આ દસ સેટિંગ્સ કરી લો તમારા મોબાઇલની બેટરી લાઈફ ઓછી થતી અટકી જશે

મોબાઇલની બેટરીની લાઈફ વધારવા માટે આ ૧૦ ટિપ્સ જાણીલો.

૧. બેટરી ૧૦૦% ફુલ ચાર્જ કરવી નહી:-

અપૂરતા નોલેજને લીધે ઘણા લોકો હંમેશા પોતાના ફોનની બેટરી ૧૦૦% સુધી ફુલ ચાર્જ કરે છે પણ મિત્રો તમારે આવું ન કરવું જોઈએ. કોઈ પણ બેટરી હોય તેની એક ચાર્જિંગ સાયકલ હોય છે અને આ ચાર્જિંગ સાયકલ ૦% થી ૧૦૦% સુધી તમે ચાર્જ કરો એટલે એક સાયકલ તમારી પુરી થઈ જાય છે.

ઘણા બધા તારણ પરથી એવુ સાબિત થયુ છે કે બેટરી કોઈ દિવસ ફૂલ ચાર્જ ન કરવી જોઈએ. જો તમે આવું કરો છો તો લાંબા સમયે તમારી બેટરીનું આયુષ્ય ઓછું થઈ જાય છે.

ચાર્જિંગ ઓછું થઈને ૨૦% આવે એટલે તમારે મોબાઇલ ચાર્જ કરવાનું ચાલુ કરવું જોઈએ અને ૯૦ થી ૯૫% સુધી ચાર્જ તમે કરી શકો છો.

અમુક ફોનમાં એવા ફીચર પણ આવે છે જેનાથી જો તમારો ફોન ૧૦૦% ફુલ ચાર્જ થઈ જાય તો તે તેની જાતે જ અંદરથી ચાર્જિંગ બંધ કરી થઈ જાય છે પણ આવું તમારા ફોનમાં ફીચર છે કે નહીં એ જાણવું મુશ્કેલ છે એટલે તમારે ૧૦૦% ચાર્જિંગ તો ન જ કરવું જોઈએ.

૨. બેટરીને તેના ઓરિજિનલ ચાર્જરથી જ ચાર્જ કરો:-

તમે ઓફીસમાં હોય કે ઘરે પણ જો તમારી પાસે ચાર્જર નથી તો તમે બીજા કોઈ પણ ચાર્જરનો ઉપયોગ કરવા લાગી જાવ છો. પણ શું તમને ખબર છે કે આપણે આપણા મોબાઈલ સાથે જે ચાર્જર આપેલું હોય તેનો જ ઉપયોગ કરવો જોઈએ કારણ કે બધા ચાર્જરના આઉટપુટ સરખા ના હોય,

અમુક ચાર્જર ધીમું ચાર્જિંગ કરતું હોય તો અમુક ફાસ્ટ ચાર્જિંગ કરતું હોય એટલે એને અનુરૂપ જ મોબાઈલનું હાર્ડવેર અને એની બેટરી સેટ કરેલી હોય છે. જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો તમારી બેટરી લાઈફમાં સુધારો તો જરૂર જોવા મળશે.

૩. ઓટો બ્રાઇટનેશ(Auto Brightness):-

તમે તમારા મોબાઈલમાં ઓટો બ્રાઈટનેસનું ઓપ્શન જોયેલું જ હશે. બધાને જાણકારી ન હોવાથી તે લોકો આ ઓપ્શનને હંમેશા ઓટો મોડમાં જ રાખે છે. જો મિત્રો તમે આવું કરશો તો હંમેશા તમારે બેટરીનો વપરાશ છે તે વધતો રહેશે કારણ કે તમારું સેન્સર તમારા આજુબાજુના પ્રકાશને સેન્સ કરતું હોય છે તેને લીધે તે પાવર પણ વાપરે છે એટલે તમારે મોબાઇલની બ્રાઇટનેસને જાતે જ ઓછી-વધુ કરવી જોઈએ અને ઓટો બ્રાઇટનેસને બંધ કરવું જોઈએ.

૪. સ્ક્રીન ટાઈમ આઉટ (Screen Time Out):-

આ ઓપ્શનને મોબાઈલની ભાષામાં સ્લીપ ટાઈમ કહેવામાં આવે છે પણ એનો મતલબ એવો થાય છે કે તમે તમારા મોબાઈલની સ્ક્રીન કેટલા સમય પછી બંધ કરવા માંગો છો.

જો તમે સ્ક્રીન બંધ કરવાનો સમય ઓછામાં ઓછો રાખો છો તો તમારી બેટરીનું આયુષ્ય વધી શકે છે. ઘણી વાર એવું થાય છે કે તમે જો સ્ક્રીન બંધ થવાનો સમય વધારે રાખ્યો હોય અને તમે મોબાઇલની સ્ક્રીન બંધ કરવાનું ભૂલી જાવ તો તમારે તે સમય સુધી મોબાઈલ ચાલુ રહેશે અને બેટરી વપરાતી રહેશે.

૫. પાવર સેવિંગ મોડ (Power Saving Mode):-

તમે બધાએ જ પાવર સેવિંગ મોડનું નામ સાંભળેલું હશે. આ ફીચર અત્યારના લેટેસ્ટ ફોનમાં આપેલું જ હોય છે.

જ્યારે તમારા ફોનમાં ૨૦% ચાર્જિંગ હોય ત્યારે તમે ફોન વધારે સમય સુધી ચલાવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. આ ઓપ્શનનો ઉપયોગ કરવા માટે તમારે ફોનમાં પાવર સેવિંગ મોડનું ફીચર ચાલુ કરવાનું હોય છે. આ મોડ તમારા ફોનમાં જે જરૂરી ન હોય તેવી ઓપ્શન અને બેકગ્રાઉન્ડ એપને બંધ કરી દે છે જેથી બેટરી વધારે સમય ચલાવી શકાય.

આનો મુખ્ય ફાયદો એ છે કે તમારી પાસે ચાર્જર ના હોય તો તમે લાંબા સમય સુધી ફોનને વાપરી શકો છો.

૬. વાઈફાઈ અને બ્લૂટૂથને જરૂર ના હોય તો બંધ કરી ને રાખો:-

તમારે પોતાના મોબાઇલના વાઈફાઈ અને બ્લૂટૂથને કામ વગર ચાલુ ન કરવું જોઈએ કારણ કે એના લીધે તમારા મોબાઈલની બેટરીનો વપરાશ પણ થયા કરે છે.

હવે આપણે થોડું વિસ્તારમાં સમજી લઈએ, જો તમારા મોબાઈલમાં વાઈફાઈ ચાલુ હશે તો તે આજુ બાજુનું નેટવર્ક સર્ચ કર્યા કરશે જેના લીધે બેટરીનો ખર્ચ થતો રહે છે. બ્લ્યુટૂથનું કામ પણ વાઈફાઈ જેવું જ છે બ્લ્યુટૂથ પણ બીજા ડીવાઈસ સાથે કનેક્ટ થવા માટે સર્ચ કર્યા કરે છે જેને લીધે બૅકગ્રાઉન્ડમાં બેટરીનો વપરાશ ચાલુ જ રહે છે.

એટલે જરૂર વગર વાઈફાઈ અને બ્લટૂથ તમારે બંધ જ રાખવું જોઈએ.

૭. લોકેશન ટ્રેકિંગ બંધ રાખો:-

મિત્રો તમારા મોબાઈલમાં એવી ઘણી બધી એપ હશે જે વારંવાર તમારા મોબાઈલનું લોકેશન ઍક્સેસ કર્યા કરતી હોય છે તો આનાથી સતત તમારા મોબાઈલની બેટરી વપરાતી રહેતી હોય છે.

મિત્રો તમને ખબર નહિ હોય પરંતુ હું તમને જણાવું કે લોકેશન ટ્રેકિંગ તમારા મોબાઈલની બેટરી ઝડપથી ખત્મ કરી નાખે છે. હવે જો તમારે તમારા મોબાઈલમાં લોકેશન ટ્રેકિંગ બંધ કરવું હોય તો તેના આઇકન પર લાંબુ પ્રેસ કરો અને બંધ કરી દો અથવા Settingsમાં જઈને Location સર્ચ કરો અને તેમાં જઈને તેને off કરી દો.

૮. ઓટો સિંક્રોનાઇઝ ફીચરને બંધ રાખો (Auto Sync):-

આ ફીચર સારું માનવામાં આવે છે પણ આ ફીચરનો ઉપયોગ કરવો તે બેટરી માટે બરાબર ન સાબિત થાય એમ છે. જો તમારે બધી પુશ નોટિફિકેશન જોઈએ છે તો તમારે આમાં કોઈપણ ફેરફાર કરવાની જરૂર નથી. હવે જો તમારે બેટરી બચાવી છે અને આ નોટિફિકેશનથી પરેશાન છો તો તમારે આને સેટિંગમાં જઈને Auto Sync બંધ કરી દેવું જોઈએ. આ કરવાથી હવે તમારા મોબાઈલની બેટરીની લાઈફ બચી જશે.

૯. એરપ્લેન મોડ (Airplane Mode):-

જો તમારા મોબાઈલની અંદર નેટવર્ક ન આવતું હોય તો તમારો ફોન કોઈ પણ નેટવર્ક શોધવા માટે સર્ચ કર્યા કરશે એટલે બેટરીનો ઉપયોગ વધારે થાય છે. આવું જ્યારે પણ થાય ત્યારે તમારે એરપ્લેન મોડને ચાલુ કરવાનો રહેશે. જો તમારા મોબાઈલની બેટરી ઘણી ઓછી હોય ત્યારે આ મોડનો ઉપયોગ કરો તો તમારી બેટરી જરૂર બચી જશે.

૧૦.ચાર્જિંગ કરતી વખતે મોબાઈલ નો ઉપયોગના કરવો:-

મિત્રો આ સૌથી મહત્વનો મુદો છે. જરા ધ્યાનથી વાંચજો. આપણે બધાને ખબર છે કે આપણે ફ્રી સમયમાં મોબાઈલ વગર રહી નથી શકતા ત્યારે આપણા હાથમાં મોબાઈલ સીધો આવી જાય છે.

જ્યારે મોબાઇલની બેટરી ઓછી હોય છે ત્યારે તમે તેને ચાર્જિંગમાં મૂકો છો અને મોબાઇલ વગર તમે રહી ના શકો એટલે તમે મોબાઇલને ચાલુ ચાર્જિંગમાં પણ ઉપયોગ કરો છો પણ તમારે આવું ન કરવું જોઈએ કારણ કે મોબાઇલને તમે એક બાજુ ચાર્જિંગ કરો અને બીજી બાજુ તેનો વપરાશ કરીને તમે તેને ડિસ્ચાર્જ કરો છો.

આવી રીતે તમારી બેટરી પર વધારે લોડ આવે છે તેને લીધે બેટરીનું આયુષ્ય ઘટવા માંડે છે. તેથી, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ એ શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *