રિટાયર થયા પહેલા જ કરી લો આ ચાર કામ ઇન્વેસ્ટમેન્ટ કરવાના , નહીંતર અનેક પડકારો આવશે જીવનમાં, જાણો ક્યાં છે તે કામ.

રિટાયરમેન્ટના દિવસો લાંબા સમય સુધી યાદ રહે છે. તદઉપરાંત રિટાયરમેન્ટના સમયે આપણે એવા મોડ પર ઉભા છીએ કે જ્યાં જીવનની એક લાંબી ઇનિંગ પૂર્ણ થાય છે અને નવી ઇનિંગની શરૂઆત થાય છે. પરંતુ, મહામારીના સમય દરમિયાન રિટાયર થવાના તમારા પડકારો છે. એટલા માટે વિશ્વના પડકારોનો સામનો કરવા માટે પહેલાથી ચાલી રહેલી તૈયારીઓ બંધ કરવાની ભૂલ ન કરો. ખાસકરીને તમે ફાઇનાન્સની બાબતમા.

માની લો કે તમે આ વર્ષે રિટાયર થઇ રહ્યાં છો એવા સમયમાં તમારા કામના અંતિમ દિવસ પહેલાથી જ બચત, ખર્ચ, દેવા અને ભવિષ્યના ટાર્ગેટને લઇને એક નક્કર યોજના બનાવી લેવાની જરૂરીયાત છે. કહેવાનો મતલબ એ છે કે રિટાયરમેન્ટના દિવસે દૈનિક જરૂરીયાતો માટે પૈસાની ચિંતાથી મુક્ત થવાના દિવસો હોવા જોઈએ. જે લોકો રિટાયરમેન્ટની નજીક છે તેઓએ કાંઇક આ રીતની તૈયારીઓ કરવી જોઇએ કે ઓફિસમાં અંતિમ દિવસ પછી તેમની દુનિયા બિલકુલ અલગ હોય. રિટાયર થયા પછી તમે જો કાંઇ કરવા ઇચ્છો છો, તેમના માટે નાણાની અછત ન હોવી જોઇએ. ભલે તમે અત્યારે જ રિટાયર થયા હોય. અથવા જલ્દી રિટાયર થવા જઇ રહ્યાં હોય. તમારે રિટાયરમેન્ટ ફંડનું રોકાણ માળખું એવું હોવું જોઇએ કે આવક બંધ થયા પછી પણ બાકીનું જીવન સરળતાથી પસાર થઈ શકે.

રિટાયર થયા પહેલા કરી લો આ ચાર કામ:-

૧. જીવનસાથી માટે પેંશન પ્લાન:- વર્ષ દર વર્ષે લાંબા આયુષ્ય (જીવન) વધી રહ્યું હોવાથી તમે ૩૦-૪૦ વર્ષ વગર આવકે વિતાવશો. એ લગભગ કામકાજના જીવનની બરાબર છે. જ્યારે નિયમિત આવક થઇ રહી છે. એ બાબતથી તમે રિટાયરમેન્ટ પછીના જીવનની એવી ડિઝાઇન કરવાની રહે છે કે કામકાજના જીવનમાં વધારાના રૂપિયા રિટાયર થયા પછી ખુશખુશાલ જીવન જીવવામાં મદદ કરી શકે, વાસ્તવમાં તમે જીવનસાથીની પેન્શન પ્લાન કરવાની જરૂરીયાત છે કેમકે મહિલાઓ સામાન્ય રીતે પુરુષોની તુલનાએ લાંબા સમય સુધી જીવીત રહે છે.

૨. હેલ્થ કવરેજ જુઓ, તે ક્યાંક ઓછું તો નથી ને:- રિટાયર થયા પછી તમે સમાન્ય રીતે મેડિકલ જરૂરિયાતો વધી જાય છે, એટલા માટે નક્કી કરી લો કે ઇલાજના વધી રહેલા ખર્ચ માટે તમારી પાસે પર્યાપ્ત હેલ્થકેર કવરેજ છે. જો તમને લાગે કે કવરેજ વધારવાની જરૂરિયાત છે તો તમે ટોપ – અપ અથવા સુપર ટોપ અપ હેલ્થ કવર લઇ શકો છો. સ્વાથ્ય વીમા યોજનાઓએ આજીવન રિન્યુ કરાવી શકાય છે એટલા માટે નિયમિત રૂપથી તમે અને જીવનસાથીના હેલ્થ ઇસ્યોરન્સ પ્લાન રિન્યુ કરાવતા રહો.

૩. ઇનવેસ્ટમેન્ટ પોર્ટફોલિયોને રીડિઝાઇન કરવો:- રોકાણ પોર્ટફોલિયો કાંઇક એવી રીતે બનાવવો જોઇએ કે રિટાયર થયા પછીની મૂડીથી નહિં માત્ર નિયમિત આવક થતી રહે પરંતુ વર્ષ દર વર્ષ તેમાં વધારો પણ થતો રહે. એટલે સતત વધી રહેલા ફુગાવાની અસર પડે નહિં. ટેક્સની બચત કરનાર રોકાણ પસંદ કરવું શ્રેષ્ઠ છે. એટલા માટે ડેટ ફંડો ઉપરાંત તમે પ્રધાનમંત્રી વય વંદન યોજના, પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમ અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કિમ પર પણ ધ્યાન આપી શકો છો.

૪. ઇક્વિટીમાં પણ રોકાણ કરો:- રિટાયર થયા પછીના સમય માટે કરવામાં આવેલું રોકાણ ૩૦-૪૦ વર્ષ માટે હોય છે. આ સમય દરમિયાન મોંધવારી દર વર્ષે રૂપિયાનો ખરીદ પાવર ઘટાડતો રહેશે. એટલે તમે ૧૦૦૦ રૂપિયામાં જેટલી વસ્તુઓ ખરીદી લો છો તેટલી પાંચ વર્ષ પછી નહિં ખરીદી શકો. તેનાથી બચવા માટે રિટાયરમેન્ટ ફંડનો અમુક હિસ્સાનું રોકાણ ઇક્વિટી ફંડમાં કરવું સારી રણનીતિ સાબીત થઇ શકે છે. આ ઉપરાંત નિયમિત આવક માટે તમે ડેટ ફંડના સિસ્ટેમેટિક વિડ્રોઅલ પ્લાન (એસડબલ્યુપી) માં પણ રોકાણ કરી શકો છો.

તેમજ,જો આ માહિતી પસંદ આવી હોય તો શેર અને કોમેન્ટ કરી જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *