છ મહિના અગાઉના ઇ ચલણના હાલમાં ભરેલ નાણાં પરત મેળવવા માટે અરજીનો નમૂનો.

(આ લખાણ કોપી કરી એમાં તમારી વિગત ભરી નજીકની ટ્રાફિક પોલીસ કચેરીમાં જમા કરો.)

અરજદાર:
સરનામું:
મોબાઇલ નંબર:
તા: / / 2021

પ્રતિ
નાયબ પોલીસ કમિશ્નરશ્રી
ટ્રાફિક શાખા, સુરત શહેર ટ્રાફિક પોલીસ.

વિષય: ઇ-ચલણ ના ભરેલા નાણા પરત આપવા બાબત.

ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે અમારા વાહન નંબર GJ 05 XX XXXX ઉપર અમોને તારીખ ૧૨/૦૭/૨૦૧૬ ના કહેવાતા ટ્રાફિક નિયમભંગ ના ગુના સબબ સીસીટીવી કેમેરા દ્વારા ઈ મેમો બનાવવામાં આવેલ અને તે ઈ મેમા ની રકમ ભરવા માટે કોઈ નોટિસ બજાવવામાં આવેલ ન હતી.
તાજેતરમાં અમારી પાસેથી (2013/2014/2015/2016 /2017/ 2018 /2019/2020) ના વર્ષના ઈ મેમા પેટે રૂ.— /- ની રકમની વસુલાત તમો ટ્રાફિક પોલીસના માણસો દ્વારા કરવામાં આવેલ છે અને તારીખ __/__/૨૦૨૧ ની પાવતી નં.—–આપવામાં આવેલ છે.

અમોએ ઉપરોક્ત રકમ તમો પોલીસની કડક ઉઘરાણી તથા અમારા વાહનને જપ્ત કરવાની ધમકી આપવાના કારણે ભરેલ છે. આ બાબતે નિયમોથી પૂરેપૂરા જાણકાર ન હોવાના કારણે તમો પોલીસના માણસો અમોને ધમકી આપીને અમારી પાસેથી ઈ મેમાંની બાકી રકમ વસૂલ કરી ગયેલ છો.

અમોએ મેળવેલ જાણકારી અનુસાર અને કાયદાકીય સલાહ મુજબ તમો પોલીસને છ મહિના કરતાં વધુ જુના ઈ મેમાની રકમ વસુલવાનો અધિકાર સીધેસીધો મળતો નથી. જો અમોએ રકમ ભરવા માટે આનાકાની કરી હોય અને રકમ ન ભરતા હોય તો તમો પોલીસે ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 468 અનુસાર અમારા ગુના કર્યાની તારીખથી છ મહિના સુધીમાં નામદાર કોર્ટમાં એન.સી. કેસ દાખલ કરવાનો રહે છે. આવો એન.સી.કેસ દાખલ થયા બાદ નામદાર કોર્ટ દ્વારા અમોને રકમ ભરવા માટે નોટિસ કે હુકમ કરવામાં આવે છે. જો આવી કાર્યવાહી તમો પોલીસ દ્વારા કરવામાં ન આવે તો સીધેસીધા તમોને આવા ઈ મેમો ની રકમ વસુલવાનો કોઈ અધિકાર પ્રાપ્ત થતો નથી તેમ છતાં તમો પોલીસ દ્વારા અમારી પાસેથી પાવતી નંબર:- ______ થી ખોટી રીતે વસૂલ કરી લીધેલ રકમ રૂપિયા _____ /- આ નોટીસ મળે થી અમોને પરત કરશો.

જો અમોને ઉપરોક્ત રકમ પરત કરવામાં નહીં આવે તો નામદાર કોર્ટ રાહે રિકવરી દાવો ફાઇલ કરી રકમ વસૂલવા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે જે કોઈ ખર્ચ થશે તે માટે તમો પોલીસ જવાબદાર રહેશો જેની નોંધ લેશો.

બિડાણ:
પાવતી નંબર:. ______

લિ.
અરજદાર
નામ.
સહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *