વેક્સિન લીધા પછી કોરોના સંક્રમિતના સંપર્કમાં આવો તો શું કરવું, જાણો આ વિશે.

વેક્સિન લીધા પછી કોરોના સંક્રમિતના સંપર્કમાં આવો તો શું કરવું?

બંને ડોઝ લીધા પછી પણ ઇન્ફેક્શન થાય છે, આનું કારણ કોવિડ-૧૯ ડેલ્ટા વેરિઅન્ટ છે.

કોરોના સંક્રમિત સાથે સંપર્કમાં આવ્યા હો તો તમારે અન્ય લોકોથી અંતર રાખવું જોઈએ

ભારતમાં કોવિડ-૧૯ વેક્સિનના આશરે 50 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. સ્ટડીએ દાવો કર્યો છે કે, વેક્સિન લીધી હોય તો કોવિડ-૧૯ ને કારણે ગંભીર લક્ષણ કે પછી મૃત્યુનું જોખમ ઓછું થાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRની નવી સ્ટડીમાં
નવી વાતો ખબર પડી છે.

રિપોર્ટમાં દાવો કર્યો છે કે, બંને ડોઝ લીધા પછી પણ ઇન્ફેક્શન થાય છે. આનું કારણ કોવિડ-૧૯ ડેલ્ટા વેરિઅન્ટ છે. એટલે કે વેક્સિન લીધા પછી પણ કોરોનાનું જોખમ ગયું નથી. આથી વેક્સિનેટેડ લોકોને પણ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. તેવામાં પ્રશ્ન એ થાય છે કે, જો વેક્સિન લીધેલ વ્યક્તિ કોઈ કોરોના સંક્રમિતના સંપર્કમાં આવી જાય તો શું તેણે તરત આઈસોલેટ થવું જોઈએ? તો ચાલો જાણીએ આ વિશે.

વેક્સિન લીધા પછી પણ કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવીએ તો શું કરવું :-

  • જો તમે કોરોના સંક્રમિત સાથે સંપર્કમાં આવ્યા હો તો તમારે અન્ય લોકોથી અંતર રાખવું જોઈએ અને ગીચ સ્થળોએ જવાનું ટાળવું જોઈએ.
  • અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, રસી કોરોનાના ગંભીર ચેપ, એટલે કે ગંભીર બીમાર થવાના જોખમ સામે રક્ષણ આપી શકે છે. પરંતુ ચેપ થઈ શકે છે. આ કિસ્સામાં વેક્સિનેટેડ વ્યક્તિ અન્ય લોકોને ચેપ લગાવી શકે છે.
  • કોરોના સંક્રમિતના સંપર્કમાં આવ્યા પછી ઓછામાં ઓછા ૧૪ દિવસ સુધી પોતાનું ધ્યાન રાખો અને સ્વાસ્થ્યમાં આવતા ફેરફારની અવગણના ના કરો.
  • જો કે, CDCના જણાવ્યા પ્રમાણે, લોકો દ્વારા સંક્રમણ ફેલાવાનું જોખમ ઘણું ઓછું છે. તેમ છતાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું. કોરોના સંક્રમિતના સંપર્કમાં આવ્યા પછી તરત જ ટેસ્ટ કરાવવો. મિનિયાપોલીસમાં વાલ્ડેન યુનિવર્સીટીની એપિડેમિયોલોજિસ્ટ ડૉ. વાસિલિયોસ માર્ગરાઈટિસે કહ્યું કે, સૌપ્રથમ કોરોના ટેસ્ટ કરાવવો. રિઝલ્ટ નેગેટિવ આવે તો ૫ થી ૭ દિવસ પછી બીજો ટેસ્ટ કરાવવો.
  • જો તમને કોઈપણ પ્રકારના લક્ષણો દેખાય છે, તો તરત જ પોતાને આઈસોલેટ કરો અને કોરોના ટેસ્ટ કરાવો. તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, ટેસ્ટ અને સ્મેલ, થાક લાગવો એ કોવિડ-૧૯ના સામાન્ય લક્ષણો છે.
  • જો કોવિડ -૧૯ ટેસ્ટ પોઝિટિવ છે, તો ઓછામાં ઓછા ૧૪ દિવસ માટે પોતાને બીજાથી દૂર રાખો. CDC અનુસાર, જો ટેસ્ટ પોઝિટિવ છે, તો પોતાને ૧૦ થી ૧૪ દિવસ સુધી અથવા કોરોનાના લક્ષણો હોય ત્યાં સુધી બધાથી દૂર રાખો. ઉપરાંત ડોક્ટરની સલાહ લો.
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ ડેલ્ટા વેરિએન્ટના વધતા જતા કેસોને પગલે માસ્ક પહેરવાની સલાહ જાહેર કરી છે. બ્રિટનમાં, રસીકરણ કરાયેલા લોકો માટે માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
  • ભારતમાં વાઈરસના નવા પ્રકારો પર નજર રાખતા INSACOG નો રિપોર્ટ કહે છે કે ભારતમાં નોંધાયેલા દર દસમાંથી નવ કેસ માટે ડેલ્ટા વેરિએન્ટ જવાબદાર છે. ICMRના નવા અભ્યાસ પછી, તે સ્પષ્ટ છે કે ડેલ્ટા વેરિઅન્ટથી ચેપને બચાવવા માટે વેક્સિન પણ વધારે અસરકારક નથી.

વેક્સિન લીધાને કેટલા દિવસ પછી તમે ફુલ્લી વેક્સિનેટેડ થાઓ? :- CDCની ગાઈડલાઈન પ્રમાણે, વેક્સિનના બંને ડોઝ લીધા પછીના બે અઠવાડિયાં પછી તમે ફુલ્લી વેક્સિનેટેડ થાઓ છો.

વેક્સિનેટેડ લોકોથી કોરોનાવાઈરસ ફેલાવાનું જોખમ કેટલું છે? :- સ્કોટલેન્ડમાં હેલ્થવર્કરની સ્ટડી જણાવે છે કે, વેક્સિન ના લેનારા લોકોની સરખામણીએ વેક્સિન લેનારા લોકોના પરિવારના મેમ્બર ઇન્ફેક્ટ હોવાનું જોખમ ૩૦% ઓછું થઈ જાય છે.

આ પ્રકારની ઇંગ્લેન્ડમાં થયેલી સ્ટડી જણાવે છે કે, વેક્સિનેશન પછી ઘરમાં સંક્રમણ ફેલાવાનું જોખમ ૪૦%થી ૫૦% ઓછું થઈ જાય છે. પરંતુ ઝડપથી ટ્રાન્સમિટ થતા વેરિઅન્ટ આ દાવાને ખોટો પાડી શકે છે. હાલ ડેલ્ટા વેરિઅન્ટ આ જ કામ કરી રહ્યું છે. તેમ છતાં કોવિડ વેક્સિને રિકવરી સમય ઘટાડવાની સાથે વાઈરલ લોડ પણ ઓછો કરવામાં સફળતા દેખાડી છે.

તેથી, જો આ માહિત પસંદ આવી હોય કોમેન્ટ અથવા શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *