પતિના અવસાન બાદ વારસાધારા મુજબ પત્નીને મળવાપાત્ર મિલકત અંગે અને એની યોગ્ય કાયદાકીય જોગવાઈઓ અંગે જાણો.

વારસાધારા મુજબ લગ્ન પછી પત્નીને પતિના અવસાન બાદ મળવાપાત્ર મિલકત અંગે, જાણો એની યોગ્ય કાયદાકીય જોગવાઈઓ.

અત્યારના સમયમાં જમીન-મિલકતોના તમામ હક કે અધિકાર બાબતે સગાં-સંબંધીઓમાં અને પરિવારમાં ઘણા તકરારો, ઝગડાઓ વગેરે ઉપસ્થિત થયેલા હોવાનું જાણવા મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ વીલ એટલે વસિયતનામું બનાવ્યા વગર અથવા બિનવસિયતી મૃત્યુ થઇ જાય ત્યારે મૃત્યુ થનાર વ્યક્તિની સ્થાવર અને જંગમ મિલકતો કોના ભાગે કેટલી આવે અને તે મિલકતોમાં ક્યાં વ્યક્તિનો કેટલો હક બને છે અને કોનો હક લાગતો નથી.

મૃત્યુ થનાર વ્યક્તિના સીધીલીટીના વારસદારોમાં જે આવે તે અને તેમનો કેટલો હિસ્સો ગણાય વગેરે જેવી ઘણી બાબત સામાજિક પરંપરા અને પ્રણાલિકા પ્રમાણે અમલીકરણ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વિશે સ્પષ્ટ અને ચોક્કસ સ્થિતિ નક્કી કરવા માટે ‘હિંદુ વારસાહક અધિનિયમ-૧૯૫૬’ નો કાયદો હેઠળ જોગવાઈ કરવામાં આવેલ છે.

બિનવસિયતનામું એટલે જ્યારે કોઈ પુરુષ કે સ્ત્રીએ તેની મિલકતો અંગે અમલમાં આવી શકે તેવી વસિયતનામું બનાવ્યું ન હોય તે સંજોગોમાં તે મિલકત અંગે મૃત્યુ થનાર પુરુષ કે સ્ત્રી બિનવસિયતી મૃત્યુ પામેલ છે તેમ માનવામાં આવે છે. ‘હિંદુ વારસાહક અધિનિયમ-૧૯૫૬’ ના કાયદા હેઠળ હિંદુ પુરુષ બિનવસિયતે મૃત્યુ પામે તો મૃત્યુ થનારની મિલકતો તેના વારસોને કેવી રીતે પ્રાપ્ત થાય છે અને એની મિલકતની કઈ રીતે વહેંચણી થાય છે તે અંગેના નિયમો વિશે હિંદુ વારસા ધારા-૧૯૫૬ ની કલમ-૮ થી ૧૩ માં જોગવાઈ કરેલી છે.

તેમજ જો કોઈ હિંદુ સ્ત્રીના લગ્ન પછી હિંદુ વારસાધારા અનુસાર હિંદુ પત્નીને મળવાપાત્ર મિલકત અંગે કાયદાકીય જોગવાઈઓ આ અંકમાં સામાન્ય રીતે પ્રસ્તુત કરવામાં આવેલ છે. હિંદુ સ્ત્રીના લગ્ન પછી તેના પતિના મૃત્યુ બાદ જ તે હિંદુ પત્નીને એમના પતિની મિલકતમાં હક મેળવવા વારસા હક મળે છે, પરંતુ પોતાના પતિના હયાતીમાં કોઈ હિંદુ પત્ની કે તેના પતિ વચ્ચે તકરારો ઉપસ્થિત થાય તો તેવી હિંદુ પત્ની પોતાના પતિની મિલકત માંથી ખોરાકી કે ભરણપોષણ મેળવવા હકદાર બની શકે છે, પરંતુ પતિની મિલકતમાં માલિકી હકો પ્રાપ્ત કરવા અધિકાર ધરાવતી નથી. હિંદુ વારસાધારા અનુસાર હિંદુ પતિના અવસાન પછી મૃત્યુ થનારની પત્નીને મળવાપાત્ર મિલકત અંગે હિંદુ વારસાધારા-૧૯૫૬ ની કલમ-૮ થી લઈને કલમ-૧૩ સુધીમાં જોગવાઈ કરવામાં આવેલ છે.

હિંદુ વારસાહક અધિનિયમ મુજબ વારસદારો અંગે :- પ્રથમ વર્ગમાં સમાવેશ થતાં વારસદાર :- માતા, વિધવા પત્ની, પુત્ર, પુત્રી, અગાઉ મૃત્યુ થઇ ગયેલ પુત્રનો પુત્ર, મૃત્યુ પામનાર પુત્રની પુત્રી, મૃત્યુ પામેલી પુત્રીનો પુત્ર, મૃત્યુ પામેલી પુત્રી, મૃત્યુ થનાર પુત્રની વિધવા પત્ની, મૃત્યુ થનાર પુત્રનો પુત્ર, મૃત્યુ થનારના પુત્રીની પુત્રી, મૃત્યુ પામેલા પુત્રની વિધવા પત્ની.

બીજા વર્ગમાં સમાવેશ થતાં વારસદાર :- પિતા, પુત્રની પુત્રીનો પુત્ર, પુત્રની પુત્રીની પુત્રી, જેટલા ભાઈ હોય એ બધા ભાઈ, બધી બહેન…. પુત્રીના પુત્રનો પુત્ર, પુત્રીના પુત્રની પુત્રી, પુત્રીની પુત્રીનો પુત્ર, પુત્રીની પુત્રીની પુત્રી… ભાઈનો પુત્ર, ભાઈની પુત્રી, બહેનનો પુત્ર, બહેનની પુત્રી.

પિતાના પિતા, પિતાની માતા.. પિતાની વિધવા પત્ની, ભાઈની વિધવા પત્ની, પિતાનો ભાઈ, પિતાની બહેન… માતાના પિતા, માતાની માતા.. માતાનો ભાઈ, માતાની બહેનો.

હિંદુ પુરુષ બિનવસિયત ગુજરતા વારસોનામળવાપાત્ર હિસ્સા :- પ્રથમ વર્ગના વારસદારમાં બિનવસિયતી મૃત્યુ પામનાર હિંદુ પુરુષના મિલકતનું વિભાજન નીચે મુજબ કરવામાં આવે છે.

• વસિયતનામું વિના મૃત્યુ પામનાર હિંદુ પુરુષની વિધવા પત્નીને એક ભાગ મળશે, પરંતુ જો એકથી વધારે વિધવાઓ હોય તો બધી વિધવાઓ મળીને એક જ ભાગ મળશે.
• વસિયતનામું વિના મૃત્યુ પામનાર હિંદુ પુરુષના હયાત પુત્રો, પુત્રીઓ અને માતાને દરેકને એક એક ભાગ મળશે.
• વસિયતનામું બનાવ્યા વિના મૃત્યુ પામનાર હિંદુ પુરુષના મૃત્યુ પહેલાં તેના દરેક પુત્રો કે પુત્રીઓની શાખાના વારસદારને તેઓનો વચ્ચે એક ભાગ મળશે.

ગુજરનાર વ્યક્તિની પત્ની એટલે કે વિધવા તરીકે મળવાપાત્ર હિસ્સો :- જ્યારે કોઈ મહિલાના પતિનું મૃત્યુ થઇ જાય તો તે સંજોગોમાં પતિની મિલકત માંથી તેની પત્ની એટલે કે વિધવાને પ્રથમ વર્ગના વારસદાર તરીકે એમના સાસુ અને એના સંતાનો સાથે એકસરખા ભાગે મિલકતની વહેંચણી કરવાની હોય છે. મૃત્યુ પામનારની પત્ની એટલેકે વિધવાને પ્રથમ વર્ગના અન્ય વારસદારો સહિત એકસમાન ભાગ એટલે કે સરખે હિસ્સે વારસદારનો હક પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *