તમારી હાલની ઇન્સ્યોરન્સ કંપનીથી નાખુશ હોઈ તો તમે બદલી શકો છો ઇન્સ્યોરન્સ કંપની, જાણો વિગતવાર.

શું તમે જાણો છો હેલ્થ વીમા કંપની બદલતી કઈ-કઈ બાબતનું ધ્યાન રાખવું જોઇએ, ન જાણતા હો તો જાણો અહીં

તમે જો તમારી હાલની ઇન્સ્યોરન્સ કંપનીથી નાખુશ હોવ કે બીજી કોઈ કંપનીમાં ઓછું પ્રીમિયમ ઓફર કરવામાં આવતું હોય તો તમે ઇન્સ્યોરન્સ કંપની બદલવા સ્વતંત્ર છો,

હેલ્થ ઈસ્યોરન્સ પોર્ટેબિલિટી પોલિસીની કંપની બદલવાની સુવિધા આપે છે. આ સુવિધા હેઠળ જો તમે જૂની વીમા કંપનીની સર્વિસથી સંતુષ્ટ હો તો કંપની બદલી શકાય છે. આમ થવા પર તમે ઈસ્યોરન્સ કંપની પોર્ટ કરાવી શકો છો. પોલિસી પોર્ટ કરાવતાં પહેલાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. અહીં પોર્ટેબિલિટીની પ્રોસેસ અને તે અંગે જરૂરી વાતો જણાવી છે.

ઈસ્યોરન્સ પોર્ટેબિલિટીની પ્રોસેસ :- પોલિસી પોર્ટ કરાવવા માટે તમારે હાલની પોલિસી એક્સપાયર થાય તેના મિનિમમ ૪૫ થી ૬૦ દિવસ પહેલાં નવી ઈન્શ્યોરન્સ પોલિસી કંપની પાસે જઇ, પોર્ટેબિલિટી પ્રપોઝલ ફોર્મ ભરી પોલિસીની કોપી જમા કરાવવી પડશે. તમારી અરજી સ્વીકાર કર્યા પછી નવી કંપની જૂની ઈન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરી તમારી મેડિકલ અને ક્લેમ હિસ્ટ્રી જાણશે. તેના આધારે જ પોર્ટેબિલિટી પ્રપોઝલ સ્વીકાર અથવા રદ્દ કરવામાં આવશે.

વધારે પ્રીમિયમ આપવું પડી શકે છે :- નવી ઈન્શ્યોરન્સ કંપની તમારું હાલનું સ્વાસ્થ ચકાસશે. તે જૂની કંપનીની પોલિસી લેતી વખતે તમારા સ્વાસ્થની ગણતરી નહીં કરે. તમારાં હાલનાં સ્વાસ્થને જોતાં કંપની એક નિશ્ચિત રકમ અથવા પ્રીમિયમ વધારવા માટે કહી શકે છે. અર્થાત તમને જાણ હોવી જોઈએ કે પોલિસી પોર્ટ કરાવવા પર તમારે વધારે પ્રીમિયમ ભરવું પડી શકે છે. તેથી એ વાત સ્પષ્ટ હોવી જોઈએ કે તમે હેલ્થ ઈસ્યોરન્સ પોલિસી પોર્ટ કેમ કરાવવા માગો છો ?

હેલ્થ કવર પોર્ટ કરાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો :-

૧.વીમા કવર વધારવા પર વેઈટિંગ પીરિયડ પૂરો કરવો પડશે :- જો તમે કવરની રકમ વધારવા માટેનો ઓપ્શન પસંદ કરો છો, તો ધ્યાન રાખો કે વેઈટિંગ પીરિયડનો ફાયદો માત્ર જૂની પોલિસી પર જ લાગુ થશે. વધારાની ૨કમ માટે તમારે નવી વીમા કંપની સાથે વેઈટિંગ પીરિયડ પૂરો કરવો પડશે.

૨. નવી કંપનીના કવરેજ અને લિમિટ સમજો :- ઘણા લોકો ઈસ્યોરન્સ પોલિસી એટલે પોર્ટ કરાવે છે કારણ કે અન્ય કંપની ઓછું પ્રીમિયમ ઓફર કરતી હોય છે. નવી કંપનીના કવરેજ, તેની લિમિટ અને સબ લિમિટ સમજવી જરૂરી છે .

૩. ઓફર્સનું તુલનાત્મક અધ્યયન :- હેલ્થ ઈસ્યોરન્સ પોર્ટેબિલિટી માર્કેટમાં રહેલી ઓફર્સની માહિતી મેળવવાની આઝાદી આપે છે, પરંતુ પોર્ટેબિલિટી કરાવતાં પહેલાં તેનાં નફા – નુક્સાનનું યોગ્ય આકલન કરવું જરૂરી છે. જેથી વધારે પ્રીમિયમ ભરવું ન પડે.

૪. નવી કંપનીથી કશું છુપાવો નહીં :- દરેક પોલિસીની પોતાની ખાસિયત હોય છે. તમે શું છોડી રહ્યા છો અને શું મેળવી રહ્યા છો તે જાણવા માટે બંને પોલિસીની ખાસિયત જાણી લો. નોન ડિક્લોઝરની મુશ્કેલીમાંથી બચવા માટે ક્લેમ અને મેડિકલ હિસ્ટ્રીનું વિવરણ નવી કંપનીને આપો.

પોલિસી પોર્ટ કરાવવા માટે આ ડોક્યુમેન્ટસની જરૂર રેહશે :- પ્રપોઝલ ફોર્મ, પોર્ટેબિલિટી ફોર્મ ઓળખ પત્ર છે એડ્રેસ પ્રૂફ ક્લેમ હિસ્ટ્રી, મેડિકલ હિસ્ટ્રી.

આ રીતે તમે બદલી શકો છો હેલ્થ વીમા પોલિસી. તેમજ જો આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *