પરમવીરચક્ર ભારતના વીર સૈનિકોને તેમની ફરજ દરમ્યાન સાહસ અને બાદુરી બતાવવા બદલ આપવામાં આવે છે.

પરમવીરચક્ર શું છે? આ ચક્ર કોને આપવામાં આવે છે,જાણો સંપૂર્ણ જાણકારી.

ભારતના વીર સૈનિકોને તેમની ફરજ દરમ્યાન સાહસ અને બાદુરી બતાવવા બદલ અનેક નાના મોટા મેડલથી સન્માનવામાં આવે છે. ભારતીય સૈનિકો દેશની શાન છે અને એક સૈનિક માટે દેશની રક્ષા કરવા બદલ મેડલ મેળવવો એ ગર્વની બાબત હોય છે. સૈનિકની છાતી પર લગાવેલ દેશના અને સેનાના તેમજ એક એક સિપાહીના શૌર્ય અને સાસનું પ્રતીક છે.

પરમવીરચક્ર શું છે ? :- પરમવીરચક્ર ભારતીય સેનામાં અથવા સેના સાથે જોડાયેલ સેવાઓમાં સર્વોચ્ચ બહાદુરી બતાવનારને આપવામાં આવે છે. આ મેડલ દુશ્મન હાજરીમાં જ દુશમન સામે અદ્વિતીય વીરતા અને સાસ બતાવવા બદલ આપવામાં આવે છે. દેશના સૌથી સર્વોચ્ચ સન્માન ભારતરત્ન પછી બીજા ક્રમનું શ્રેષ્ઠ સન્માન પરમવીરચક્ર ગણાય છે.

શાબ્દિક રીતે, પરમ વીર ચક્રનો અર્થ છે “શૌર્યનું ચક્ર(વ્હીલ)”. આ શબ્દ સંસ્કૃત શબ્દો “પરમ”, “વીર” અને “ચક્ર” પરથી આવ્યો છે.

પરમવીરચક્ર વિશે જાણકારી :-

 • પરમવીરચક્ર પ્રદાન કરવાની શરૂઆત ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજથી કરવામાં આવી હતી.
 • દેશનો સૌપ્રથમ પરમવીરચક્ર મેજર સોમનાથ શર્માને આપવામાં આવ્યો હતો.
 • પરમવીરચક્ર સેનામાં અથવા તેના સેવામાં જોડાયેલ વ્યક્તિ દ્વારા અદ્વિતીય સાહસ અને શૌર્ય બદલ આપવામાં આવે છે, આ મેડલ મરણોપરાંત પણ આપવામાં આવે છે.
 • પરમવીરચક્ર અમેરિકાના “મેડલ ઓફ ઓનર” અને બ્રિટિશના શ્રેષ્ઠ સન્માન વિક્ટોરિયા ક્રોસની સમકક્ષ સન્માનનો દરજ્જો ધરાવે છે.
 • આજદિન સુધી કુલ – ૨૧ સૈનિકોને પરમવીરચક્ર આપવામાં આવ્યું છે જેમાંથી ૧૪ સૈનિકોને મરણોપરાંત આપવામાં આવ્યો છે .
 • અત્યાર સુધી ૨૧ સૈનિકોને મળેલા પરમવીરચક્ર મેડલ મેળવનાર પૈકી નેવી (જલસેના) ના એક પણ સિપાહીને આ એવોર્ડ મળેલ નથી તેમજ એરફોર્સના એક જ વ્યક્તિને મળેલા છે.
 • જો કોઈ પરમ વીર ચક્ર વિજેતા ફરીથી શૌર્ય બતાવે છે અને તે પરમ વીર ચક્ર માટે પસંદ કરવામાં આવે છે, તો પછી તેનો પ્રથમ ચક્ર રદ કરવામાં આવે છે અને તેને એક “રીબેન્ડ” આપવામાં આવે છે. આ પછી, દરેક બહાદુરી માટે, તેના રિબન બારની સંખ્યા વધારવામાં આવે છે. આ પ્રક્રિયા મરણોત્તર પણ કરવામાં આવે છે. દરેક રિબન બારમાં ઇન્દ્રની ગર્જનાની પ્રતિકૃતિ હોય છે, અને તે રિબન સાથે જ જોડાયેલ છે.
 • પરમવીરચક્ર વિજેતા સૈનિકને દર મહિને ૧૦,૦૦૦ રૂપિયા એલાઉન્સ મળે છે.
 • પરમવીરચક્રની ડિઝાઈન સ્વિસમાં જન્મેલી ઈવા યૌની લિન્ડા મડાય ડે મારોસ નામની મહિલાએ તૈયાર કરી હતી. જેણે વિક્રમ ખાનોલકર નામના ભારતીય મેજર જનરલ સાથે લગ્ન કર્યા હતા અને તેનું નામ સાવિત્રી ખાનોલકર કર્યું હતું.
 • આ મેડલ બ્રોન્ઝ ધાતુનો બનાવવામાં આવે છે. જે ૧ ૩/૮ નો વ્યાસ ધરાવતો વર્તુળ હોય છે. જેની પાછળની સાઈડ હિન્દી તેમજ અંગ્રેજીમાં પરમવીરચક્ર લખેલું હોય છે.
 • પરમવીરચક્ર વિજેતા વ્યક્તિ પોતાના નામની આગળ વિશેષણ તરીકે PVC લગાડી શકે છે.
 • આ સિવાય વિવિધ રાજ્યની સરકાર પણ એવોર્ડ વિજેતા સૈનિકોને અલગ અલગ નિયત કરેલી રકમ આપે છે.

પરમવીરચક્ર એવોર્ડની કઈ-કઈ સુવિધાઓ છે :- સંરક્ષણ મંત્રાલય વર્ષમાં બે વાર સશસ્ત્ર દળો અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા શૌર્ય પુરસ્કારો માટેની ભલામણોને આમંત્રણ આપે છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે ઓગસ્ટ મહિનામાં જાહેર કરવામાં આવતા એવોર્ડ માટે અને સ્વતંત્રતા દિવસ નિમિત્તે જાહેર કરવામાં આવતા એવોર્ડ માટે માર્ચ મહિનામાં આમંત્રિત કરવામાં આવે છે.

સશસ્ત્ર દળોના સંબંધમાં શૌર્ય પુરસ્કારોને લગતી બાબત પર યુનિટ દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે અને જો તે યોગ્ય લાગે તો તે શૌર્ય અધિનિયમ ચલાવ્યા પછી તરત જ સંબંધિત આર્મી હેડ કવાર્ટરને મોકલવામાં આવે છે, યોગ્ય માધ્યમ દ્વારા કમાન્ડરો દ્વારા તેની ભલામણ કરવામાં આવે છે. આવા તમામ દરખાસ્તોને સંબંધિત સૈન્યના વડાઓની મંજૂરી સાથે સંરક્ષણ મંત્રાલયને દરખાસ્તની ભલામણ કરતા પહેલા આર્મી હેડક્વાર્ટરમાં એવોર્ડ સમિતિ દ્વારા ધ્યાનમાં લેવામાં આવે છે.

સિવિલયન નાગરિકો (સંરક્ષણ કર્મચારીઓ સિવાય) અંગેની ભલામણો કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી મેળવવામાં આવે છે. ગૃહ મંત્રાલય તમામ રાજ્ય/કેન્દ્રશાસિત રાજ્ય સરકારો, કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને રેલ્વે સુરક્ષા દળ વગેરેની ભલામણો (નાગરિકોના સંદર્ભમાં) આમંત્રણ આપે છે. વીઆઇપી પત્રો સહિત ખાનગી વ્યક્તિઓ તરફથી મળેલી ભલામણો સીધી સ્વીકારવામાં આવતી નથી. ગૃહ મંત્રાલયમાં પેટા સમિતિ દ્વારા ભલામણોની તપાસ કરવામાં આવે છે અને સંરક્ષણ મંત્રાલયમાં તેમની ભલામણ કેન્દ્રીય ગૃહ સચિવની મંજૂરીથી સ્વીકારવામાં આવે છે.

જો આ માહિતી પસંદ આવી હોય તો શેર અને કોમેન્ટ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *