ટોઇંગ ક્રેન ભ્રષ્ટાચાર અંગેની તપાસ ખોટી અને અધુરી હોવાથી ફરી તપાસ કરવા માંગ.

લોકડાઉન દરમિયાન ટોઇંગ ક્રેન સંચાલનમાં થયેલ ભ્રષ્ટાચાર અંગેની તપાસમાં તપાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ ખોટી અને અધુરી તપાસ સામે ફરી તપાસ કરી આરોપીઓ સામે FIR નોંધવા માંગ.

સુરત ના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા પોલીસ મહાનિર્દેશકશ્રી, સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રી, ગૃહ મંત્રાલય અને અન્ય જગ્યા પર ફરિયાદ કરીને સુરતમાં લોકડાઉન અને ત્યાર પછીના દિવસોમાં ટોઈંગ ક્રેન બંધ હોવા છતા સત્તાનો દુરઉપયોગ કરીને લાખ્ખોના પેમેન્ટની ચૂકવણી કરવા બદલ નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક અને મદદનીશ પોલીસ કમિશ્નર, વહીવટ અને પ્લાનિંગની સાથે ટોઇંગ ક્રેન એજન્સી અગ્રવાલ સામે પણ કાર્યવાહી કરવા માટે માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત મળેલ પુરાવા સાથે ફરીયાદ કરવામાં આવેલ હતી. સુરત પોલીસ કમિશ્નરશ્રી દ્વારા જેની તપાસ અધિક પોલીસ કમિશ્નર શ્રી શરદ સિંઘલ આઈ.પી.એસ. ને સોપવામાં આવેલ હતી.તારીખ ૧૯.૧૦.૨૦૨૦ ના રોજના ફરિયાદનો નિકાલ આશરે ૨૭૦ દિવસ પછી તપાસ અધિકારી દ્વારા તારીખ ૨૨.૦૭.૨૦૨૧ ના રોજ પૂર્ણ કરી એહવાલ પોલીસ કમિશ્નરશ્રીને રજુ કરવામાં આવેલ હતો.

નામ. સુપ્રિમ કોર્ટના લલીતા કુમારી વિરૂધ્ધ ઉત્તરપ્રદેશ સરકારના કિસ્સામાં આપેલ ચુકાદો તથા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી તરફથી બહાર પાડેલ પરીપત્ર મુજબ “ભ્રષ્ટાચાર સબંધિત કેસો કે જેમાં ઘટના બન્યાના લાંબા સમય બાદ એફ.આઈ.આર.ની નોંધણી ફરીયાદી તરફથી કરાવવામાં આવે તેવા સંજોગોમાં તથા અન્ય જરૂર જણાય તેવા કેસોમાં એફ.આઈ.આર.ની નોંધણી પૂર્વે કોગ્નીઝેબલ ગુનો બને છે કે કેમ, તે અંગેની જરૂર જણાયે યોગ્ય પ્રાથમીક તપાસ કરી શકાશે અને ત્યારબાદ પ્રાથમીક તપાસ વધુમાં વધુ એક સપ્તાહમાં પૂર્ણ કરી યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે.” તપાસ અધિકારી દ્વારા આ પરિપત્ર અને નામ. સુપ્રિમ કોર્ટના ચુકાદાનો ભંગ કરતા અરજદાર દ્વારા પોલીસ મહાનિર્દેશકશ્રી અને સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રીને પત્ર લખીને તપાસ અધિકારીને બદલવા માટેની માંગણી કરવામાં આવેલ હતી. શરૂઆતથી લઈને તપાસ અધિકારી પર આરોપીઓને બચાવવા માટેની કોશિશ કરવાનો આરોપ છે.

અરજદારની અરજી પરત્વે તપાસ અધિકારી અને અધિક પોલીસ કમિશ્નરશ્રી શરદ સિંઘલ દ્વારા કરવામાં આવેલ તપાસના અહેવાલમાં ગંભીર ભૂલો રાખવામાં આવી છે. આ ભુલો તપાસ અધિકારી દ્વારા જાણીબૂઝીને પોતાના બચાવ માટે તથા તાબાના અધિકારીશ્રીઓના બચાવ માટે રાખવામાં આવી હોય તેવું સ્પષ્ટ જણાય છે. તપાસ અધિકારી દ્વારા તપાસ દરમિયાન કરવામાં આવેલ ભૂલો તથા તપાસ અહેવાલ સંપૂર્ણ પણે ગેરમાર્ગે દોરાય એ પ્રકારે તૈયાર કરેલ છે. અરજીમાં રજુ કરેલ મુદ્દાઓ પૈકી દરેક મુદ્દાની તપાસ અધિકારી દ્વારા મોઘમ જવાબ આપી કોઈ પણ પ્રકારની નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી નથી તેવા તારણો કાઢેલ છે. જે હકીકતે તપાસમાં માહે માર્ચ ૨૦૨૦ થી જુલાઈ ૨૦૨૦ સુધીના તમામ મહિનાઓના અલગ-અલગ બીલો અલગ-અલગ ક્રેઇનની લોગબુકો સાથે મેળવણી કર્યા વગર જ મોઘમ જવાબ આપી દીધેલ છે.

Towing Crain Enq Report પ્રથમ ફરિયાદ પછીના તાપસ અહેવાલ.

માહ માર્ચ ૨૦૨૦ થી માહ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીના મહિનાઓની જે તે ક્રેનો બંધ હોવા છતાં પણ તેમજ તેની લોગ બુકમાં એન્ટ્રી બંધ તરીકેની કરેલ હોવા છતાં પણ તે બંધ દિવસોનું પેમેન્ટ જે તે મહિનામાં કરવામાં આવ્યું છે. જે પુરાવા સાથે આપવામાં આવેલ હોવા છતાં આગળથી નક્કી કરવામાં આવેલ મુજબ તપાસ અધિકારીને આ ફરિયાદમાં કોઈ ભ્રષ્ટાચાર દેખાયું નથી. માર્ચ ૨૦૨૦ થી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી બનેલ લોગબુકમાં ક્રેનો ગેરહાજર દર્શાવેલ હોવા છતાં કોઈ પણ મહિનામાં ચાલેલી ક્રેનોની હાજરીની ગણતરી તપાસ અધિકારી દ્વારા અલગથી કરવામાં આવેલ નથી.

પહેલેથી નક્કી કરવામાં આવેલ એમ સુરત પોલીસને માંડવાળ ફી અંગે થયેલ આવક અને ઈજાદારને ચૂકવામાં આવેલ રકમ, અને ઇજારદાર આ રકમને કરેલ ખર્ચના આંકડા દર્શાવીને બાકી બધું બરાબર થયેલ છે તેમ જણાવવામાં આવેલ છે. ગુજરાત હાઈ કોર્ટની ન્યાય પ્રક્રિયામાંથી ભ્રષ્ટ અધિકારીઓને બચાવવા માટે અને તપાસ અધિકારી સામે જ્યુડી. મેજી. ફર્સ્ટ ક્લાસ કોર્ટ, સુરતમાં દાખલ થયેલ સી.આર.પી.સી ૧૬૬/એ અંતર્ગત કાર્યવાહીની કાયદાકીય ગુચવણથી બચવા માટે તથા તપાસ અધિકારી દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટના, કેન્દ્ર અને રાજય સરકારના પરિપત્રની કરેલ અવગણના છુપાવવા માટે આ ફરિયાદમાં વધુ કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી એવો રીપોર્ટ કરેલ છે.

જા.માં.અધિકારી અને મ.પો. કમિ.,વહીવટ અને પ્લાનિંગ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ તા.૨૩.૦૩.૨૦૨૦ થી ૩૧.૦૫.૨૦૨૦ દરમ્યાન ૧૭૦૧૫ વાહનો એમ.વી.એક્ટ-૨૦૭ મુજબ ડીટેઈન કરવામાં આવેલ છે.અને તા.૨૩.૦૩.૨૦૨૦ થી ૩૧.૦૫.૨૦૨૦ દરમ્યાન ફુલ ૦૮ વાહનો ટોઈગ કરવામાં આવેલ છે. સુરત શહેર હદ વિસ્તારના પોલીસ સ્ટેશનો દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ પોલીસ સ્ટેશનમાં લોકડાઉન દરમ્યાન ડીટેઇન કરવામાં આવેલ વાહનો પૈકી ટોઈગ ક્રેનની મદદથી ટોઈગ કરેલા વાહનો શૂન્ય(૦) છે. તમામ દસ્તાવેજી પુરાવા અરજી સાથે આપવામાં આવેલ હોવા છતાં તપાસ અધિકારી દ્વારા તપાસ પૂર્ણ કરવા માટે આશરે ૨૭૦ દિવસ લીધેલ છે. જે દિવસ દરમિયાન આરોપીયો દ્વારા તપાસ અધિકારીની મદદથી ખોટા અને બિનકાયદેસર બનાવટી દસ્તાવેજો ઉભા કરેલ છે તેમ પણ અરજદારને શંકા છે.

ટોઇંગ ક્રેન ટેન્ડર શરત મુજબ દરેક ક્રેન માં CCTV અને DVR સહિતની સુવિધા રાખવાની હોય છે. અને કરેલ કામગીરીના રેકોર્ડીંગ CD માં ક્રેન ઇન્ચાર્જ ને સોપવાના હોય છે. મળેલ માહિતી મુજબ લોકડાઉન અને ત્યાર પછીના સમય ગાળામાં કામગીરી ખૂબ જ ઓછી અથવા કરેલ ના હોવાથી રેકોર્ડ થયેલ જુના મહિનાઓના ફૂટેજ તપાસ અધિકારીના સહમતી થી એક્સપર્ટ પાસે થી રૂ.૨૫૦૦૦/- નો ચાર્જ આપીને વિડીયો કટ પેસ્ટ કરીને એડિટ કરીને બને ત્યાં સુધી ક્રેન ચાલેલ છે તેમ બતાવવાની કોશિશ કરેલ છે.

અને આ બનાવટી CD ઓ અરજદારના હાથમાં નહી આવે તે માટે મૂળ ફરિયાદના આરોપીયો એવા મદદનીશ પોલીસ કમિશ્નર(જા.માં.અધિકારી ) અને નાયબ પોલીસ કમિશ્નર(પ્રથમ અપીલ અધિકારી ) દ્વારા સરકારી કચેરીમાં જમા હોય એવા માહિતી ત્રાહિત પક્ષકારની માહિતીમાં દર્શાવી માહિતી આપવાનું ટાળી દેવામાં આવેલ છે. આ તમામ મુદ્દાઓ તપાસ અધિકારીને ખબર હોવા છતાં દરેક ક્રેન ના DVR કબજે કરવાની અને આરોપીઓ અને ઈજારદાર દ્વારા એડિટ કરીને બનાવેલા બનાવટી CD ની મૌલિકતા ની ચકાસણી કરવામાં પણ આવેલ નથી.

5th Complaint DGP-CP-ADLCS  તારીખ 03.09.2021 ના રોજના ફરિયાદ.

મૂળ ફરિયાદની તપાસ અગાઉ અધિક પોલીસ કમિશ્નર, ટ્રાફિક અને ક્રાઈમ સુરત શહેર પોલીસ ને સોપવામાં આવેલ હતી. જેમના તપાસ અહેવાલમાં તપાસ અધિકારી દ્વારા આરોપીઓ એવા નાયબ પોલીસ કમિશ્નર અને મદદનીશ પોલીસ કમિશ્નર ટ્રાફિક અને ટોઇંગ ક્રેન એજેન્સી અગ્રવાલ ને તથા નિયમો વિરુધ્ધ તપાસ કરવા બદલ તપાસ અધિકારી પોતાના બચાવ કરવા સિવાય આ તપાસ એહવાલમાં બીજી કોઈ તપાસ કરવામાં આવેલ નથી. જેનાથી નારાજ થઈ ને ફરીથી આ મામલો તપાસ માટે સુરત બહારના કોઈ ઉચ્ચ ક્ક્ષાના અધિકારીને સોપવા માટે સંજય ઇઝાવા દ્વારા માંગણી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *