ઈન્કમ ટેક્સ રિફંડ નહીં મળવા પાછળ હોય શકે છે આ કારણો, જાણો વિગતવાર.

ઈન્કમ ટેક્સ રિફંડ હજી નથી મળ્યું તો,શું કારણ હોઈ શકે? જાણો અહીં તેના વિશે.

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ૧ એપ્રિલ ૨૦૨૧ થી ૨ ઓગસ્ટ ૨૦૨૧ સુધી ૨૧.૩૨ લાખ કરદાતાઓને ૪૫,૮૯૬ કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કર્યું છે, પરંતુ ઘણા લોકો એવા પણ છે જેમણે હજી સુધી રિફંડ નથી મળ્યું. જો તમને પણ રિફંડ નથી મળ્યું તો તેના ઘણા કારણો હોઈ શકે છે. રિફંડમાં વિલંબ થવાના ઘણા કારણો હોઈ શકે છે. તો ચાલો જાણીએ વિગતવાર.

બેંક અકાઉન્ટની ખોટી જાણકારી આપવી :- સીએ(CA) અભય શર્મા (પૂર્વ અધ્યક્ષ ઈન્દોર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ શાખા) જણાવે છે કે, તાજેતરમાં ઘણી બેંકોને અન્ય બેંકો સાથે મર્જ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ઘણી બેંકોનો IFSC કોડ બદલાઈ ગયો છે. જો તમે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં તમારા બેંક અકાઉન્ટની જાણકારી અપડેટ નથી કરી તો તમારું રિફંડ અટકી શકે છે. તમે ઘરેબેઠા https://www.incometax.gov.in પર જઈને તેને અપડેટ કરી શકો છો. ​​​​​​​

બેંક અકાઉન્ટનું પ્રી-વેલિડેટ હોવું જરૂરી :- જે બેંક ખાતામાં ઈન્કમ ટેક્સ રિફંડ આવે છે તે બેંક ખાતાને પ્રી-વેલિડેટ (પહેલેથી ચકાસાયેલ) કરાવી લો. ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કર્યા બાદ જો તમારું કોઈ રિફંડ બને છે તો તે તમને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર (CPC) દ્વારા મળે છે. તેના માટે જરૂરી છે કે તમારું બેંક અકાઉન્ટ પ્રી-વેલિટેડ હોય જેથી તમને રિફંડ મળવામાં વિલંબ ન થાય.

રિટર્ન વેરિફાઈ ન કરવા પર પણ વધારે ટાઈમ લાગે છે :- જો તમે રિટર્ન સમયસર ફાઈલ કરી દીધું, પરંતુ થઈ શકે છે કે તમે ITRનું વેરિફિકેશન નથી કર્યું તો, જ્યાં સુધી તમે વેરિફાઈ નહીં કરો ત્યાં સુધી તમારું રિટર્ન પ્રોસેસ નહીં થાય. એટલે કે જો ITR ફાઈલ કરો છો તો તેને વેરિફાઈ કરવું જરૂરી છે. તે પણ રિફંડ મેળવવામાં વિલંબનું કારણ પણ હોઈ શકે છે.

આવરવેરા વિભાગના ઈમેલનો જવાબ ન આપવો :- CA અભય શર્માના અનુસાર, આવકવેરા વિભાગની તરફથી મોકલવામાં આવેલા ઈમેલનો જવાબ ન આપવાના કારણે પણ રિફંડ અટકી શકે છે. આવકવેરા વિભાગની તરફથી મોકલવામાં આવેલા ઈમેલમાં કરદાતાઓને તેમની બાકી માગ, તેમના બેંક ખાતા તથા રિફંડમાં કોઈ પ્રકારના તફાવતની જાણકારી માગવામાં આવે છે. તેની જાણકારી યોગ્ય સમય પર ન આપવા પર પણ તમારું રિફંડ અટકી શકે છે.

કેટલા મહિનામાં રિફંડ આવી શકે છે? :- ITR પ્રોસેસિંગ બાદ ટેક્સ રિફંડ આવવામાં લગભગ એક મહિનાનો સમય સામાન્ય રીતે લાગે છે. સામાન્ય રીતે સેન્ટ્રલાઈઝ પ્રોસેસિંગ સેક્ટરમાં ITRનું પ્રોસેસિંગ પૂરું થવામાં ૨ થી ૩ મહિનાનો સમય લાગી શકે છે.

આ રીતે ચેક કરી શકો છો તમારા રિફંડનું સ્ટેટસ :-

  • – કરદાતા tin.tin.nsdl.com પર જઈ શકે છે.
  • – રિફંડ સ્ટેટસ જાણવા માટે અહીં બે જાણકારી ભરવાની રહેશે- પેન નંબર અને જે વર્ષનું રિફંડ બાકી છે તે વર્ષ.
  • – હવે તમારે નીચે આપવામાં આવેલા કેપ્ચા કોડને ભરવો પડશે.
  • – ત્યારબાદ Proceed પર ક્લિક કરતાં જ સ્ટેટસ આવી જશે.

IT ડિપાર્ટમેન્ટની સાઈટ પર પણ ચેક કરી શકો છો રિફંડ સ્ટેટસ :-

  • – સૌથી પહેલા www.incometax.gov.in વેબસાઈટ પર જવું.
  • – પેન, પાસવર્ડ અને કેપ્ચા કોડ જેવી ડિટેઈલને ભરીને તમારા અકાઉન્ટમાં લોગ-ઈન કરો. ‘રિવ્યૂ રિટર્ન્સ/ફોર્મ્સ’ પર ક્લિક કરો.
  • – ડ્રોપ ડાઉન મેનૂમાંથી ઈન્કમ ટેક્સ રિટર્ન સિલેક્ટ કરો. જે અસેસમેન્ટ યરનું ઈન્મક ટેક્સ રિફંડ સ્ટેટસ ચેક કરવા માગો છો, તેની પસંદગી કરો.
  • – ત્યારબાદ તમારા એકનોલેજમેન્ટ નંબર એટલે કે હાઈપર લિંક પર ક્લિક કરો.
  • – એક પોપ-અપ તમારી સ્ક્રિન પર દેખાશે જે રિટર્ન ફાઈલિંગનું ટાઈમલાઈન બતાવશે.
  • – જેમ કે ક્યારે તમારું ITR ફાઈલ અને વેરિફાઈ કરવામાં આવ્યું હતું, પ્રોસેસિંગ પૂરી થવાની તારીખ, રિફંડ ઈશ્યુ થવાની તારીખ વગેરે.

આ રીતે પ્રોસેસ કરવાથી તમને ટૂંક સમયમાં ઇન્કમ ટેક્સ રિફંડ મળી જાય છે.જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી તમારા મિત્રોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *