શું તમને તમારા છોકરાઓને કે પરિચિતને એનર્જી ડ્રિંક્સ પીવાની આદત છે ? તો આ લેખ ધ્યાનથી વાંચજો.

યુવાનોમાં ઝડપથી વધી રહ્યું છે એનર્જી ડ્રિંક્સનું વ્યસન, તે જીવલેણ સાબિત થાય છે,જાણો તેનાથી છૂટકારો કેવી રીતે મેળવવો.

સ્કૂલના વિદ્યાર્થીઓ દરરોજ સરેરાશ ૧૨૧ મિલીગ્રામ કેફીન લે છે, તે તેમના માટે વધારે છે. કોફી, ચા, કોલા બેવરેજ અને એનર્જી ડ્રિંક્સને લઈને પેરેન્ટ્સ જાગૃત નથી રહેતા, પરિણામે બાળકોને કેફીનનું વ્યસન થઈ જાય છે. તે તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યું છે.

યુવાનોમાં કેફીનનું વ્યસન સતત વધી રહ્યું છે. સ્કૂલોમાં કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું કે, ભારતમાં બાળકોની દરરોજ કેફીન લેવાની માત્રા યુએસના બાળકો કરતાં વધારે છે. યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સની તરફથી આ સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં દિલ્હીની ત્રણ સ્કૂલોના ૩૦૦ બાળકોને સામેલ કરવામાં આવ્યા હતા. તેનાથી જાણવા મળ્યું કે, યુવાનો વધારે કોફી અને ચા પીવાના કારણે કેફીનની વધારે માત્રા લઈ રહ્યા છે. જ્યારે વિકસિત દેશોમાં આવું નથી.

બીજા દેશોની તુલનામાં ભારતમાં કેફીનનું વ્યસન વધારે :- યુનાઈટેડ સ્ટેટ્સમાં ૧૨ થી ૧૬ વર્ષ સુધીના વિદ્યાર્થીઓ પ્રતિ દિવસ ૬૪.૮mg કેફીન લઈ રહ્યા છે, તેમજ ૧૭ થી ૧૮વર્ષ સુધીના ટીનેજર્સ પ્રતિ દિવસ ૯૬.૧mg કેફીન લે છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા પર નજર કરીએ તો, અહીં પણ ૧૨ થી ૧૬ વર્ષ સુધીના ટીનેજર્સ ૧૦૯mg કેફીન પીવે છે. કેનેડામાં ૮ થી ૧૨ વર્ષના બાળકો ૧૦૯mg કેફીન લે છે.

ભારતમાં કેફીનનો હાઈ ડોઝ લઈ રહ્યા છે વિદ્યાર્થીઓ :- સર્વેમાં તે પણ સામે આવ્યું કે, લગભગ ૬ ટકા વિદ્યાર્થીઓ પ્રતિ દિવસ ૩૦૦mg કરતાં વધારે કેફીન લે છે, જે વધારે હાનિકારક છે. તેવી જ રીતે લગભગ ૯૭ વિદ્યાર્થીઓ કોઈના કોઈ પ્રકારે કેફીન લે છે. જે સ્ટ્રેસને પણ વધારે છે.

કેફીનની કેટલી માત્રા હોય છે વધારે? :- 

  • નેશનલ લાયબ્રેરી ઓફ મેડિસિનમાં પબ્લિશ કમિટી ઓન ન્યૂટ્રિશન એન્ડ કાઉન્સિલ ઓન સ્પોર્ટ્સ મેડિસિન એન્ડ ફિટનેસના રિસર્ચના અનુસાર, ટીનેજર્સ અને બાળકોએ કેફીનવાળી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. તેના અનુસાર, જો બાળકો અથવા ટીનેજર્સ કેફીન લે પણ છે તો તેની માત્રા ૧૦૦ મિલીગ્રામ કરતાં ઓછી હોવી જોઈએ.
  • યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરમાં ફૂડ ડેટા સેન્ટ્રલના રિપોર્ટના અનુસાર, એડલ્ટે એક દિવસમાં ૪૦૦ મિલીગ્રામ કરતા વધારે કેફીન ન લેવું જોઈએ.
  • પબમેડ સેન્ટ્રલમાં પબ્લિશ રેઝિના વિર્જેજસ્કા, મિરોસ્લાવ જારોસ અને બારબરા વોજડાના રિસર્ચના અનુસાર, પ્રેગ્નન્ટ મહિલાઓએ ૨૦૦ મિલીગ્રામ કરતા વધારે કેફીન ન લેવું જોઈએ કેમ કે કેફીનનું વધારે પ્રમાણ પ્રી-મેચ્યોર ડિલીવરી, ગર્ભપાત, બાળક અને માતાના ઓછા વજનનું જોખમ વધારી શકે છે.

કેવી રીતે જાણવું કે શરીરમાં કેફીનનું પ્રમાણ વધારે પડતું છે? :- લોકોને કેફીનનું વ્યસન થઈ જાય છે અને તેમને ખબર પણ નથી પડતી. તેઓ કેટલા પ્રમાણમાં કેફીન લઈ રહ્યા છે એ વાતની પણ તેમને ખબર નથી હોતી. પબમેડમાં પબ્લિશ એલેક્ઝાન્ડ્રા અને જેરેમી ટ્રેલરના રિસર્ચના અનુસાર, શ્વાસ લેવામાં તકલીફ, ડિહાઇટ્રેસન, ઉલટી, ફીવર, ચેસટપેન જો તમારામાં એવા લક્ષણ દેખાય છે તો તે સંકેત હોઈ શકે છે કે શરીરમાં કેફીનનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.

આ ૭ સ્ટેપથી કેફીનના વ્યસનથી છુટકારો મેળવો :-

વોક અથવા એક્સર્સાઈઝ કરો :- નેશનલ લાયબ્રેરી ઓફ મેડિસિનમાં પબ્લિશ ડિયોગો આર લારાના રિસર્ચના અનુસાર, દરરોજ વૉક અને એક્સર્સાઈઝ કરવાથી કેફીની આદતથી છૂટકારો મેળવી શકાય છે.

ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો :- પબમેડમાં પબ્લિશ એરિક એલ, ગારલેન્ડ અને મેથ્યુ ઓ. હાવર્ડના રિસર્ચના અનુસાર ડીપ બ્રીથ પ્રેક્ટિસ કેફીન એડિક્શનથી છૂટકારો અપાવી શકે છે. જો તમે ચિંતા અથવા એન્ક્ઝાઈટી મહેસૂસ કરી રહ્યા છો તો ૫ મિનિટ માટે ઊંડા શ્વાસ લો. તેની સાથે જ તમારા મગજ અને નરવસ સિસ્ટમને શાંત કરવા માટે મેડિટેશનની પ્રેક્ટિસ કરો. આવું કરવાથી કેફીની સ્ટ્રોંગ ક્રેવિંગ, એન્ક્ઝાઈટી અને બેચેની પણ દૂર કરી શકાય છે.

પૂરતી ઊંઘ લો :- યુએસ નેશનલ એકેડમી ઓફ મેડિસિનના અનુસાર, પૂરતી ઊંઘ પણ કેફીનની આદત છોડાવવામાં મદદ કરી શકે છે, પરંતુ ઓછી ઊંઘ લેવાથી તમારી કેફીન છોડવાની આદત પર ખરાબ અસર પડે છે. હેલ્ધી સ્લિપ હેબિટ અપનાવવાથી ધીમે ધીમે કેફીનની આદત છૂટી જશે.

ડાયટમાં ફાઈબરથી ભરપૂર વસ્તુઓ સામેલ કરો :- નેશનલ લાયબ્રેરી ઓફ મેડિસિનમાં પબ્લિશ એસ્ટ્રિડ નેહલિગના રિપોર્ટના અનુસાર, ફાઈબરવાળી ડાયટ બ્લડમાં કેફીન રિલીઝને ઘટાડવામાં મદદ કરી શકે છે. ધીમી ગતિએ પચતી ફાઈબરવાળી વસ્તુઓ જેમ કે, આખું અનાજ, બીન્સ, દાળ, સ્ટાર્ચવાળી શાકભાજી, નટ્સ અને બી ખાવાથી કેફીનની આદતથી છૂટકારો મળી શકે છે.

ગ્રીન ટીની આદત પાડો :- કેફીન ડ્રિંકની જગ્યાએ ગ્રીન ટી લેવાનો પ્રયાસ કરો. તેમાં પાવરફૂલ એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે જે બોડીના હાર્મફૂલ ટોક્સિંસને બહાર કાઢે છે. ગ્રીન ટી પીવાથી ઓવરઓલ કેફીન ઈનટેક ઓછું થઈ જાય છે.

એલ-થીનાઇન વસ્તુઓ ખાવી :- એલ-થીનાઇન એમીનો એસિડ એન્ક્ઝાઈટી અને બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ કરી શકે છે. એફએલ ડોડ, ડીઓ કેનેડી અને તેમના સાથીઓના પબમેડમાં પબ્લિશ રિસર્ચના અનુસાર ઓર્ગન મીટ, શક્કરીયા, ઈંડા, શેલ ફીશ, ફેટી ફીશ, લસણ, બ્રોકલી, સનફ્લાવર સીડ્સ, ચણા, બ્લૂબેરીમાં એલ-થીનાઇન ભરપૂર પ્રમાણમાં હોય છે. આ વસ્તુઓ ખાવાથી કેફીની આદતથી છૂટકારો મળી શકે છે.

તેથી,જો આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરો અને તમારા મિત્રોને જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *