ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ ITAT દ્વારા ગૃહિણીઓને શું રાહત આપવામાં આવી.

ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) દ્વારા ગૃહિણીઓને રાહત આપવામાં આવી.

જે ગૃહિણીઓ દ્વારા જે પણ રકમને પોતાના માટે બચાવવામાં આવેલી હશે તેને ઈન્કમમાં ગણી નહીં શકાશ, આથી આ રકમ પર ઈન્કમ ટેક્સ વસૂલ કરી શકાશે નહીં.

ઈન્કમ ટેક્સના મુદાને લઈને ગૃહિણીઓને સરકાર દ્વારા રાહત આપતા જણાવ્યું કે, ગૃહિણીઓ દ્વારા ૨.૫ લાખ રૂપિયા સુધીની રકમ નોટબંધી પછી જમા કરવામાં આવેલી હોય, તો આ રકમને ITની તપાસ એટલે કે આવકવેરાના ભાગમાં આવે નહીં. ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) ના જણાવ્યા અનુસાર, આ પ્રકારની જમા કરવામાં આવેલી રકમને આવક તરીકે ના ગણી શકાય.

ખરેખર શું મામલો છે? :- ૨૦૧૬ – ૧૭ માં ગ્વાલિયરની એક ગૃહિણી ઉમા અગ્રવાલે દ્બારા પોતાના ઈન્કમ ટેક્સ રિટર્નમાં કુલ ૧,૩૦,૮૧૦ રૂપિયાની આવક જારી કરવામાં આવી હતી, જ્યારે ઉમા અગ્રવાલે પોતાના બેંક ખાતામાં નોટબંધી પછી ૨.૧૧ લાખ રોકડ રૂપિયા જમા કરાવ્યા છે. ઈન્કમ ટેક્સ વિભાગે આ રકમ પર ટેક્સ માટેની માંગણી કરી દીધી. આ પછી, ઈન્કમ ટેક્સ એપલેટ ટ્રિબ્યુનલની મદદ આ મહિલા દ્વારા લેવામાં આવી હતી.

ઉમા અગ્રવાલે વધુમાં જણાવ્યું કે, તેમણે આ રકમ તેમના દીકરા, પતિ, સંબંધીઓ દ્વારા પરિવારને આપવામાં આવેલી રકમમાંથી બચત કરીને આ રકમ જમા કરાવી હતી. આ સ્પષ્ટીકરણ CIT (અપીલ) દ્વારા સ્વીકાર્વામાં આવી નહીં અને જે ૨.૧૧ લાખ રૂપિયાની રોકડ જમા કરાવવામાં આવી હતી, તે રકમને અસ્પષ્ટીકૃત ગણીને આકારણી અધિકારીને આદેશ માટેની પુષ્ટિ કરવામાં આવી. તે પછી આ મામલાના લઇને ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) માં ઉમા અગ્રવાલ પહોંચ્યા હતા.

શું નિર્ણય આવ્યો?- આગ્રામાં આવેલા ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) માં અકાઉન્ટ્સ સભ્ય ડૉ. મીઠા લાલ મીના અને ન્યાયિક સભ્ય લલિત કુમારે જણાવ્યું કે, જે પણ મહિલાએ ૨, ૧૧,૫૦૦ રૂપિયાની રકમ નોટબંધીના એ સમય પર જમા કરાવી હતી, તે રકમને દોઢ લાખ રૂપિયાની મર્યાદાની અંદરની રકમ ગણવામાં આવશે. આ કારણથી, એક્સેસ ઈન્કમ તરીકે આ રકમને ના માની શકાય. આથી, તે એક કમાણી તરીકેની રકમ નથી. તેથી આ રકમ પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લગાવવામાં આવશે નહીં.

ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) પોતાના નિર્ણયમાં વધુમાં કહ્યુ કે, આ રકમને મહિલાએ પોતાના બાળકો, પતિ, અને તેમના સંબંધીઓ દ્વારા આપવામાં આવેલી ખુબ નાની રકમને ભેગી કરીને બચાવેલી છે. આ માટેની સંપૂર્ણ વિગતો પણ તેમણે આપી છે. અને આ બચતને કે વાતને માનવામાં કોઈપણ પ્રકારનું નુકસાન નથી. તેથી કોઈપણ પ્રકારનો ટેક્સ ઓથોરિટી તેના પર ટેક્સ લઇ નહીં શકે.

૨.૫ લાખ રૂપિયા સુધીની રકમ જમા કરવા પર છૂટ મળશે:- ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) એ નોટબંધી દરમિયાન ૨.૫૦ લાખ રૂપિયાની સુધીની રકમ જમા કરાવનારી મહિલાઓને છૂટ આપતા કહ્યુ કે, અમે આ બાબત સ્પષ્ટ કરીએ છીએ કે, ૨૦૧૬ નોટબંધી દરમિયાન જે પણ ગૃહિણીઓ દ્વારા બે લાખ પચાસ હજાર રૂપિયાની એક મર્યાદિત રોકડ જમા કરાવવા પર થતી મુશ્કેલીને કારણે કાર્યવાહીના સંબંધમાં આ ચુકાદાને એક ઉદાહરણ તરીકે ગણવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *