મીઠું વધારે ન ખાવું જોઈએ એ આપણે બધા જાણીએ છીએ, પરંતુ તેને બિલકુલ ન ખાવાથી તમને શું નુકસાન થઈ શકે છે, તે જાણો.

મીઠું ન ખાવું સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે? મીઠું ખાધા વિના ઉપવાસ કરો છો અથવા ફિટનેસ ફિકર છો, તો જાણો આ 6 પ્રકારનાં જોખમ બાબતે ધ્યાન રાખો.

ઉપવાસ એ શરીરને ડિટોક્સ કરવાની શ્રેષ્ઠ રીત છે. કેટલાક લોકો ધાર્મિક કારણોસર ઉપવાસ રાખે છે, તો કેટલાક લોકો તેમના ફિટનેસ ગુરુના કહેવા પર સપ્તાહમાં કેટલાક દિવસો ઉપવાસ રાખે છે. જો તમે પણ આવું કરો છો અને માત્ર ગળ્યું ખાઈને જ ઉપવાસ રાખો છો અથવા મીઠું સાવ ઓછું ખાવ છો તો તે જોખમકારક પુરવાર થઈ શકે છે.

મીઠું વધારે ન ખાવું જોઈએ, એ આપણે બધા જાણીએ છીએ, પરંતુ તેને બિલકુલ ન ખાવાથી તમને શું નુકસાન થઈ શકે છે, તે જાણો.

સૌ પ્રથમ જાણો એક દિવસમાં કેટલું મીઠું ખાવું જરૂરી છે:- મીઠામાં રહેલું સોડિયમ એક મહત્ત્વપૂર્ણ ઘટક છે અને મુખ્ય રીતે એક ઈલેક્ટ્રોલાઈટ છે, જે સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. શરીરમાં સોડિયમનું વધારે પ્રમાણ હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે. તેથી તેનું સેવન નિયંત્રિત પ્રમાણમાં જ કરવું જોઈએ. નેશનલ એકેડમી ઓફ મેડિસિન દરરોજ ૨,૩૦૦ મિલીગ્રામ કરતાં ઓછું મીઠું ખાવાની સલાહ આપે છે. જો કે, વધારે સોડિયમ સમસ્યાઓનું કારણ બને છે, પરંતુ સાવ ઓછું ખાવું એટલું જ અનહેલ્ધી હોઈ શકે છે.

જાણો આ ૬ બાબતો :-

૧. ઇન્સ્યુલિનમાં ગડબડીના કારણે હૃદયની બીમારીનું જોખમ વધી જાય છે:- આખો દિવસ મીઠું ન ખાવાથી તમારા બ્લડ સુગરનું લેવલ વધઘટ થઈ શકે છે. ૧૫૨ લોકો પર કરવામાં આવેલી એક અભ્યાસ અનુસાર, ઇન્સ્યુલિન પ્રતિરોધ ત્યારે હોય છે જ્યારે સેલ્સ હોર્મોન ઇન્સ્યુલિનના સિગ્નલને જવાબ નથી આપતા. તેના કારણે બ્લડ સુગરનું લેવલ વધી જાય છે. ઇન્સ્યુલિન પ્રતિરોધના કારણે ટાઈપ-૨ ડાયાબિટીસ અને હૃદયની બીમારીનું જોખમ વધી જાય છે.

૨. હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે:- તે સાચું છે કે ઓછું મીઠું ખાવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. જો કે હાઈ બ્લડ પ્રેશરનું માત્ર એક જ કારણ નથી હોતું. એક સ્ટડીના અનુસાર, દરરોજ ૨,૦૦૦ મિલીગ્રામ કરતાં ઓછું સોડિયમ ખાવાથી હૃદયની બીમારીથી મૃત્યુનું જોખમ સંકળાયેલું છે, જેમાં હાર્ટ અટેક અને સ્ટ્રોક સામેલ છે.

૩. હાર્ટ ફેલ્યોરનું જોખમ વધી જાય છે:- હાર્ટ ફેલ્યોર ત્યારે થાય છે જ્યારે હૃદય, બ્લડ અને ઓક્સિજનની જરૂરિયાતને પૂરી કરવા માટે પર્યાપ્ત બ્લડ પમ્પ કરી શકતું નથી. તેનો અર્થ એ નથી કે તમારું હૃદય સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરે છે, પરંતુ આ એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે. રોડ એસ ટેલર અને તેમના સાથીઓ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું કે, સોડિયમની ઓછી માત્રાના કારણે હાર્ટ ફેલ્યોરવાળા લોકોમાં મૃત્યુનું જોખમ વધી જાય છે.

૪. બેડ કોલેસ્ટેરોલ (LDL) અને ટ્રાઈગ્લિસરાઈડ વધી જાય છે:- ૨૦૧૨માં પ્રકાશિત એક રિસર્ચના અનુસાર, ઓછું મીઠું ખાતા લોકોમાં રેનિન, કોલેસ્ટેરોલ, અને ટ્રાઇગ્લિસરાઈડનું સ્તર સામાન્ય લોકોની તુલનામાં વધારે હોય છે. જી ઝર્ગેન્સે નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત પોતાના રિસર્ચમાં જણાવ્યું કે, હેલ્ધી લોકોમાં ઓછા સોડિયમવાળી ડાયટના કારણે LDL (બેડ) કોલેસ્ટેરોલમાં ૪.૬% અને ટ્રાઇગ્લિસરાઈડ ૫.૯% સુધી વધી જાય છે.

૫. ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમકારક છે:- જો તમને ડાયાબિટીસ છે તો ઉપવાસ કરવાનું ભારે પડી શકે છે. આવું એટલા માટે, કેમ કે અચાનક તમારા શરીરમાં મીઠાની ઊણપ સર્જાઈ શકે છે. જેનાથી હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે, ટાઈપ ૧ અને ટાઈપ ૨ ડાયાબિટીસના દર્દીઓમાં લો સોડિયમ ડાયટથી મૃત્યુનું જોખમ વધી શકે છે. જો કે, તેના પર વધુ રિસર્ચ કરવાની જરૂર છે.

૬. મગજમાં સોજો, કોમા અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે:- હાઇપોનેટ્રેમિયા એક એવી સ્થિતિ છે જે બ્લડમાં સોડિયમના નીચા સ્તરને કારણે થાય છે. ઓછું મીઠું ખાવાથી આ સ્થિતિનું જોખમ વધી જાય છે. તેના લક્ષણ ડિહાઈડ્રેશનના કારણે થતા લક્ષણોની સમાન છે. ગંભીર કેસમાં મગજમાં સોજો આવી શકે છે. જેનાથી માથામાં દુખાવો, કોમા, સીઝર્સનો અટેક અને એટલે સુધી મૃત્યુ પણ થઈ શકે છે.

તેમજ,આ માહિતી પસંદ આવી હોય તો શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *