શું કોરોનાવાળી વેક્સીન કેન્સરથી પણ બચાવશે જાણો આ વિશે ખાસ વાતો.

કેન્સરથી બચાવશે કોરોનાવાળી mRNA વેક્સીન ની ટેક્નોલોજી, જાણો આ વિશે ખાસ વાતો.

કેન્સર દુનિયાભરમાં થતા મૃત્યુનું પ્રમુખ કારણ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાં જણાવ્યા પ્રમાણે, ૨૦૨૦માં કેન્સરને લીધે આશરે ૧ કરોડ લોકોએ જીવ ગુમાવ્યા છે. કુકે કહ્યું, કેન્સર વધવામાં અને તેના કારણે દર્દીનાં મૃત્યુનું મોટું કારણ એ છે કે, તે ઈમ્યુન સિસ્ટમથી સરળતાથી બચી જાય છે. કેન્સર આપણી ઈમ્યુન સિસ્ટમની રડાર નીચે રહે છે.

પેન્ટોગોનની DPRA (ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી)એ મેસાચ્યુસેટ્સની કંપની મોડર્નાને RNA બેઝ્ડ વેક્સિન ડેવલપ કરવાનો કોન્ટ્રેક્ટ આપ્યો છે. આ જ ટેક્નોલોજી પર આધારિત mRNA વેક્સિન કોરોના બાદ કેન્સરનો સામનો કરવા તૈયાર છે.

જર્મન બાયોટેક્નોલોજી કંપની બાયોએનટેકે જૂન મહિનામાં જાહેરાત કરી કે mRNA ટેક્નોલોજી પર બેઝ્ડ કેન્સરની વેક્સિન BNT11 ફેઝ 2ના કેન્સર પહેલાં દર્દી પર ટ્રાયલ થયો છે.

કેન્સરનો નાશ કેવી રીતે કરશે mRNA વેક્સિન? :-

આપણે જાણીએ છીએ કે બહારના લેયર પર રહેલા ખાસ પ્રોટીન સ્પાઈક્સ અર્થાત પ્રોટીનથી બનેલી ધારદાર આકૃતિ જ કોરોના વાઈરસની ઓળખ છે. mRNA અર્થાત messenger RNA નામથી સ્પષ્ટ થાય છે કે આ વેક્સિન આપણી કોશિકાઓને કોરોના વાઈરસ અર્થાત ધારદાર પ્રોટીન બનાવવાનો નિર્દેશ કરે છે.

આ પ્રોટીન જેવું તૈયાર થાય તો કોશિકાઓ તેને અલગ કરી દે છે અને કોશિકાઓના બહારના લેયર પર ધારદાર પ્રોટીન દેખાવા લાગે છે. આપણી ઈમ્યુન સિસ્ટમ આ પ્રોટીન જોઈ તેને ઓળખી લે છે અને તેના વિરુદ્ધ એન્ટિબોડી બનાવે છે.

અર્થાત આપણું શરીર ભવિષ્યમાં કોરોના સંક્રમણ થવા પર તેના વાઈરસની ઓળખ કરી લેશે અને આપણી રક્ષા કોશિકાઓ તેનો નાશ કરશે.

આ જ પ્રકારે કેન્સરના કેસમાં messenger RNA વેક્સિનથી આપણા શરીરની ઈમ્યુન સિસ્ટમ કેન્સરની કોશિકાઓ ઓળખી તેનો નાશ કરશે.

આપણી ઈમ્યુન સિસ્ટમ કેન્સર ગ્રસ્ત કોશિકાઓને ઓળખી તેનો નાશ કરવાનું શીખવાડે છે.

આ પ્રકારનાં કેન્સરની વેક્સિન સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે :-

  • મોઢામાં ગળાની પાછળના ભાગમાં થનારું કેન્સર (ઓરોફેરિન્જિયલ કેન્સર)
  • ગર્ભાશયનું કેન્સર
  • લિવર કેન્સર
  • બ્રેસ્ટ કેન્સર
  • પ્રોસ્ટેટ કેન્સર
  • ઘણા પ્રકારના ટ્યુમર

પ્રોટીન બનાવવા માટે માનવ શરીરની ક્ષમતાનો ઉપયોગ :- સ્પીડ સિવાય mRNA ટેક્નોલોજી આટલી અસરકારક એટલા માટે છે કે કારણ કે આ નવાં પ્રોટીન બનાવવા માટે માનવ શરીરની વિશાળ ક્ષમતાનો ઉપયોગ કરે છે. પ્રત્યેક શારીરિક કાર્ય માટે એક ચોક્કસ પ્રોટીન હોય છે અને તમારું શરીર દરરોજ તેમાંથી અબજો પ્રોટીન બનાવે છે. જો તમે કોઈ પ્રકારે શરીરને કોઈ વાઈરસને હરાવવા માટે એક ખાસ પ્રોટીન બનાવવા માટે કહી શકો અથવા તો અથવા કોઈ બીમારીની સારવાર કરી શકો, તો પછી તે આપમેળે આમ જ કરશે. લેબમાં બનેલું mRNA અથવા ‘મેસેન્જર રાઈબોન્યુક્લિક એસિડ’ આપણી કોશિકાઓમાં પ્રોટીન ફેક્ટરીને નિર્દેશ મોકલવાનું કામ સંભવ કરે છે.

પરંપરાગત વેક્સિનથી mRNA વેક્સિન એકદમ અલગ છે :- દુનિયામાં પ્રથમવાર mRNA વેક્સિનનો ઉપયોગ કોરોનાની સારવારમાં કરવામાં આવ્યો. આ વેક્સિન ન્યૂક્લિક એસિડ વેક્સિનની કેટેગરીમાં આવે છે. વેક્સિન બનાવવા માટે બીમારી ઉત્પન્ન કરતા વાઈરસ કે પેથોજનથી જિનેટિક મટિરિયલનો ઉપયોગ કરવામાં કરવામાં આવે છે. તેનાથી શરીરની અંદર વાઈરસ વિરુદ્ધ ઈમ્યુન સિસ્ટમ એક્ટિવ થઈ શકે છે. પરંપરાગત વેક્સિનમાં આ માટે બીમારી ઉત્પન્ન કરતા વાઈરસને જ મૃત કે નિષ્ક્રિય કરીને શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. બીજી તરફ ન્યૂક્લિક એસિડ વેક્સિન જેમ કે DNA કે RNA વેક્સિનમાં પેથોજન કે જિનેટિક કોડ શરીરમાં ઉમેરવામાં આવે છે તે માનવ કોશિકાના હુમલાને ઓળખીને તેના બચાવ માટે પ્રોટેક્ટિવ પ્રોટીન તૈયાર કરવા પ્રેરિત કરે છે.

તેથી,જો આ માહિતી પસંદ આવી હોય તો શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *