ગેસ સિલિન્ડર પર તમને સબ્સિડી મળી રહી છે કે નહીં, તે હવે તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો.

ગેસ સિલિન્ડર પર તમને સબ્સિડી મળી રહી છે કે નહીં, તે હવે તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો,જાણો અહીં વિગતવાર માહિતી.

ઘણીવાર જોવા મળે છે કે લોકોને ખબર જ નથી હોતી કે તેમના સિલિન્ડર પર સબ્સિડી મળી રહી છે કે નહીં. તે ઉપરાંત કેટલા પૈસા સબ્સિડી તરીકે પાછા મળી રહ્યા છે તેની જાણકારી પણ લોકોને નથી હોતી. જો તમને પણ તેની જાણકારી નથી તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ગેસ સબ્સિડીના પૈસા તમારા અકાઉન્ટમાં આવે છે કે નહીં તેની જાણકારી કેવી રીતે મેળવવી.

HP અને ભારત ગેસના ગ્રાહકો આ જાણી શકે છે ગેસ સબ્સિડીના પૈસા અકાઉન્ટમાં આવે છે કે નહીં :-

 • તેના માટે સૌથી પહેલા તમારે તમારા ફોનમાં ઈન્ટરનેટ ચાલુ કરવું પડશે. બાદમાં ફોનના બ્રાઉઝર પર જવું. અહીં તમારે www.mylpg.in પર જવું પડશે.
 • ત્યાર પછી તમારે જમણી સાઈટમાં ગેસ કંપનીઓના ગેસ સિલિન્ડરનો ફોટો દેખાશે. જે પણ તમારો સર્વિસ પ્રોવાઈડર છે તેના ગેસ સિલિન્ડરના ફોટો પર ટેપ કરો.
 • ત્યારબાદ બીજું પેજ ઓપન થશે જ્યાં તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જો તમે પહેલી વખત સાઈટનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે ‘new user’ પર ક્લિક કરવું પડશે.
 • અહીં તમારે કન્ઝ્યુમર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખીને ‘continue’ પર ક્લિક કરવાનું છે.
 • ત્યારબાદ તમારે યુઝર ID અને પાસવર્ડ જનરેટ કરવો પડશે.
 • યુઝર ID અને પાસવર્ડ જનરેટ કર્યા બાદ તમારે ‘Sign in’ પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ યુઝર ID અને પાસવર્ડની સાથે કેપ્ચા કોડ નાખીને ‘Login’ પર ક્લિક કરવાનું છે.
 • લેફ્ટ સાઈડમાં તમારે ‘view cylinder booking history’ પર ક્લિક કરવું પડશે.
 • ત્યારબાદ સિલિન્ડર માટે તમે કેટલા પૈસા ચૂકવ્યા છે અને તમને કેટલા પૈસા મળ્યા છે તે સામે આવી જશે.
 • જો તમને સબ્સિડી નથી મળી તો તમે complaint/feedback પર ક્લિક કરીને તમારી ફરિયાદ દાખલ કરી શકો છો.

ઈન્ડેન (INDIAN) ગ્રાહકો આ રીતે જાણી શકે છે :-

 • અહીં તમારે www.mylpg.in ટાઈપ કરીને તેને ઓપન કરવું પડશે.
 • ત્યારબાદ તમારે રાઈટ સાઈટમાં ગેસ કંપનીઓના ગેસ સિલિન્ડરનો ફોટો દેખાશે. જે પણ તમારો સર્વિસ પ્રોવાઈડર છે તેના ગેસ સિલિન્ડરના ફોટો પર ટેપ કરો.
 • હવે જે વિન્ડો ઓપન થશે તેમાં ‘Give your feedback online પર ક્લિક કરો.
 • ત્યારબાદ બીજું પેજ ઓપન થશે જ્યાં તમારે સિલિન્ડરની નિશાની પર ક્લિક કરવું પડશે.
 • ત્યારબાદ બીજા પેજ પર ‘Subsidy Related (PAHAL)’પર ક્લિક કરવા પર તમને રાઈટ સાઈડમાં 3 ઓપ્શન મળશે.
 • તેમાં ‘Subsidy not received’ પર ક્લિક કરવા પર બીજું પેજ ઓપન થશે જ્યાં તમારે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા LPG ID ભરીને સબમિટ કરવું પડશે.
 • ત્યારબાદ છેલ્લા ૫ સિલિન્ડર માટે તમે કેટલા પૈસા ચૂકવ્યા છે અને તમને કેટલા પૈસા મળ્યા છે, તે સામે આવી જશે.
 • જો તમને સબ્સિડી નથી મળી તો તમે ‘select’ ઓપ્શન પર ક્લિક કરીને નીચે પોતાની ફરિયાદ નોંધાવી શકો છો.

આ કારણે સબ્સિડી બંધ થઈ શકે છે :- જો તમે LPG પર મળતી સબ્સિડી નથી મળી રહી તો તેનું કારણ આધાર લિંક ન હોવાનું હોઈ શકે છે. રાજ્યોમાં LPGની સબ્સિડી અલગ અલગ નક્કી છે. જે લોકોની વાર્ષિક ઈન્કમ ૧૦ લાખ રૂપિયા અથવા તેનાથી વધારે છે, તેમને સબ્સિડી નથી આપવામાં આવતી. 10 લાખ રૂપિયાની આ વાર્ષિક ઈન્કમ પતિ અને પત્ની બંનેની કુલ આવક હોય છે.

તેથી,જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ અથવા શેર કરી તમારા મિત્રોને પણ જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *