતો રહેતો નથી..

દત્તકવિદ્યાન :- આ એવી પ્રક્રિયા હોય છે, જેમાં દત્તક લીધેલા બાળક એના જૈવિક માતા પિતાથી કાયમ માટે અલગ થઈને દત્તક લેનાર માતા -પિતાનું કાયદેસરનું સંતાન થઈ થાય છે અને આ સંબંધ દ્વારા એ સંતાનને એટલે કે દત્તક લીધેલ બાળકને તમામ પ્રકારના અધિકારો, વિશેષાધિકારો અને જવાબદારીઓ એક કાયદેસરના બાળકને મળે એટલી જ મળી રહે છે.

આ વિધાન એ માતા-પિતા અને બાળક વચ્ચેનો એક સંબંધ પ્રસ્થાપિત કરે છે, અને એના જન્મ સાથે કોઈ સંબંધ રહેતો નથી. આનો અર્થ એ કે આ એક એવી પ્રક્રિયા ગણાય છે કે, જેનાથી કોઈ વ્યક્તિઓ એક એવા બાળકને એમના કુટુંબમાં કુટુંબના સભ્ય તરીકે એના પરિવારમાં સામેલ કરે છે કે જે એમના કુખે જન્મ્યો હોતો નથી.

One thought on “જાણો દત્તક લીધેલા સંતાનની વારસાહક અંગે કાયદાકીય જોગવાઈઓ અને દત્તકવિધાન વિશે.

  • January 22, 2022 at 10:17 am
    Permalink

    Mara kaki nisantan ane vidhva che tamni age 70 y che Mari age 43 y che mare 13 y no dikro che ame be Bhai ane ek bhen chei mara pita death thigya che mata che to su mara kaki mane datak laye sake ? Ane aema mara matani manjuri hovi Joye?

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *