એલ.પી.જી. ગેસમાં તેની પોતાની કોઇ ગંધ હોતી નથી તો પછી ગેસ લીક થાય ત્યારે ગંધ કેવી રીતે આવે છે, જાણો.

લાલ રંગ શા માટે હોય છે LPG સીલીન્ડરનો? નીચેના ભાગમા છેદ શા માટે હોય છે? શા માટે ગંધ આવે છે? જાણો આ બધા વિશે.

આપણે બધા જાણીએ છીએ કે, આજે દરેક ભારતીયના રસોડામાં LPG ગેસ સિલિન્ડર હોય જ છે. આશરે ૯૦ % લોકો એલપીજી સિલિન્ડરનો ઉપયોગ ઘરે રાંધવા માટે કરે છે. તેના વગર રસોડાનું કોઇપણ કામ થતું નથી. જોકે આજના સમયમાં હવે ઘણા લોકોના ધરે ગેસ લાઈન પણ આવી ગઈ છે, પરંતુ તે બઘી જગ્યા પર હોતી નથી.

ગેસ લાઈન નાના નાના ગામડા માં હોતી નથી. આ પરીસ્થિતિમાં, આજે પણ રસોઈ માટે એલપીજી સિલિન્ડર સૌથી મહત્વની અને ઉપયોગી વસ્તુ સાબીત થઈ છે. આ ઉપરાંત, એલપીજી સિલિન્ડર એક સ્થાન પરથી બીજા સ્થાન પર લઈ જવાની સુવિધાને કારણે, આજે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

એલપીજી સિલિન્ડર બજારમાં ઘણી જુદી જુદી કંપનીઓના જોવા મળે છે, પરંતુ જ્યારે પણ તેની ડિઝાઇન અને રંગ વાત કરવામાં આવે છે, ત્યારે તે લગભગ બધા એક સમાન રહે છે. આ પાછળનું એક ખાસ કારણ એ પણ છે, કે શા માટે તમામ LPG ​સિલિન્ડરોની ડિઝાઇન સરખી હોય છે. શું તમને માહિતી છે કે, લાલ રંગ શા માટે બધા ગેસ સિલિન્ડરનો રાખવામાં આવે છે? શા માટે તેનો આકાર નળાકાર છે? ગેસની ગંધ શા માટે આવે છે? છિદ્રો શા માટે ગેસ સિલિન્ડરની નીચેની પટ્ટી પર બનાવવામાં આવે છે? આજના આ લેખ દ્વારા અમે તમારા બધા પ્રશ્નોના જવાબો આપવા જઈ રહ્યા છીએ.

ગેસની ગંધ શા માટે આવે છે? :- તમે લગભગ જાણતા હશો કે, એલપીજી ગેસમાં તેની પોતાની કોઇ ગંધ હોતી નથી. જ્યારે પણ સિલિન્ડરમાં ગેસ ભરવામાં આવે છે, ત્યારે એલપીજી ગેસ સાથે બીજો ગેસ એથિલ મરકપ્ટન પણ ઉમેરવામાં આવે છે. આ પાછળનું એક કારણ એ છે કે, જ્યારે પણ ગેસ લિક થાય છે, તો ત્યારે તમને એ ગંધ દ્વારા જાણી શકાય કે લિક છે. કોઇપણ મોટા અકસ્માતથી આ રીતે બચી શકાય છે.

લાલ રંગ શા માટે રાખવામાં આવે છે એલપીજી સિલિન્ડર?:- તમામ ગેસ સિલિન્ડરનો કલર લાલ હોય છે. આ પાછળનું કારણ એ છે કે, દૂરથી પણ કોઇપણ વ્યક્તિને લાલ રંગ દેખાય શકે છે.અને આ કારણથી તેનું પરિવહનને સરળ અને કોઇ મુશ્કેલી વગરનું બને છે.

શા માટે તેનો આકાર નળાકાર હોય છે? :– એલપીજી સિલિન્ડર તેલ અને ગેસનું પરિવહન કરતા ટેન્કરો છે, આ તમામની ડિઝાઇનને નળાકાર રાખવામા આવ્યો છે. ખરેખર આ પાછળનું એક વિજ્ઞાનીક કારણ છે. નળાકાર આકારમાં ગેસ અને તેલ એક સમાન માત્રામાં ફેલાય શકે છે. આ કારણથી તેનો સંગ્રહ કરવો સુરક્ષીત રહે છે અને કોઇ દુરધટના થતી નથી.

શા માટે સિલિન્ડરની નીચેના ભાગમાં છિદ્રો રાખવામાં આવે છે? :- તમે જોયું હશે કે, કેટલાક છિદ્રો તમામ એલપીજી સિલિન્ડરના નીચેના ભાગમાં રાખવામાં આવેલા હોય છે. સિલિન્ડરનો સંપૂર્ણ ભાર આ છિદ્રો પર આવે છે. કોઈપણ ડિઝાઇન માટે આ છિદ્રો બનાવવામાં આવેલા નહીં. જો, સમય સાથે ઘણી વખત ગેસ સિલિન્ડરના ઉપયોગથી તેનું તાપમાન વધારે કે ઓછું હોઈ શકે છે. અને તેના નિયંત્રણ માટે આ છિદ્રો બનાવવામાં આવ્યા છે. આ છિદ્રોમાંથી હવા પસાર થવાનું ચાલુ રહે છે, અને આ કારણે સિલિન્ડરનું તાપમાનને નિયંત્રણમાં રહે છે. આ સાથે જ, સિલિન્ડરના નિચેના ભાગને આ છિદ્રો ગરમીથી પણ સુરક્ષિત રાખે છે. અકસ્માત થવાની સંભાવના આ રીતે નહીવત થઈ જાય છે. આ કારણથી, છિદ્રો ગેસ સિલિન્ડરના નિચેના ભાગમાં રાખવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *