e-RUPI શુ છે તેનો ઉપયોગ ક્યાં કરી શકાય તેમજ જાણો તેના ફાયદા વિશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ડિજિટલ પેમેન્ટ માટે ‘e – RUPI’ લોન્ચ કરી. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ આ માહિતી આપી છે. PMO એ જણાવ્યું કે , ‘e – RUPI ‘ ડિજિટલ પેમેન્ટ માટે કેશલેસ અને કોન્ટેક્ટલેસ માધ્યમ છે. તે પર્સન અને પર્પઝ સ્પેસિફિક ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન છે. પ્રધાનમંત્રી કાર્યાલયની તરફથી જાહેર એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તે વર્ષોથી સુનિશ્ચિત કરવા માટે કે ઘણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે કે સરકાર અને લાભાર્થીની વચ્ચે લિમિટેડ ટચ પોઈન્ટની સાથે,લક્ષિત અને લીક પ્રુફ રીતે લાભ ઈચ્છિત લાભાર્થીઓ સુધી પહોંચે.

e – RUPI શું છે :- e – RUPI ડિજિટલ પેમેન્ટ માટે એક કેશલેસ માધ્યમ છે. તે એક QR કોડ અથવા SMS સ્ટ્રિંગ – આધારિત ઈ-વાઉચર છે, જેને લાભાર્થીઓના મોબાઈલ પર મોકલવામાં આવે છે. તેને વન ટાઈમ મેકેનિઝમ માટે યુઝર્સ, સર્વિસ પ્રોવાઈડર પર કાર્ડ , ડિજીટલ પેમેન્ટ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગ એક્સેસ કર્યા વગર વાઉચરને રિડીમ કરી શકાશો . તેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ પોતાના UPI પ્લેટફોર્મ પર નાણાકીય સેવા વિભાગ, સ્વાથ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને નેશનલ હેલ્થ ઓથોરિટીના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે.

e – RUPI કોઈપણ ફિઝિકલ ઈન્ટરફેસ વગર ડિજિટલ રીતે લાભાર્થીઓ અને સર્વિસ આપવાની સાથે સેવાઓના પ્રાયોજકોને કનેક્ટ કરે છે. તેના અંતર્ગત એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે કે , ટ્રાન્ઝક્શન પૂર્ણ થયા બાદ જ સર્વિસ પ્રોવાઇડરને ચૂકવણી કરવામાં આવે. પ્રી-પેડ હોવાને કારણે સર્વિસ પ્રોવાઇડરને કોઈ મધ્યસ્થીના હસ્તક્ષેપ વગર યોગ્ય સમયે ચૂકવણી કરવી શક્ય છે.

ઉપયોગ ક્યાં કરી શકાય ? :- તેનો ઉપયોગ માતા અને બાળ કલ્યાણ યોજનાઓ હેઠળ દવાઓ અને પોષણ સહાય, ટીબી નાબૂદી કાર્યક્રમો, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, વિવિધ કલ્યાણ યોજનાઓ હેઠળ સેવા પૂરી પાડવા માટે પણ થઈ શકે છે. એટલે સુધી કે, ખાનગી ક્ષેત્રો પણ તેમના કર્મચારી કલ્યાણ અને કોર્પોરેટ સામાજિક જવાબદારી કાર્યક્રમોના ભાગરૂપે આ ડિજિટલ વાઉચરનો ઉપયોગ કરી શકે છે.

જાણો ફાયદાઓ :-

  1. આ એક કેશલેસ અને કોન્ટેક્ટલેસ રીત છે.
  2. તે સેવા આપનાર અને લાભ લેનાર બંનેને ડાયરેક્ટ કનેક્ટ કરે છે.
  3. તેનાથી સરકારી યોજનાઓનો લાભ સીધો લાભાર્થીઓને મળશે. તેથી ભ્રષ્ટાચાર ઓછો થશે.
  4. આ એક QR કોડ અથવા SMS સ્ટ્રિંગ બેઝ ઈ વાઉચર છે. તેને સીધા લાભાર્થીઓના મોબાઈલ પર મોકલવામાં આવશે.
  5. આ વન ટાઈમ પેમેન્ટ સર્વિસમાં યુઝર્સ કાર્ડ વગર ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગ હોવા છતાં વાઉચર રીડિમ કરી શકાશે.
  6. e – RUPI નાં માધ્યમથી સરકારી યોજનાઓથી જોડાયેલા વિભાગ અને સંસ્થા ફિઝિકલ કોન્ટેક્ટ વગર ડાયરેક્ટ લાભાર્થીઓ અને સર્વિસ પ્રોવાઈડરથી કનેક્ટડ રહેશે.
  7. તેમાં એ પણ સુનુશ્ચિત કરવામાં આવશે કે ટ્રાન્ઝક્શન પૂરું થયા બાદ જ સર્વિસ પ્રોવાઈડરને ચૂકવણી કરવામાં આવે.
  8. પ્રીપેઈડ હોવાને કારણે કોઈ પણ મધ્યસ્થને સામેલ કર્યા વગર સર્વિસ પ્રોવાઈડરને સમયસર ચૂકવણી કરે છે.
  9. આ ડિજિટલ વાઉચરનો ઉપયોગ પ્રાઈવેટ સેક્ટરમાં પોતાના એપ્લોઈ વેલફેર અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કાર્યક્રમો માટે પણ કરી શકાય છે.

તેથી,જો આ માહીતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરો અને શેર કરી તમારા મિત્રોને જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *