પાંડેસરા વિવર્સ સામેના ફરિયાદ નિયમાનુસાર નિકાલ કરવા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓને હાઈ કોર્ટની હુકમ.

પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી ના વહીવટમાં થયેલ અનીયમીતાઓ અંગે હાઈ કોર્ટમાં જાહેર હિતની રીટ.

પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી ના વહીવટમાં થયેલ અનીયમીતાઓ અને નાણાકીય ગેરવહીવટ સરકારશ્રીના ઓડિટ દરમિયાન સહકાર ખાતાના પેનલ ઓડીટર શ્રી વિરલ પીનાકીન મારફતીયા દ્વારા તારીખ ૦૧.૧૦.૨૦૧૯ ના રોજ રજુ કરેલ એહવાલ માં બાહર આવેલ હતો. જે ગેર નીતિઓ અંગે તારીખ ૧૭.૦૩.૨૦૨૦ ના રોજ, તારીખ ૦૫.૦૬.૨૦૨૦ ના રોજ, તારીખ ૦૪.૦૭.૨૦૨૦ ના રોજ, અને તારીખ ૨૧.૦૭.૨૦૨૦ ના રોજ પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી. ને રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગાંધીનગર દ્વારા વારંવાર નોટીસો પાઠવીને પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી ના વહીવટ માં થતી અનીયામીતાઓ અંગે ખુલાસો આપવા પ્રમુખ આશિષ ગુજરાતીને હિયરીંગ માં હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું. કોવીડનું બહાનું બતાવી પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી દ્વારા આજદિન સુધી તેઓ હિયરીંગમાં હાજર રહેલ નથી અને ખુલાસા આપવાના બદલે તારીખ ૦૯.૦૭.૨૦૨૦ ના રોજ પત્ર લખીને અલગ અલગ બહાના બતાવીને જવાબ રજુ કરવા વધુ સમય માંગી રહ્યા છે.

નીચે મુજબ ના મુદ્દાઓમાં રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગાંધીનગર દ્વારા ખુલાસો માંગવામાં આવેલ છે.

1. સભાસદપણાની ખાત્રી માટેના સભાસદ રજીસ્ટર/શેર રજીસ્ટર /શેર ટ્રાન્સફર રજીસ્ટર વારંવાર ની સુચના છતાં તૈયાર કરવામાં આવતા નથી પરિણામે સંસ્થામાં વાસ્તવિક સભાસદ સંખ્યા નક્કી કરી શકાતી નથી, આ બાબતનો ખુલાસો કરવો.

2. સંસ્થા DGVCL/GSPCના બીલ ક્નેકશનની કામગીરી કરે છે. મંડળીના પેટા નિયમમાં આવી કામગીરી કરવાની જોગવાઈ નથી, આવી કામગીરી કરવા પૂર્વ અત્રેની કચેરીની પૂર્વ મંજુરી મેળવવી જોઈએ અને પેટા કાયદામાં સુધારો કરવો જોઈએ, આ બાબતનો ખુલાસો કરવો.

3. મંડળી વાર્ષિક સાધારણ સભા તા.૩૦/૦૬/૨૦૧૮ના મળવા અંગે ચોપડા પર દર્શાવેલ હતું પરંતુ આ સભાની હાજરી અને કાર્યવાહી નોંધ તૈયાર થયેલ હતી નહિ. કલમ -૭૭ નો ભંગ થયેલ છે આ બાબતનો ખુલાસો કરવો.

4. યાર્ન બેંક માટેની અલગથી યાર્ન બેંક કમિટી ની વરણી કરેલ છે પરંતુ વર્ષ દરમ્યાન એક પણ બેઠક આ કમીટીની મળી નથી. વર્ષ દરમિયાન કેટલું યાર્ન ખરીધું અને કોને વેચાણ કર્યું? કેટલું ધિરાણ કર્યું અને કોનું ધિરાણ વસુલ કરવામાં આવ્યું? આ બાબતના કોઈ ઠરાવો થતા નથી, આ બાબતનો ખુલાસો કરવો.

5. વર્ષ દરમિયાન ચેકથી ચુકવણી કરવામાં આવતી રકમના વાઉચરો મેળવવામાં આવતા નથી. ઉદાહરણ તરીકે સેમીનાર ખર્ચ રૂ.૧,૮૨,૩૩૦/- નું વાઉચર મેળવેલ નથી. વર્ષ દરમિયાન રૂ.૨,૬૫,૦૦૦/- વધારા નો પગાર ખર્ચ ચૂકવાયેલ છે . આ બાબતનો ખુલાસો કરવો.

6. મંડળીના હાથમાં સિલક રૂ.૧૫,૦૦૦/- સુધી રાખી શકાય તેના બદલે અન્વેશણાન્તે રૂ.૯૯,૯૧૫/- ની રકમ હાથ પર રાખવામાં આવી છે આ બાબતનો ખુલાસો કરવો.

7. યાર્ન બેંક ના ધિરાણ ના ડોક્યુમેન્ટ વ્યવસ્થિત મેળવવામાં આવતા નથી. ધિરાણ કરતા પહેલા એડવાન્સ ચેક તથા ધિરાણ મળ્યાની નિયત નમુનાની રસીદ મેળવવામાં આવતી નથી આ બાબતનો ખુલાસો કરવો.

8. વર્ષ દરમિયાન ટફ સબસીડી (TUF) વેરીફીકેશન/ઇન્સ્પેકશન ફી પેટે મળેલ રકમ રૂ.૨૮,૮૨,૨૩૦/- નફા ખોટ ખાતે લેવાના બદલે કેપિટલાઈઝ કરી મેમ્બરશીપ ફંડમાં જમા લેવામાં આવેલ છે. આ બાબતનો ખુલાસો કરવો.

9. ઉપરોકત તમામ અનિયમિતતા બદલ ગુજરાત સહકારી મંડળી ના અધિનિયમ ૧૯૬૧ ની કલમ, હેઠળ સંસ્થામાં વહીવટદાર ની શા માટે નિમણુક ના કરવી? તેનો ખુલાસો કરવા ઉપર દર્શાવેલ વિગતે તમામ વ્યવસ્થાપક કમિટી ના સભ્યોને હાજર રહેવા સુચના આપવામાં આવે છે.

સહકાર ખાતાના પેનલ ઓડીટર શ્રી દ્વારા રજુ કરેલ એહવાલ મુજબ વહીવટમાં પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી માં થયેલ અનીયામીતાઓ અને નાણાકીય ભ્રષ્ટાચારમાં વધુ તપાસ હાથ ધરાવવા માટે આર.ટી.આઈ એક્ટીવીસ્ટ શ્રી સંજય ઇઝાવા દ્વારા પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી અને તેના પ્રમુખ આશિષ ગુજરાતી સામે રીજીયનલ ટેક્સટાઈલ કમિશ્નરશ્રી, રજિસ્ટ્રારશ્રી, અગ્ર રહસ્યસચિવ, અધિક રજિસ્ટ્રાર(વહીવટ), રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ (ઔદ્યોગિક), અને રજિસ્ટ્રારશ્રી સુરત જીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવેલ હતી.

તારીખ ૦૧.૦૪.૨૦૧૮ થી ૩૧.૦૩.૨૦૧૯ સુધીના સમયગાળામાં પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી માં થયેલ કારોબારની ચકાસણી સરકાર દ્વારા કરવામાં આવેલ ઓડીટ માં ૧૯ જેટલી ગેરનીતીઓ અંગે શ્રી એચ.બી.પટેલ, રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, (ઔદ્યોગિક) અને અધિક્નીયામક દ્વારા તારીખ ૦૫.૦૬.૨૦૨૦ ના રોજ તથા શ્રી સૌરભ કુમાર સિંન્હા રીજીયનલ ટેક્સટાઈલ કમિશ્નર, મીનીસ્ટ્રી ઓફ ટેક્સટાઈલ દ્વારા તારીખ ૧૯.૦૬.૨૦૨૦ ના રોજ નોટીસ પાઠવીને સમગ્ર મામલામાં જવાબ રજુ કરવા તથા ફરી ઓડીટ માટે તૈયાર રહેવા જણાવવામાં આવેલ હતું.

સદર મુદ્દા પર વારંવાર રજુઆત થયેલ હોવા છતાં આગળ કોઈ કાર્યવાહી રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, (ઔદ્યોગિક) અને અધિક્નીયામક દ્વારા કરવામાં નહી આવતા અંતે આર.ટી.આઈ એક્ટીવીસ્ટ શ્રી સંજય ઇઝાવા દ્વારા વકીલ ગીરીશ હારેજા અને વકીલ હસમુખ બ્રહ્મભટ્ટ મારફતે ગુજરાત ઉચ્ચ ન્યાયાલય માં જાહેર હિતની અરજી કરીને પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી ના વહીવટ માં થતી અનીયામીતાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા તથા સદર સંસ્થાના પ્રમુખ આશિષ ગુજરાતી દ્વારા કરેલ ગેરરીતિઓ સામે કાર્યવાહી કરવા તથા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, (ઔદ્યોગિક) અને અધિક્નીયામક સમક્ષ પેન્ડીંગ રાજુવાતોની યોગ્ય નિકાલ કરવા દાદ માંગેલ છે. પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી ના પ્રમુખ આશિષ ગુજરાતી હાલમાં ચેમ્બર ઓફ કોમેર્સના પ્રમુખ પણ છે. આવનાર દિવસોમાં રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ દ્વારા રાખવામાં આવેલ હિયરીંગ માં ફરિયાદીને વધુ વિગત રજુ કરવા તક પણ આપવમાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *