બજારમાં આવતા પહેલા જ ડિમાન્ડ વધી ગયેલ OLA કંપનીની ઇલેક્ટ્રોનિક બાઇકના ફીચર્સ અને ભાવ વિષે જાણો.

ઓલા કંપનીએ લોન્ચ કરી ઇલેક્ટ્રોનિક બાઇક, જાણો તેના ફીચર્સ વિશે.

આ લેખ વાંચ્યા બાદ તમે પેટ્રોલ વાળી બાઈક તો નહિ જ લો તેની ગેરંટી. જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ સમય આવી ગયો છે. OLA ના CEO ભાવીશ અગ્રવાલએ ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૧ ( સ્વતંત્રતા દિવસ ) ના દિવસે OLA ના ૨ ઇલેક્ટ્રિક સ્કૂટર પબ્લિક સામે રજુ કર્યા છે . આ બંને કુટર ના મોડલ નામ “S” અને “ST pro” છે. આજે આ બંને કુટર વિશે પૂરી માહિતી વિસ્તારથી જાણીશું. જો તમે ઇલેક્ટ્રિક બાઇક લેવાનું વિચારતા હોય તો આ માહિતી પુરેપુરી જરૂર વાંચી લેજો

Ola Electric Scooter ની ભારતમાં આવેલી જે ફેક્ટરી છે તે દુનિયાની સૌથી મોટી ટુ વ્હીલર ફેક્ટરી છે. જેમાં તે દર વર્ષે ૧ કરોડ કુટર બનાવી શકે છે. આ સાથે ભાવિશ અગ્રવાલે એક એ વાત પણ કરી છે કે અમે આ બંને કુટરમાં મુખ્યત્વે ૧. બેસ્ટ ડીઝાઈન ૨. બેસ્ટ પરફોર્મન્સ અને ૩. બેસ્ટ ટેકનોલોજી નું ખાસ ધ્યાન રાખ્યું છે. Ola Electric Scooter માં સૌ પ્રથમ એ જાણીએ કે, તેના ટોટલ કેટલા એવા ફીચર છે કે, જે તમને આ સ્કુટર લેવા માટે મજબુર કરશે . ભાવિશ અગ્રવાલે પોતે તેના કુટર વિશેના બધા જ ફીચર જણાવ્યા હતા .જેમાં મુખ્યત્વે અમુક ફીચર એવા છે કે જેના વિષે તમે ક્યારેય પહેલા સાંભળ્યું પણ નહિ હોય . તેમજ બીજી કોઈ પણ ઈલેક્ટ્રીક બાઈકમાં આવા ફીચર જોયા પણ નહિ હોય.

૧. ડીઝાઈન :- Ola Electric Scooter માં ડીઝાઇન સૌથી અદ્ભત છે . તેમાં કલરની વાત કરીએ તો “૧” મોડલ ૫ કલરમાં તેમજ “SI pro” ૧૦ કલર માં જોવા મળશે . તેમજ આ Ola કુટર માં બુટ સ્પેસ “સીટ નીચેની જગ્યા” માં બે હેલ્મટ રહી શકે તેવી જગ્યા છે. તેમજ આઇકોનિક હેડ લેમ્પ જોવા મળશે, જે લેમ્પ ખરેખર બીજી બાઈક કરતા અલગ જોવા મળશે.

૨. પરફોર્મન્સ :- Ola સ્કુટર ના પરફોર્મન્સ ની વાત સૌથી અલગ છે . આ વાત તેને બીજા ઇલેક્ટ્રિક સ્કુટર થી અલગ પાડે છે. ૦-૪૦ ની સ્પીડ ફક્ત ૩ સેકન્ડમાં જ પકડી લેશે. અને ૦-૬૦ ની સ્પીડ ફક્ત ૫ સેકન્ડમાં પ્રાપ્ત કરશે . અને ટોપ સ્પીડની વાત કરીએ તો ૧૧૫ km / h ની સ્પીડે ચાલી શકે છે . તેમજ ૧૮૦-૧૯૦ કિલોમીટર એક વાર ચાર્જ કરવાથી ચાલી શકશે.

૩. ચાર્જીગ :- OLA કુટરમાં માં ૭૫૦ વોટ નું પોર્ટેબલ ચાર્જર આવશે . જેનાથી તમે ઘરે ૬ કલાકમાં કૂલ બાઈક ચાર્જ કરી શકશો . તેમજ સૌથી મહત્વની વાત એ છે કે, OLA નાં હાઈપર ચાર્જર સ્ટેશન પર ૫૦% ચાર્જીગ ફક્ત ૧૮ મીનીટમાં જ થઇ જશે. OLA કંપનીએ આગળ જણાવ્યું હતું કે, ભારતના બધા જ સિટીમાં હાઈપર ચાર્જર સ્ટેશનો ટૂંક સમયમાં જ ખોલવામાં આવશે. જ્યાં તમે લગભગ ચાર્જીગ કરી શકશો.

૪. ડ્રાઈવિંગ મોડ :- OLA કુટરમાં ૩ ડ્રાઇવિંગ મોષ જોવા મળશે. જેમાં ૧. નોર્મલ મોડ ૨. સ્પોર્ટ્સ મોડ અને ૩. હાઈપર મોડ હશે. તેમાં હાઈપર મોડ ખુબ અદ્ભત હશે જેમાં તમારું OLA કુટર એક સ્પોર્ટ્સ બાઈક ને પણ ટક્કર આપી શકશે અને તે ઘણી બાઈક કરતા પણ ફાસ્ટ હશે. Ola કુટરમાં મોસ્ટ પાવરફુલ મોટર ૮.૫ kW નો પીક પાવર સાથે અને એક ૩.૯ કિલોવોટની બેટરી કેપેસીટી જોવા મળશે. આ કેપેસીટી જનરલી બીજી ઈ-બાઈક્સ કરતા ૩૦% વધુ છે.

૫. ક્રુઝ કંટ્રોલ :- Ola સ્કુટરમાં ક્રુઝ કંટ્રોલ નામનું જોરદાર ફીચર પણ આપવામાં આવ્યુ છે. જેમાં તમે એક બટન દબાવશો એટલે તમે નક્કી કરેલી સ્પીડે કુટર એક સમાન ચાલશે. મતલબ કે ૫૦ ની સ્પીડે તમે બટન દબાવશો એટલે ૫૦ ની સ્પીડે લીવર મૂકી દેશો તે પણ બાઈક કંટીન્યુ ચાલશે. આ ફીચર હજુ સુધી લગભગ તમે ક્યાય જોયું નહિ હોય.

૬. લોક અનલોક સીસ્ટમ :- Ola સ્કૂટરમાં લોક અનલોકની જોરદાર સીસ્ટમ આપેલી છે. આ સ્કુટર કી-લેસ હશે, એટલે કે કોઈ ચાવી આ સ્કુટર સાથે નહિ સ્કુટરને લોક અને અનલોક કરવા માટે ટચસ્ક્રીન અને એપ્લીકેશન નો ઉપયોગ કરવામાં આવશે. તેમજ એક એવી પણ સીસ્ટમ એક્ટીવેટ કરી શકશો કે જયારે તમે સ્કુટર નજીક આવશો એટલે કુટરનું સેન્સર ઓટોમેટીક તમને ઓળખી લેશે અને સ્કુટર ઓટોમેટીક અનલોક થઇ જશે.

૭. સ્પીડોમીટરની ડિપ્લે તમે ચેન્જ કરી શકશો (જેમ વોલપેપર બદલો તેમ) :- જેમ તમે મોબાઈલમાં વોલપેપર બદલો તેમ તમે તમારા પ્રમાણે સ્પીડોમીટરની ડિપ્લે પણ બદલી શકશો. જે એકદમ અદ્ભત ફીચર છે. ટૂંકમાં એક કરતા અલગ અલગ સ્પીડોમિટર રાખી શકશો. તેમજ આ સ્પીડોમીટર ચેન્જ થશે એટલે તમારા સ્કૂટરનો અવાજ પણ ચેન્જ થશે. લગભગ આ બંને ફીચર એક સાથે કામ કરે છે. ઉદા. તમે નેચર થીમ નું સ્પીડોમીટર રાખો એટલે બાઈક નેચરનો અવાજ આપશે. સુપરબાઈક નું સ્પીડોમીટર રાખશો એટલે તમારી બાઈક એવો અવાજ કાઢશે. તેમજ તમે અવાજ એપ્લીકેશન કે બટનથી ઓછો વધુ કરી શકશો.

૮. ડિસ્પ્લે પરથી મ્યુઝીક , કોલ અને મેપ દેખાશે :- Ola સ્કુટરમાં ૭ ઇંચની ડિસ્પ્લે આપી હશે. Ola સ્કુટરમાં ડિસપ્લે પર તમે મૂડ પ્રમાણે મ્યુઝીક વગાડી શકશો, (સ્કુટરમાં તમે તમારા મનપસંદ સોંગ અપલોડ પણ કરી શકશો એટલે પછી ફોન વગર પણ સાંભળી શકાય). મેપ જોઈ શકશો જે મેપ બીજા વાહનો કરતા જબરજસ્ત હશે. તેમજ જેમ મોબાઈલ માં વિજેટ્સ આવે તેમ આ કુટર પર પણ તમે અનેક વિજેટ્સ જોઈ શકશો. એટલે કે, મેપ, મ્યુઝીક, તાપમાન, બેટરી ઇન્ફોમેશન, PM, કોલ ઇન્ફોર્મેશન વગેરે.

૯. કોણ ચલાવે છે તે પ્રમાણે સ્કુટર ચાલશે :- Ola કુટરમાં આ એક જબરજસ્ત ફીચર છે, આ ફીચરમાં તમે ફેમીલીની પ્રોફાઈલ બનાવી શકો છો. એટલે કે, તમારી, તમારા વાઈફની, મમ્મી-પપ્પા-ભાઈ વગેરે. હવે આ કુટર ધારો કે, તમારા પપ્પા ચલાવે છે. તો તમે તેની પ્રોફાઈલ પ્રમાણે સ્કૂટર કંટ્રોલ કરી શકશો. એટલે કે, તમે સ્પીડ લીમીટ ૪૦ ની રાખી શકશો. તેમજ સ્પોર્ટ્સ અને હાઈપર મોડ લોક કરી શકશો. તેમજ તમે અમુક એરિયા પણ લોક કરી શકશો. તેમજ તમે ચલાવનારનું લાઈવ લોકેશન પણ જોઈ શકશો.

૧૦. વધારાના બીજા ફીચર :- સ્કુટર પરથી જ કોલ અને મેસેજ થઇ શકશે , એન્ટી થીફ અલાર્મ (ચોરી થવા પર વાતું અલાર્મ), રાઈડ જર્નલ, ઈમરજન્સી કોન્ટેક્ટ એલર્ટ, ડાર્ક મોડ (રાત્રીના સમયે ડિપ્લે ડાર્ક મોડમાં આવી જાય), ઓટો બ્રાઈટનેસ ડિપ્લે, ઓટો ઈન્ડીકેટર ઓફ , શેર લોકેશન, શેર કી (તમારૂ કુટર દુર પડ્યું હોય અને બીજા કોઈ વ્યક્તિ સાથે તમે કી શેર કરશો ત્યારે તે વ્યક્તિ તમારું સ્કુટર ચલાવી શકશે.)

S૧ મોડલની (રેંજ,ટોપ સ્પીડ, અને કિંમત ):- S૧ મોડલની રેંજ ૧૨૧ km છે, S૧ મોડલની ટોપ સ્પીડ ૯૦ km/h છે . અને શા મોડલની કિંમત ૯૯,૯૯૯ રુ. છે. આ મોડલ ૫ કલરમાં ઉપલબ્ધ છે, વ્હાઈટ, બ્લુ, રેડ, બ્લેક અને યેલો. આ મોડલ બે મોડમાં ચાલી શકશે, નોર્મલ મોડ અને સ્પોર્ટ મોડ. તેમજ ૦-૪૦ km/h પહોચવામાં મોડલ ૩.૬ સેકન્ડ લેશે.

S1 pro મોડલની ( રેંજ, ટોપ સ્પીડ,અને કિંમત) :- S૧ pro મોડલની રેંજ ૧૮૧ km છે, ST મોડલ કરતા ૬૦ km વધુ રેંજ. S૧ pro મોડલની ટોપ સ્પીડ ૧૧૫ km/h છે. અને S૧ pro મોડલની કિંમત ૧,૨૯,૯૯૯ રૂ. છે. આ મોડલ ૧૦ કલરમાં ઉપલબ્ધ હશે, વ્હાઈટ, બ્લુ, રેડ, બ્લેક અને યેલો ઉપરાંત પિંક, ડાર્ક બ્લુ, ગ્રે, ડાર્ક ૨ અને મેટ બ્લેક કલર હશે.

ગુજરાતમાં કેટલી મળશે સબસીડી :- ભાવીશ અગ્રવાલે જણાવ્યું છે કે ૯૯,૯૯૯ નું S૧ modal ગુજરાતમાં સબસીડી સાથે ૭૯,૯૯૯ માં મળી શકશે અને ૧,૨૯,૦૦૦ નું S૧ pro મોડલ ૧,૦૯,૯૯૯ માં મળી શકશે. એટલે બંને મોડલમાં ૨૦,૦૦૦ ની સબસીડી તેવું વીડીઓમાં જણાવ્યું હતું. પરંતુ કદાચ ખરીદવાના સમયે આ સબસીડી પ્લસ – માઈનસ હોઈ શકે છે.

જો,આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અને શેર કરી તમારા મિત્રોને જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *